home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

દીપિકા પદુકોણ - લગ્નને પાછલી પાટલીએ ધકેલી કારકિર્દીમાં ઘ્યાન આપવું છે

એક વરસની કારકિર્દી દરમિયાન દીપિકા પદુકોણને શાહરૂખ ખાન તેમ જ અક્ષયકુમાર સાથે કામ કરવાની તક મળી છે. તેમ જ રણબીર કપૂર જેવા ભવિષ્યના સુપરસ્ટાર સાથે પણ તેણે કામ કર્યું છે. આટલું ઓછું હોય તેમ યુવક દિલોની ધડકન રણબીર કપૂરનો પ્રેમ પણ તેને પ્રાપ્ત થયો છે. આમ બોલીવૂડે દીપિકા પર છૂટે હાથે કૃપાનો વરસાદ વરસાવ્યો છે.

બોલીવૂડમાં નવી આવેલી દીપિકા પણ સારી સ્ક્રિપ્ટ મળે તો જ કામ કરવા માગે છે. આથી ઓછી ફિલ્મો કરતી હોવાનો તેને કોઈ અફસોસ નથી.

ગયે વર્ષે બોલીવૂડમાં લોકપ્રિયતા મેળવનારી અસીન, અનુષ્કા શર્મા અને જિનેલિયા ડિસોઝાની વાત નીકળતા જ દીપિકા કહે છે, ‘‘હું અને સ્વસ્થ પ્રતિસ્પર્ધા માનું છું. મહત્ત્વની વાત તમે જે કામ કરો છો એને પ્રેમ કરવાનું છે. તમે તમારા કામમાં ધગશ રાખશો તો બધા જ પાસા આપોઆપ ગોઠવાઈ જશે.’’

શાહરૂખની ફિલ્મ ‘બિલ્લુ બાર્બર’ માં કરીના કપૂર, પ્રિયંકા ચોપરા અને દીપિકાએ એક એક ડાન્સ કર્યાં છે. કરીના અને પ્રિયંકાએ આ સ્પેશિયલ અપિયરન્સ માટે એક કાણી કોડી લીધી નથી. જ્યારે પોતાને બ્રેક આપનારા શાહરૂખ ખાન પાસે દીપિકાએ તગડી રકમ વસૂલી હોવાને કારણે દીપિકા ચર્ચામાં છે. આ આરોપમાંથી પોતાનો બચાવ કરતા દીપિકા કહે છે કે આ આરોપ સરાસર ખોટો છે. મેેં આ ગીત માટે પૈસા લીધા નથી. માન્યમાં આવતું હોય નહીં તો તમે શાહરૂખની પ્રોડક્શન કંપની રેડ ચિલિઝને પૂછી શકો છો.’’

‘બિલ્લુ બાર્બર’માં પ્રિયદર્શન સાથે કામ કરવાના નાનકડા અનુભવે પણ દીપિકાને તેમનાથી ઘણી પ્રભાવિત કરી છે. તેમની કાબેલિયતના ગુણગાન ગાતા તે અટકતી નથી. પ્રથમ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ સ્વીકારી એ પૂર્વે પ્રિયદર્શને દીપિકાને ‘પાયરેટ’ ઓફર કરી હતી જેનો તેણે અસ્વીકાર કરતા પ્રિયદર્શન નારાજ હોવાની ચર્ચાએ તે સમયે ઘણું જોર પકડ્યું હતું. આ બાબતે ખુલાસો કરતા દીપિકા કહે છે, ‘‘મૂળ વાત તો એ છે કે મને આ ફિલ્મ ઓફર થઈ જ નહોતી શક્ય છે તેઓ આ ફિલ્મ માટે મારો વિચાર કરતા હશે પરંતુ અમારી વચ્ચે કોઈ પણ ફિલ્મ વિશે વાતચીત થઈ જ નહોતી.

‘ચાંદની ચોક ટુ ચાઈના’ની પબ્લિસિટીમાં તેના કરતા અક્ષયને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હોવાની વાત નીકળતા જ દીપિકા કહે છે, ‘‘હું પબ્લિસિટી પરેડમાં માથું મારતી જ નથી. કોને કેવી પબ્લિસિટીમાં વાપરવા એનો અધિકાર નિર્માતાનો છે જેમાં હું હસ્તક્ષેપ કરતી નથી.’’

રણબીર કપૂર સાથેના પ્રેમનો પ્રશ્ન છે તો હમણા તેઓ લગ્નનો વિચાર કરતા નથી પરંતુ બઘુ જ ઘ્યાન કારકિર્દી પર આપવા માગે છે એવી સ્પષ્ટતા દીપિકા કરે છે. આમ કહેતી દીપિકા ‘અજબ પ્રેમકી ગજબ દાસ્તાન’ના સેટ પર રણબીર કપૂર અને કેટરીના કેફ વચ્ચે પાંગરતી મૈત્રી વિશે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

Copyright   © Gujarat Samachar