home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

પીટરસન માત્ર ત્રણ રન માટે સદી ચુક્યો
પ્રથમ ટેસ્ટમાં વિન્ડિઝ સામે ઇંગ્લેન્ડના ૮ વિકેટે ૨૮૮ રન

કંિગસ્ટન, તા.૫

પીટરસનની ૯૭ રનની શાનદાર ઇનંિગને સહારે ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે આઠ વિકેટે ૨૮૮ રન ફટકાર્યા હતા.

પ્રાયરના ૬૪ રન

ઇંગ્લેન્ડના કેપ્ટન સ્ટ્રોસે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. જો કે ટીમની શરુઆત અત્યંત કંગાળ રહી હતી અને સ્ટ્રોસ સાત અને કૂક ચાર રને આઉટ થયા હતા. ઓપનરો માત્ર ૩૧ રનના સ્કોર પર પેવેલિયન ભેગા થઇ જતા ઇંગ્લેન્ડ મુશ્કેલીમાં મુકાયુ હતુ. ત્યારે કેપ્ટન પદેથી હાંકી કઢાયેલા પીટરસને ટીમને ઉગારી હતી.

બેલ અને પીટરસનની જોડીએ ત્રીજી વિકેટમાં ૪૦ રનની ભાગીદારી કરી હતી. જ્યારે પીટરસને ૧૭૨ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૯૭ રન ફટકાર્યા હતા. કોલીંગવુડ ૧૬ રને આઉટ થયો હતો. પીટરસન માત્ર ત્રણ રન માટે સદી ચુક્યો હતો. તેની પ્રાઇઝ વિકેટ સ્પિનર બેન્ને ઝડપી હતી.

સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડ પ્રથમ ઇનંિગ

-રનબોલ
સ્ટ્રોસ કો.રામદીન બો.ટેલર૦૭૧૫
કૂક કો.સરવન બો.પોવેલ૦૪૨૦
બેલ કો.સ્મિથ બો.ગેઇલ૨૮૭૨
પીટરસન કો.રામદીન બો.બેન્ન૯૭૧૭૨૧૨
કોલીંગવુડ એલબી બો.બેન્ન૧૬૬૧
ફિ્‌લન્ટોફ કો.નેશ બો. પોવેલ૪૩૧૪૬
પ્રાયર કો.એન્ડ બો. બેન્ન૬૪૧૦૯
બ્રોડ કો. બેન્ન બો.ટેલર૦૪ ૧૮૦ ૦
વધારાના (લેગબાય ૨, બાય ૫, નોબોલ ૭)૧૪
કુલ ૮૮ ઓવરમાં ૫ વિકેટે૨૩૬

વિકેટનો ક્રમ ઃ ૧-૮ (સ્ટ્રોસ ૪.૨), ૨-૩૧ (કૂક ૯.૩), ૩-૭૧ (બેલ ૨૫.૫), ૪-૯૪ (કોલીંગવુડ ૪૨.૩), ૫-૧૮૦ (પીટરસન ૬૬.૪)

બોલીંગ ઃ ટેલર ૧૩-૨-૫૬-૧, એડવર્ડઝ ૧૦-૧-૪૩-૦, પોવેલ ૧૪-૫-૩૧-૧, બેન્ન ૩૩-૧૦-૬૪-૨, ગેઇલ ૧૮-૫-૩૫-૧.

Copyright   © Gujarat Samachar