home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

કરણ પટેલ વાત કરે છે શાહિદ કપૂર સાથેના બગડેલા સંબંધની

ટીવી ઇન્ડસ્ટ્રીમાં કરણ પટેલ તેના તડ અને ફડ કરી દેવાના સ્વભાવને કારણે પ્રખ્યાત છે અને હવે તે મહેશ માંજરેકરની ફિલ્મ ‘સિટી ઑફ ગોલ્ડ’ દ્વારા બૉલીવૂડમાં પ્રવેશી રહ્યો છે ત્યારે પણ તેનો આ સ્વભાવ બદલાયો નથી. એની સાબિતી તેના મિત્રમાંથી દુશ્મન બનેલા શાહિદ કપૂર વિશેની તેની વાતચીત દરમિયાન મળી જાય છે.

આ વાત ઘણા ઓછા જાણે છે કે શાહિદ અને કરણે પોતાની કારકિદીની શરૂઆત એક સાથે શામક દાવરની ડાન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી કરી હતી અને આ બંને એ જમાનામાં ખાસ મિત્રો હતા. પરંતુ શાહિદના સ્ટારડમને કારણે તેમની મૈત્રીમાં એક પૂરાય નહીં તેવી તડ પડી ગઇ હતી. શાહિદને ફિલ્મોમાં મોટો બ્રેક મળ્યો ત્યારે કરણને ટીવીથી સંતોષ માનવો પડ્યો હતો.

આ બંનેની મૈત્રી તૂટવા પાછળ શું કારણ હતું અને ક્યારે તેઓ એકબીજાથી અલગ સરવા માંડ્યા એ કહેવું મુશ્કેલ છે. પરંતુ એકબીજા વિરુઘ્ધ જેઓ જે રીતે ઝેર ઓકી રહ્યા છે એ જોતા કારણ કોઇ ગંભીર હોવાનું લાગે છે.

કરણ આ વિષય પર વાત કરતા કહે છે, ‘‘શાહિદની હાજરી હોય ત્યા મારે જવું નથી. તે જ્યાં ન હોય ત્યા જ મારી હાજરી હશે. પરંતુ ભગવાન તેનું ભલું કરે. અમે બંને એક જ ક્ષેત્રમાં હોવાથી તેમજ એક જ એજ ગુ્રપના હોવાથી તે મારો સૌથી મોટો પ્રતિસ્પર્ધી સાબિત થશે. તેની સાથે કામ કરવું મને જરૂર ગમશે.’’

કરણની નજીકના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, આ બંને શામક દાવર પાસે તાલીમ લેતા હતા ત્યારે શાહિદને મળતું મહત્વ તેમજ ઘ્યાન કરણને મળતું નહોતું. પરંતુ કરણ આ સાથે સંમત નથી. તેનું કહેવું છે, ‘‘સાચું કહું તો શાહિદ શામક સાથે મારા કરતા વઘુ સમય સુધી હતો. તે સમયે હું ઘણો યુવાન હતો. હું ૧૬ વરસનો હતો જ્યારે શાહિદ ૧૯ વરસનો હતો. આ જ ઉંમરે શાહિદે તેનો પ્રથમ મ્યુઝિક વિડિયો અને પેપ્સીની જાહેરાત કરી હતી. હું એ ઉંમરનો થયો ત્યારે મેં શામક સાથે કામ કરવાનું છોડી દીઘું હતું.

જૂની યાદો વાગોળતા કરણ કહે છે કે તે અને શાહિદ નાના ચોક સ્થિત શામત દાવરના ક્લાસમાં સાથે જતા હતાં. ‘‘નૈતિક્તાની દ્રષ્ટિએ યોગ્ય ન હોવાને કારણે કરણ શાહિદ વિશે વઘુ બોલવા માગતો નથી.’’ આજે શાહિદ મોટો સ્ટાર છે. આથી લોકો એમ કહે પણ ખરા કે શાહિદ સ્ટાર હોવાથી તેને વિશે હું આમ કહું છું.’’

તેમની મૈત્રીમાં કડવાશ આવી હોવાની કબૂલાત કરણ ઉમેરે છે, ‘‘અમારી વચ્ચે કડવાશ છે. આ વાત સરળ અને સ્પષ્ટ છે. ‘નચ બલિયે થ્રી’માં તે એક જજ તરીકે આવ્યો હતો ત્યારે પણ મેં તેનું અભિવાદન કર્યું નહોતું. મને નથી લાગતું કે તે એક મોટો સ્ટાર બની ગયો હોવાથી મારે તેને વઘુ પડતું મહત્વ આપવું જોઇએ. અમે એકબીજા સામે પણ જોયું નહોતું. એ એપિસોડ મારે માટે જરા પણ મહત્ત્વનો નથી. અમે અલગ પ્રકારના વિચારો ધરાવતી બે અલગ વ્યક્તિ છીએ.’’

આ પછી પોતાની મુલાકાતનું સમાપન કરતા કરણ કહે છે, ‘‘સફળ હોવું એ સારી વાત છે. પરંતુ સફળતાને કેવી રીતે પચાવવી એ કામ ઘણું મુશ્કેલ છે.’’ આ ટોણો કોના તરફ છે એ સમજતા વાર લાગશે નહીં.

Copyright   © Gujarat Samachar