home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

પરેશ રાવળ - ભવિષ્યમાં ફિલ્મ દિગ્દર્શનની ઇચ્છા છે

પરેશ રાવળ ૨૫-૨૫ વરસથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ નાટકના જીવ છે. તેઓ એક ઘૂંરધર કલાકાર છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

પરેશ રાવળ અત્યાર સુધી કોઇ ફિલ્મ મેકર પાસે કામ માંગવા ગયા નથી. ‘હોલી’ ‘લોરી’અને ‘મિર્ચ મસાલા’જેવી ફિલ્મો બાદ ફિલ્મઉદ્યોગે તેમને અભિનેતા તરીકે સ્વીકારી લીધા હતા. ‘અર્જુન’ ફિલ્મમાં રાહુલ રવૈલ અને જાવેદ અખ્તર તેમના કામથી એટલા બધા ખુશ થઇ ગયા હતા કે ભવિષ્યમાં પણ તેમની સાથે કામ કરવાની તૈયારી દાખવી હતી.

થોડા સમય પહેલાં જ પરેશ રાવળની ‘મહારથી’ ફિલ્મ રિલિઝ થઇ હતી જેમાં તેમના અભિનયનાં વખાણ થયાં હતાં.ભાગ્યે જ પોતાની ફિલ્મો પ્રમોટ કરતા પરેશે ‘મહારથી’ ઉપરાંત ‘ઓય લકી ! લકી ઓય! ’તેમજ ‘મુંબઇ મેરી જાન’ પણ પ્રમોટ કરી હતી.જો કોઇ સારો ફિલ્મ મેકર સારી ફિલ્મ બનાવે અને મને પૂરતી કંિમત ચૂકવે તો હું તેના પ્રોજેક્ટ માટે સો ટકા કામ કરું છું તેમ પરેશ રાવળ જણાવે છે.

પરેશ રાવળને મળતા રોલથી તે કંટાળી ગયા હતા. તેથી તેમણે પોતાનો કંટાળો દૂર કરવા શરીર પરથી ચરબી ઓછી કરવા પ્રત્યે ઘ્યાન દોર્યું હતું. આમ પણ ‘મુંબઇ મેરી જાન’ફિલ્મમાં તેમની ભૂમિકા માટે પાતળા થવું થોડું જરૂરી હતું. ‘મેરે બાપ પહેલે આપ’ માટે પ્રિયદર્શનને તેમને જાડા થવાનું કહ્યું હતું.પ્રિયદર્શને તેમની સાથે દલીલ કરતાં કહ્યું હતું કે,એક પિતા તરીકેની ભૂમિકા માટે પિતાનું શરીર થોડું ભારે હોવું જરૂરી છે. આ વાત પોતાના વિચારો દર્શાવતા કહે છે કે, ‘‘ શું એક બાપ પુત્ર કરતાં પાતળો ન હોય શકે ? દુનિયામાં ઘણા પિતા-પુત્ર એવા હશે જેના પિતા પાતળા સોટી જેવા હશે જ્યારે પુત્ર જરા ભરાવદાર હશે.’’ટૂંકમાં પ્રિયદર્શનની સૂચના મુજબ પરેશે પોતાનું વજન વધાર્યું હતું. પરેશને સિક્સ પેક્સ કે આઠ પેક્સ વિકસાવવામાં રસ નથી. પોતે જેવા છે તેવામાં જ તે ખુશ છે.

‘મહારથી’માં નસીરૂદ્દીન શાહે ભજવેલ પાત્ર માટે પહેલાં તો અમિતાભ બચ્ચનનો સંપર્ક કર્યો હતો. પહેલાં અમિતાભે આ પાત્ર ભજવવાની તૈયારી દાખવી હતી પરંતુ પાછળથી તેમણે ના પાડતાં એવું કારણ દર્શાવ્યું હતું કે,‘‘ મને નકારાત્મક રોલમાં જોવાનું દર્શકો પસંદ નહીં કરે.’’પછી તેમણે એજ ભૂમિકા માટે નસીરૂદીન શાહનો સંપર્ક કર્યો હતો.અને નસીરૂદ્દીન તરત જ રાજી થઇ ગયા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના જેવો કોઇ કલાકાર નથી. તેમણે કદી અસુરક્ષા કે તેનો ભય પણ અનુભવ્યો નથી. મારા મતે તો નસીરભાઇ એક ટેલન્ટેડ કલાકાર છે.

ભૂતકાળમા ંપરેશે નંદિતા દાસની ‘ફિરાક’નસીરની ‘યહ હોતા તો ક્યા હોતા’માટે પોતાની માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી પ્રાઇસ લીધી છે. તેમણે કેતન મહેતા પાસેથી પણ પોતાનો માર્કેટ ભાવ લીધો નથી.

‘વન ટૂ થ્રી’ફિલ્મને સારો રિસપોન્સ મળ્યો નહોતો પરંતુ તેમની ‘મુંબઇ મેરી જાન’ને સારો પ્રતિસાદ મળ્યો હતો. એ બાબતે પરેશ કહે છે કે મને નવાઇ લાગે છે કે ફિલ્મને કઇ રીતે રેટંિગ કરવામાં આવે છે. મારી સાથે જીમમાં આવતી મહિલાઓએ મારી ‘વન ટૂ થ્રી’ ફિલ્મને ખૂબ વખાણી હતી.

હંમેશા ઓછા રૂપિયામાં કામ કરવાનું પરવડે નહીં તેમ પરેશનું કહેવું છે. ‘સરદાર’ફિલ્મ માટે તેમણે ૧૪૦ દિવસ કામ કર્યું હતું જેના તેમને સાત લાખ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. પરેશનું કહેવું છે કે કોઇક વખત માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી પ્રાઇસ લેવાની વાત ઠીક છે. બાકી મારે પણ મારા સંતાનોને સારું ઊચ્ચ ભણતર આપવાનું હોવાથી કોઇ પણ હિસાબે ઓછી કંિમતમાં કામ કરવું મને પોસાય નહીં.જ્યારે પ્રોડ્યુસરને તમારી માર્કેટ પ્રાઇસ આપવી ન હોય ત્યારે મંદીનું કારણ આગળ કરીને પણ તમારી માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી કંિમત આપતા હોય છે.

આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કરવાનું પરેશને ઘેલું નથી. તેમનું કહેવું છે કે, હોલીવુડવાળા આપણને કોઇ સારી ભૂમિકા આપતા નથી. તેઓ આપણને જૂનિયર આર્ટિસ્ટ જેવા પાત્રો આપે છે.

પરેશ રાવળ ટૂંક સમયમાં જ નાટકનું નિર્માર્ણ કરવાના છે. એટલું જ નહીં દિગ્દર્શન પણ તેઓ જ કરવાના છે. ભવિષ્યમાં ફિલ્મ દિગ્દર્શન કરવાની પણ તેમની ઇચ્છા છે.

Copyright   © Gujarat Samachar