home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

મુહમ્મદ રફીના ગૈરફિલ્મી ગીતો

અહીં અશોક દવે એક શુદ્ધ કબુલાત કરવા જઈ રહ્યા છે કે, મુહમ્મદ રફીએ ગાયેલું આ ગીત આંખો મીચીને સાંભળતા રહેવું કે પછી, ગીતના શબ્દો મુજબ મારી સામે પેલી ‘‘બૈઠી રહે...’’ ને હું મિલનના ગીતો ગાતો રહું, એમાં નુકસાન પેલીને જવાનું છે. રફીના ગૈરફિલ્મી ગીતો સાંભળવાને બદલે, હું પ્રેમલા-પ્રેમલીની પ્રવૃત્તિમાં ખોવાયેલો રહું, એ મને મંજૂર નથી. આમાં મારી સમજ અને નિખાલસતા તપાસી લેવા જેવી છે. રફી સાહેબનું કોઈ પણ ગૈરફિલ્મી ગીત, ભજન કે ગઝલ સાંભળવાથી મને સજનીના માથે હાથ ફેરવવા જેટલો જ રોમેન્ટિક આનંદ મળતો હોય, તો મોંઘી રેસ્ટરાંમાં બે કેપૂચીનોના પૈસા શું કામ બગાડવા? કમ-સે-કમ, ગીત ગાતા ગાતા રફી સાહેબ મને એવું તો ન પૂછે કે, ‘‘ક્યાં ગયા’તા ટાચકવા... ? જરૂર કોઈ હગલી મળી હશે... !!’’ અને ધારણા તો મારી એ ય સાચી છે કે, રફીને બદલે કોફી-શોપમાં બેઠી બેઠી પેલી મને ગીત ગાઈ સંભળાવે, એના કરતા તો કોફીના એ જ કપમાં માથું નાંખીને આત્મહત્યા કરી નાંખવી સસ્તી પડે... ! કોફીનું બિલ તો આપણે ચૂકવવાનું ન આવે!!

આમ તો મારી આવી નફ્ફટાઈ વાંચીને મને વાંચવા માંગતી હશે, એ સ્ત્રીઓ પણ મને પડતો મૂકી દેશે, એટલે હાલ પૂરતો આ પ્રોગ્રામ કેન્સલ અને કેપૂચીનો ચાલુ... !

પણ રફી સાહેબ માટે કાંઈ પણ બોલવા-લખવાનું આવે છે, ત્યારે મને કોઈ સાહિત્યકારની જેમ ઊંચી ઊંચી વાતો કરવાને બદલે, મનમાં એ વખતે ‘સાહેબ’ માટે જે ઉમળકો આવતો હોય, એ જ વ્યક્ત કરી દેવો વધારે મઘુરો લાગે છે. ‘‘રફી સાહેબ સૂરોના શહેનશાહ હતા... કે એમના કંઠમાંથી રાવિ-ચનાબ નદીઓના વહેવા જેવી મસ્તી છલકતી હતી, આવું બઘું લખીને સાબિત શું કરવાનું ? રફીના કંઠમાંથી રાવિ કે ચનાબ છલકે, તો બીજા ગાયકોના ગળામાંથી શું મ્યુનિનું પાણી છલકતું હશે? રફી સાહેબને સૂરોના શહેનશાહ બનાવશો, તો બીજામાંથી કોકને સૂરોના બાદશાહ, સૂરોના નવાબ, સૂરોના ચીફ એકઝીક્યૂટિવ, સૂરોના વોચમેન કે સૂરોના લારી-ગલ્લાવાળા જેવા તખલ્લૂસો આપવા પડશે. બેટર એ છે કે, આપણે રફીને ચાહીએ છીએ, એટલી જ વાતમાં આખી દુનિયાના સંગીતની વાત આવી ગઈ કહેવાય. બીજા ગાયકો પણ આપણને ગમે છે, પણ ‘સાહેબ’ના સંદર્ભમાં આ શેર લખી લેવા જેવો છે.’’

‘‘આમ તો મેં લીધો હતો જન્મ, સહુને પ્રેમ કરવા,

... આ વચમાં તમે જરા વધારે ગમી ગયા !’’

પણ રફીના ચાહકોમાં પણ જે વાત પૂરી પહોંચી નથી તે આટલી જ કે પોતાને રફી સાહેબના અનન્ય ભક્ત કહેવડાવતા ચાહકોમાંથી બહુ ઓછાએ એમના નોન-ફિલ્મી ગીતોમાં રસ લીધો હશે અને રસ હોય તો પણ આ નોન-ફિલ્મી વિભાગ એવો છે કે, ઈચ્છો તો ય બધાને એ ગીતો સરળતાથી ન મળી રહે. સાહેબના મરહૂમ બેગમ બિલ્કીસબાનુને એમના ફિલ્મી ગીતો કરતા આ નોન-ફિલ્મી ગીતો જ ખૂબ ગમતા.

આ ગૈરફિલ્મી ગીતો એટલે શું ? તે કેમ ગવાયા હતા ? એવો માલ બનાવવાનું કારણ શું ? આવા ગીતો બનાવવાનો ખયાલ કોને આવતો હશે?

મૂળ તો આપણાં જમાનામાં વિવિધ ભારતી પર બપોરે બરોબર બે વાગે ફિલ્મી ગાયકોના ગાયેલા નોન-ફિલ્મી ગીતો રજુ થતા. એને સાંભળનારો એક અલગ વર્ગ. મુકેશ, મન્ના ડે, હેમંત, તલત, આશા, લતા કે સુમનના આવા ગીતો ઘણા આવતા. જ્યુતિકા રોય, જગમોહન અને સી.એચ. આત્મા એવા કલાકારો હતા, જેમણે ફિલ્મો માટે ભાગ્યે જ ગાયું છે, પણ ગૈરફિલ્મી ગીતોને કારણે તેઓ દેશભરમાં જાણીતા થયા. આમ તો આવું કોઈ ગીત બનાવવું, એ અગાઉથી નક્કી કરેલો કોઈ પ્લાન ન હોય. જાણિતા કે સાવ નવા ગીતકારો તો ઝૂંડમાં ને ઝૂંડમાં ફરતા હોય કે, ‘અમે એક સરસ ગઝલ લખી છે રફી સાહેબ, આપ ગાઓ.’ ક્યારેક સંગીતકારોને આવી સનક ઉપડે અને ગાયકોને તો ઉપડી જ હોય!

પણ કારણ આજ સુધી કોઈ નથી જાણી શક્યું કે, પ્રસિદ્ધ થવા છતાં આ તમામ ગાયકોના નોન-ફિલ્મી ગીતો શા માટે આંગળીના વેઢે ગણાય, એટલા જ આવ્યા? શા માટે મઘુકર રાજસ્થાની જેવા અત્યંત સફળ કવિએ માત્ર નોન-ફિલ્મી ગીતો જ લખ્યા? શા માટે ધી ગ્રેટ સંગીતકાર ખય્યામે ફિલ્મો કરતા નોન-ફિલ્મી ગીતો જ વઘુ બનાવ્યા?

આ બધા પ્રશ્નો હરદમ નિરૂત્તર રહેવા સર્જાયા છે. એની હા કે ના પાછળ કોઈ કારણ કે લોજીક ન મળે. નહિ તો રફી સાહેબ શું કામ ના પાડે, જ્યારે એ જ ખય્યામે ‘શ્યામ સે નેહા લગાયે, રાધે નીર બહાયે’ જેવા અપ્રતીમ ગીતો બનાવ્યા હોય? સમયનો અભાવ હોઈ શકે અથવા તો વ્યાવસાયિક ધોરણે આ વિચાર બહુ પૈસા કમાવી લાવે એવો ન પણ હોય (નહોતો જ...!)

બીજું એક આશ્ચર્ય એ પણ થાય છે કે, રફી સાહેબ પોતે આવા અનુભવી ગાયક હોવા છતાં શા માટે એમણે પોતે સ્વતંત્રપણે કોઇ ફિલ્મમાં સંગીત નહિ આપ્યું? એ ધારત તો આવા ગૈરફિલ્મી ગીતો તો બનાવી જ શકત? (આ સાથેની યાદીમાં ગીત નં. ૨૭થી ૩૦- ગીતોનું સંગીત સાહેબે પોતે આપ્યું હતું.)

મુહમ્મદ રફીના ગૈરફિલ્મી ગીતો

૧. સુનો સુનો અય દુનિયાવાલોં બાપૂ કી યે

૨. કામ લેંગે આંસુઓં સે ઔર ન ફરિયાદ સે

૩. ઈસ દિલ સે તેરી યાદ ભૂલાઇ નહિ જાતી

૪. મેરી મુહબ્બત કુબુલ કર લો, ગરીબ શાયર કે

૫. પૂછ ન મુઝ સે દિલ કે ફસાને, ઈશ્ક કી બાબતેં

૬. મૌત હી ન આ જાયે કાશ ઐસે જીને સે

૭. શામ સે નેહા લગાયે, રાધે નીર બહાયે

૮. તેરે ભરોસે હે નંદલાલા, કોઇ રો રો બાટ

૯. ગઝબ કિયા તેરે વાદે પે એતબાર કિયા

૧૦. યે ન થી હમારી કિસ્મત કે વિસાલે યાર હોતા

૧૧. તુમ આઓ રૂમઝુમ કરતી, પાયલ કી

૧૨. મેરે ગીતોં કા સિંગાર હો તુમ

૧૩. રામ દુલરીયા ઝટપટ કિરાયા દે દે

૧૪. શામ કે દીપક જલે, મન કા દિયા

૧૫. ક્યા યાદ તુમ્હેં હમ આયેંગે, ઈતની સી

૧૬. જલવા બકદ્રે જર્ફે નઝર દેખતે રહે

૧૭. હમકો મિટા સકે યે જમાને મેં દમ નહિ

૧૮. પાગલ નૈના સગરી રૈના, તેરી બાટ નિહારે

૧૯. પાર નદી કે દીપ જલાયે બૈઠી કોઇ બાંવરીયા

૨૦. અરમાં મચલ રહે હૈ દિલે બેકરાર

૨૧. નકાબ રૂખ સે હટાયે મેરે નસીબ કહાં

૨૨. દર્દ-મિન્નત કશે દવા ન હુઆ

૨૩. શૌક હર રંગ રકીબે સરો-સામાં નીકલા

૨૪. કાશ ખ્વાબોં મેં હી આ જાઓ બહોત તન્હા હૂં

૨૫. મૈંને સોચા થા અગર મૌત સે પહેલે પહેલે

૨૬. સાકી કી હર નિગાહ કો બલખા કે પિ ગયા

૨૭. દૂર સે આયે થે સાકી સુનકે

૨૮. ઘટા હૈ બાગ હૈ મય હૈ સુબહ હૈ જામ હે

૨૯. ઉઠા સુરાહી યે શીશા વો જામ લે સાકી

૩૦. ચલે આ રહે હૈં વો ઝુલ્ફેં બિખેરે

૩૧. આજ ઈસ ખત મેં નઇ બાત

૩૨. આવાઝ દો હમ એક હૈ, હમ એક હૈ

૩૩. મોરે શ્યામ મોરે શ્યામ, પલ પલ મોરે મુખ સે

૩૪. સુનિયો અરજ હમારી, પ્રભુજી સુનિયો

૩૫. મૈં ગ્વાલો રખવાલો મૈંયા માખન નાહી ચૂરાયો

૩૬. પાંવ પડું તોરે શ્યામ, બ્રીજ મેં લૌટ ચલો

૩૭. મેરે લિયે તો બસ વહી પલ હૈ હંસી બહાર કે

૩૮. દો ઘડી બૈઠો તુમ્હારા રૂપ આંખોં મેં બસા લૂં

૩૯. મૈં કબ ગાતા મેરે સ્વર મેં પ્યાર કીસિકા ગાતા હૈ

૪૦. કહે કે ભી ન આયે મુલાકાત કો

૪૧. પાગલ ચંદા મેરે મન કી આગ સે સારી રાત

૪૨. હંસા ગગન બીચ રોયે કોમલ પંખોં પર

૪૩. યૂં બેખુદી સે કામ લિયા હૈ કભી કભી

૪૪. જીને કા રાઝ મૈંને મુહબ્બત મેં પા લિયા

૪૫. તેરી તો ચાંદ સિતારોં સે બાત હોતી હૈ

૪૬. હાલ દેખા જો બેકરારોં કા દિલ

૪૭. કભી સુકું કો કભી ગમગુસાર કો રોયે

૪૮. પલકોં પે ભી ચરાગ જલે હૈં ખુશી કે સાથ

૪૯. ઝીક્ર ઉસ પરીવાશ કા ઔર ફિર બયાં અપના

૫૦. મુદ્દત હુઇ હૈ યાર કો મેહમાં કિયે હુએ

૫૧. બસ કિ દુશ્વાર હૈ હર કામ કા આસાં હોના

૫૨. નૂકતાંચી હૈ ગમેદિલ ઉસ કો સુનાયે ન બને

૫૩. ફલસફે ઈશ મેં પેશ આયે સવાલોં

૫૪. તલ્ખિ-એ-મય મેં જરા તલ્ખી-એ-દિલ ભી

૫૫. કિતની રાહત હૈ દિલ તૂટ જાને કે બાદ

૫૬. એક હી બાત જમાને કી કિતાબોં મેં નહિ

૫૭. હાય મેહમાન કહાં યે ગમેં-જાનાં હોગા

૫૮. દિલ કી બાત કહી નહિ જાતી

૫૯. મેરે શ્યામ તેરે નામ, બોલે મન સુબહો શામ

૬૦. કાન્હા તૂને પીર ન જાની, હાય તૂને

૬૧. ભજો રે મન રામ ગોવિંદ હરિ

૬૨. અખીયાં હરિદર્શન કી પ્યાસી

૬૩. બંદે કીસ પર કરે ગુમાન, તૂ હૈ દો દિન કા

૬૪. સમય કા ખેલ નિલા હૈ ભાઇ

૬૫. હરિ કા ઘ્યાન લગા મન મેરે

૬૬. મૈં દીપ જલાયે બૈઠા હૂં

૬૭. ઉસ સપને મેં તુમને કહા થા

૬૮. જરા ભી જીસકી વફા કા યકીન આયા હૈ

૬૯. તુમ્હારા રાઝ તુમસે હી ન કહે પાયે તો

૭૦. કલ સપને મેં તુમને કહા થા, મેરે સપનોં

Copyright   © Gujarat Samachar