home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

રવીન્દ્ર જાડેજા અને બાલાજીને નહીં સમાવાતા આશ્ચર્ય
ધોનીએ ત્રીજા ક્રમે ઉતરીને રૈના, શર્માને બેટંિગ કરવાની વઘુ તક ના આપી

કોલંબો, તા. ૫

ભારતે આજે શ્રીલંકા સામે વઘુ એક વખત ધરખમ બેટંિગ કરીને ૩૩૨નો સ્કોર ખડો કર્યો તે સાથે જ સતત ચોથો વિજય નક્કી થઇ ચુક્યો હતો. ભારત આમ તો ૩-૦થી શ્રેણી જીતીને ઉતર્યું હોઈ એક પ્રકારની હળવાશ અનુભવતું હતું. ધોનીએ ત્રીજી વન ડે અગાઉ એવું નિવેદન કર્યું હતું કે ઇલેવનમાં જે ખેલાડીઓને ત્રણ વન ડેમાં સ્થાન નથી મળ્યું તેઓને (બેન્ચ સ્ટ્રેન્થ) તક આપવામાં આવશે. ઇરફાન પઠાણ, રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા અને બાલાજીને આ ધોરણે તક આપવામાં આવશે તેમ મનાતુ હતું પણ ભારતે માત્ર બે જ ફેરફાર કરતા તેંડુલકરને સ્થાને રોહિત શર્મા અને ઝાહિરખાનને જગ્યાએ ઇરફાન પઠાણને તક આપી હતી.

સેહવાગ, યુવરાજને પાછળના ક્રમે મુકી શકાયા હોત

ખરેખર તો શ્રેણીમાં જોરદાર ફોર્મ બતાવી ચુકેલા સેહવાગ, કે યુવરાજને આરામ આપવાની જરૂર હતી. ત્રણેય વન ડેમાં અગ્રક્રમ ૫, ૬,૭ રને અને ખોટી રીતે લેગબિફોર અપાયેલ તેંડુલકરને બેટંિગનો ટચ મેળવવા જરૂર રાખી શકાય તેમ હતું. ઝાહિરખાનની જેમ ઇશાંત શર્માને પણ બહાર રાખીને બાલાજીને રમાડાયો હોત તો તેનો છેક શ્રીલંકા સુધીનો ફેરો સફળ થાત. હવે તેને શક્ય છે આખરી વન ડેમાં પુરતી જ તક મળે.

પ્રજ્ઞાન ઓઝાએ ત્રીજી વન ડેમાં ચાર વિકેટ ઝડપીને તેની ક્ષમતા પુરવાર કરી દીધી છે. બાકીની બે વન ડે રવીન્દ્ર જાડેજાને તક મળી હોત તો આગામી ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે તેનો આત્મવિશ્વાસ વઘ્યો છે. હવે જાડેજા, બાલાજીને એકાદ વન ડે રમવા મળશે.કેપ્ટન તરીકે ધોની યુવા ખેલાડીઓને અન્યાય કરતા પોતે જ વન ડાઉન બેટંિગ માટે ઉતર્યો હતો. ધોની તો ત્રણેય વન ડેમાં ઉત્કૃષ્ટ બેટંિગ કરી ચુક્યો છે. ખરેખર રોહિત શર્મા, રૈના, ઇરફાન પઠાણને વઘુ ને વઘુ બેટંિગ કરવા મળે તેવી તેની યોજના હોવી જોઇએ. ત્રીજા ક્રમે રૈના કે રોહિત શર્માને બેટંિગમાં મોકલ્યા હોત તો ધોની માટે બધાનો આદર હજુ વઘ્યો હોત.

આ તમામ બેટ્‌સમેનો ભરપુર ટેલેન્ટ ધરાવે છે. તેમના થકી પણ ભારત મોટો સ્કોર ખડો કરી જ શક્યું હોત. યુવરાજ બોલ રમીને અને યુસુફ પઠાણ પહેલા જ બોલે આઉટ થતા રૈના અને શર્માને બેટંિગ મળી હતી. બાકી તેઓને આટલું રમવા પણ ન મળ્યું હોત. ધોની આઉટ થયો ત્યારે તો સ્કોર ૩૩.૩ ઓવરોમાં ૨૦૨ હતો છતાં તેણે આશ્ચર્ય વચ્ચે યુવરાજ અને યુસુફને જ મોકલ્યા હતા. શું તે રૈના, રોહિત શર્મા, ઇરફાનને બેટંિગ પ્રેક્ટિસ મળે જ નહીં તેમ ઇચ્છતો હતો. ધોની તો મહત્ત્વની મેચોમાં પણ પાંચમા કે છઠ્ઠા ક્રમે રમવા આવે છે. આજે શ્રેણી વિજય પછી પણ ત્રીજા ક્રમે કેમ આવ્યો તે લોજીક સમજાય તેમ નથી.

Copyright   © Gujarat Samachar