home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

તન્વી શાહ - સલ્મ ડૉગે... આ ગાયિકાને લોકપ્રિય બનાવી દીધી

સ્લમ ડૉગ મિલિયોનેરની સફળતાના છાંટા આ ફિલ્મનું લોકપ્રિય ગીત ‘જય હો’ ગાનારી તન્વી શાહ પર પણ ઉડ્યા છે. આ ગીત અને ફિલ્મે તન્વીને લાઈમ લાઈટમાં લાવીને મૂકી દીધી છે.

‘‘સફળતાનો ખરો શ્રેય એ. આર. રહેમાનને જાય છે. પરંતુ મારું જીવન પણ બદલાઈ ગયું છે. મને આવતા ફોનની સંખ્યા વધી ગઈ છે. એકાએક જ લોકોને મારામાં રસ પડવા માંડ્યો છે. મારી મહેનતનું ફળ મળ્યું એનો મને આનંદ છે.’’ તન્વી કહે છે.

રહેમાનના સ્ટુડિયોમાં જતી વખતે તન્વીને સપને પણ ખ્યાલ નહોતો કે તે આજે તેની જંિદગીના મહત્વના એક વળાંક તરફ જઈ રહી છે. ‘‘હું ત્યાં ગઈ અને મેં સુખવીંદરનો અવાજ સાંભળ્યો અને એનાથી હું ઘણી પ્રભાવિત થઈ હતી. રહેમાને મને કહ્યું, ‘‘અંદર જઈને કંઈ અલગ કરવાનો પ્રયત્ન કર. આસપાસ કોઈ સાંભળતું નથી. એમ માનીને મોટે અવાજે ગા. ‘‘તેઓ મને ગાવાનું કહે છે એ હું માની જ શકી નહીં. અને સુખી (સુખવીંદર)ના અવાજ સાથે મારે મેચ થવાનું હતું એ મારે માટે એક મોટો પડકાર હતો.’’ તન્વી કહે છે.

આ ગીતના સ્પેનિશ બિટસ તન્વીએ લખ્યા હતા. તન્વી છેલ્લા પાંચ વરસથી રહેમાન માટે ગાઈ રહી છે. ‘ફના’ તેમજ ‘યુવા’ના ગીતોમાં પણ તન્વીએ બેકંિગ વોકલ્સ’ કર્યું હતું. દરેક પ્રકારનું ગાવા માટે તેણે સ્ટુડિયોના ચક્કર કાપ્યા હતા.

મને રહેમાન માટે ‘બેકંિગ વોકલ્સ’ કરવા ગમે છે. કારણ કે દરેક વખતે મને કંઈ નવું જ શીખવા મળે છે.

‘જય હો’ ઉપરાંત આ ફિલ્મના ‘ગેન્ગસ્ટરબ્લુસ’માં પણ તન્વીનો અવાજ છે. રહેમાનની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ ‘સ્લમ ડોગ...’ હોય એવું તને લાગે છે? એ પ્રશ્વ્ન પાંચ વરસથી રહેમાન સાથે કામ કરતી તન્વીને પૂછ્‌યો ત્યારે તેણે ઉત્તર આપ્યો, ‘‘મારી ફેવરિટ ‘રંગ દે બસંતી’ તેમજ ‘બોસ-ધ ફરગોટન હીરો’ છે. આ ફિલ્મના ગીતો પણ સારા છે, પરંતુ મેં રહેમાનનું આનાથી સારું સંગીત સાંભળ્યું છે. કારણ કે, ભારતીય દર્શકોની નજરે જોઈએ તો આપણે ઘણું સાંભળ્યું છે. મને નથી લાગતું, કે હોલીવૂડે ‘બોમ્બે’, ‘ઇરૂવર’, ‘થિરુદા થિરુદા’ ‘ગુરુ’ તેમજ ‘બોસ...’ જેવી તેની ફિલ્મોનું સંગીત સાંભળ્યું હોય. હમણા અમે ‘અદા’ નામની એક ફિલ્મ કરી છે. આ ફિલ્મનું એક ગીત ઘણું મુશ્કેલ હતું. છેલ્લા કેટલાક વરસો દરમિયાન મેં અનુભવ્યું છે કે તેઓ નવા સાઉન્ડસનો પ્રયોગ કરવામાં ઘણી મહેનત લે છે. તેઓ કહે છે, ‘‘મને બલ્ગેરિયન અવાજ જોઈએ છે. મને ચીસો પાડવા જેવો અવાજ જોઈએ છે, મારે હાઈપીસ્ડ વોઈસ જોઈએ છે.’’ અને આ સમયે તન્વી જેવી ગાયિકા તેમને યાદ આવે છે.

તન્વીએ કરેલા દાવા મુજબ તે સોપ્રાનો, ટે નોર, બાસ અને અલ્ટો ગાઈ શકે છે. ‘જય હો’ ગણતરીના કલાકોમાં જ તૈયાર થઈ ગયું હતું. આ ગીત ‘સ્લમ ડૉગ...’ માટે વાપરવાનું છે એ તેને ઘણા સમય પછી ખબર પડી હતી.

‘‘હું બીજા કોઈ ગીતના રેકોર્ડંિગ માટે ગઈ હતી. ત્યારે મેં સહેજ જાણવા માટે જ તેને એ ગીતમાં મારો અવાજ રાખવામાં આવ્યો છે કે નહીં એમ પૂછ્‌યું હતું ત્યારે તેણે કહ્યું હતું, ‘‘અફકોર્સ, આ ગીત અને ગેન્ગસ્ટર બ્લ્યુમાં પણ. ત્યારે હું ઘણી ખુશ થઈ હતી. પાંચ-છ વર્ષ પછી હોલીવૂડની ફિલ્મમાં ગાવા મળે ત્યારે થયેલો આનંદ શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. અને હવે ફિલ્મને ચાર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યા છે ત્યારે હું ઘણી ખુશ છું.

પોતે આજે જે સ્થાન પર પહોંચી છે એ માટે રહેમાનની આભારી હોવાનું કહી તન્વી ઉમેરે છે. ‘‘મેં તેની પાસેથી ચાર વસ્તુ શીખી છે. સમર્પણ, કૃતનિશ્ચય, ધીરજ અને નમ્રતા. આ ચાર ગુણો વગર વિકાસ શક્ય નથી.’’

તન્વી એક બિઝનેસ વુમન છે. છેલ્લા દોઢ વરસથી તે ઇન્ટિરિયર ડિઝાઈન કરી રહી છે. તેમજ તેની જ્વેલરી લાઈન પણ છે. એક જ કામમાં ઘ્યાન આપવાથી એમાંથી રસ ઓછોથઈ જાય છે આથી વૈવિઘ્યતા જરૂરી હોવાથી તે એક સાથે બે વ્યવસાય કરી રહી છે અને પોતે જે કરે તે તેને દિલથી કરવું છે, કારણ કે તન્વી માને છે કે જંિદગી ઘણી ટૂંકી છે. આથી વર્તમાનમાં કામ નહીં કરે તો બીજી તક મળવાની નથી.

આ ઉપરાંત તેણે સિરામિકમાં માસ્ટર્સ કર્યું છે. અમેરિકા વર્લ્ડ બેન્કમાં ગ્રાફિક ડિઝાઈનરનાં કામમાં રસ નહીં પડતા તે ૨૦૦૩માં મુંબઈ આવી હતી. અમેરિકાના જીવન કરતા તેને મુંબઈનું જીવન પસંદ છે. ‘‘અમેરિકામાં સોમવારથી શુક્રવાર સુધી તમે કૂતરાની જેમ કામ કરો છો અને મિત્રોને માત્ર શનિવારે જ મળવા મળે છે. તેઓ સાથે ડ્રીન્ક લઈને રવિવારે હેન્ગ ઓવર સાથે ઊઠે છે. કેટલીક વાર બજારમાં ખરીદી કરવાની, કપડાં ધોવાના જેવા કામ પણ હોય છે. ત્યાં પૈસા બચતા નથી. બધા જ પૈસા ક્રેડિટ કાર્ડ, શોપંિગ અને પાર્કિંગમાં જાય છે.’’ અમેરિકાનો અનુભવ વર્ણવતા તન્વી કહે છે, પરંતુ હવે એક ગાયિકા તરીકેનું જીવન તેને માટે કર્ણમઘુર બની ગયું છે.

Copyright   © Gujarat Samachar