નેશનલ
લેવલે ગુજરાતનું ટેબલ ટેનિસ શ્રેષ્ઠ જાહેર થયું
સુરત,
તા. ૫
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા
દ્વારા દેશની તમામ રાજયોની ટીમમાં ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડીઓનો સૌથી ઉત્કૃષ્ટ
દેખાવ થતા ગુજરાત ટેબલટેનિસ એસોસિએશનને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાતના પથિક મહેતાએ પટણામાં રાષ્ટ્રીય સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ સર્જયો હતો.
આ
ઉપરાંત જીજ્ઞેશ જયસ્વાલ, હરમીત દેસાઈ, મહિપાલ ગોહિલ અને હાર્દિક ભટ્ટે બ્રોન્ઝ
મેડલ જીત્યો હતો જયારે નેશનલમાં ગુજરાતની દિવ્યા ગોહિલ, નરગીસ માલુભાઈ, હીમાની
ભટ્ટ, સપના શર્મા અને સોનલ જોશીની મહિલા ટીમે કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ગુજરાતની
જુનિયર બોયસ,કેડેટ ટીમે યુથ નેશનલ અને ઇન્ટરનેશનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગુજરાત
જેટલા રાષ્ટ્રીય સ્તરે વિજેતા ખેલાડીઓ કોઇ રાજયએ નથી આપ્યા.
ટીટીએફઆઈએ
આ નિમિતે સુરતમાં યોજાયેલ સમારંભમાં ગુજરાત ટેબલ ટેનિસ એસો.ના પ્રમુખ વિપુલ મિત્રા
અને સેક્રેટરી હરીશ સંગતાણીને ટ્રોફી અર્પણ કરી હતી.
દુુુલીપ
ટ્રોફીની ફાઇનલમાં વેસ્ટ ઝોનના ૫ વિકેટે ૩૦૩
ચેન્નાઇ,તા.૫
રેહાનેની
અણનમ સદીને સહારે વેસ્ટ ઝોને દુલીપ ટ્રોફીની ફાઇનલમાં સાઉથ ઝોન સામે પાંચ
વિકેટે ૩૦૩ રન કર્યા હતા. રેહાનેની અણનમ ૧૦૯ રનની ઇનંિગ ઉપરાંત ભાવિક ઠાકરે ૭૩ અને
વસીમ જાફરે ૬૯ રન ફટકાર્યા હતા.પાર્થિવ ૨૭ રન આઉટ થયો હતો. ચેતેશ્વર પુજારા પસંદગીકારોને
આકર્ષવાની તક ચુક્યો હતો અને ૧૪ રને આઉટ થયો હતો.રેહાનેએ ૨૧૮ બોલનો સામનો
કરતાં ૧૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ ૧૦૯ રન ફટકાર્યા હતા. ભાવિક ઠાકરે પણ ૭૩ રનની
પ્રભાવક ઇનંિગ રમી હતી. સાઉથ તરફથી શ્રીસંત અને આર.અશ્વિને ૨-૨ વિકેટો ઝડપી હતી.