home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રમત ગમત >

પીટરસન ધોનીને પાછળ પાડી સૌથી મોંઘો ખેલાડી બનશે
આઇપીએલમાં આજે ૪૨ ખેલાડીઓ માટેની નિલામીઃમાઇકલ ક્લાર્ક રેસમાંથી બહાર

પણજી,તા.૫

ક્રિકેટ ઇતિહાસમાં નવી ક્રાંતિ આણનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની બીજી સિઝન માટે આવતીકાલે ૪૨ વિદેશી ખેલાડીઓની નિલામી કરવામાં આવશે. ક્રિકેટરોને કરોડો કમાવી આપતી આઇપીએલની બીજી નિલામીમાં બધાની નજર પીટરસન અને ફિ્‌લન્ટોફ પર રહેશે. નિલામીના એક દિવસ પહેલા જ ઓસ્ટ્રેલિયાનો વાઇસ કેપ્ટન માઇકલ ક્લાર્ક રેસમાંથી ખસી જતા અનેક તર્ક-વિતર્કો શરુ થયા છે.

૫૦ માંથી ૧૭ ખેલાડીઓ પર મદાર રહેશે ઃપાકિસ્તાનના છ ખેલાડીઓને આઇપીએલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરાયા

પાકિસ્તાનના છ ખેલાડીઓને આઇપીએલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરાયા હતા જેમાં અખ્તર,યુનુસ,મલિકનો સમાવેશ થાય છે.ગોવામાં યોજાનારી આઇપીએલ ક્રિકેટરોની બીજી નિલામીમાં ઇંગ્લેન્ડનો કેપ્ટન પીટરસન ધોનીને પાછળ પાડીને લીગનો સૌથી મોંઘો ક્રિકેટર બની જાય તેવી શક્યતા છે. આઇપીએલે પીટરસનની બેઝ પ્રાઇઝ ૧૩ લાખ ૫૦ હજાર ડોલર નક્કી કરી છે.

ફ્રેન્ચાઇઝીઓમાં પણ પીટરસન જેવા આક્રમક સ્ટાર બેટ્‌સમેનને કરારબઘ્ધ કરવા માટે જબરદસ્ત હોડ લાગી છે. પીટરસન પછી બીજા ક્રમે અત્યાર સુધી માઇકલ ક્લાર્કને સ્થાન મળ્યુ હતુ.

માઇકલ ક્લાર્કની બેઝપ્રાઇઝ દસ લાખ ડોલર નક્કી કરવામાં આવી હતી. જો કે માઇકલ ક્લાર્કે વ્યસ્ત આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું બહાનું આગળ ધરીને નિલામીના એક દિવસ પહેલા જ પોતાનું નામ પાછું ખેંચી લીઘુ હતુ.

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ફિ્‌લન્ટોફની બેઝ પ્રાઇઝ ૯ લાખ ૫૦ હજાર ડોલર નક્કી કરવામાં આવી છે પણ તેના માટે ૧૦ લાખ ડોલરથી વઘુની બોલી બોલાય તેવી શક્યતા છે.

આઇપીએલમાં ખેલાડીઓની બેઝ પ્રાઇઝ

ઇંગ્લેન્ડ

પીટરસન૧૩.૫૦ લાખ ડોલર
ફિ્‌લન્ટોફ૯.૫૦ લાખ ડોલર
એલ.રાઇટ૧.૫૦ લાખ ડોલર
ઓવેશ શાહ૧.૫૦ લાખ ડોલર
કોલીંગવુડ૨.૫૦ લાખ ડોલર
બોપારા૧.૫૦ લાખ ડોલર
સમિત પટેલએક લાખ ડોલર

ઓસ્ટ્રેલિયા

એ.બર્ડ૪૫ હજાર ડોલર
બી.ગિવેસ૪૫ હજાર ડોલર
બી.મેક્ગેઇન૫૦ હજાર ડોલર
હેરિસ૫૦ હજાર ડોલર
થોર્નેલી૫૦ હજાર ડોલર
જી.બેઇલી૫૦ હજાર ડોલર
જ.મોસ૫૦ હજાર ડોલર
એમ.ડીગ્ટોન૮૫ હજાર ડોલર
એમ.હીલ૫૦ હજાર ડોલર
જેક્સ૧ લાખ ડોલર
હારવુડ૭૫ હજાર ડોલર
ટૈટ૨.૫૦ લાખ ડોલર
એસ.સ્મિથ૭૫ હજાર ડોલર
એસ.ક્લાર્ક૨.૫૦ લાખ ડોલર

સાઉથ આફ્રિકા

ડુમિની૩ લાખ ડોલર
જી.બોદી૧ લાખ ડોલર
વાન વિક૧ લાખ ડોલર
હેન્ડેર્સન૧ લાખ ડોલર
અબ્દુલ્લા૨૫ હજાર ડોલર

ન્યુઝીલેન્ડ

ફ્રેન્કલીન૫૦ હજાર ડોલર
રાયડેર૧ લાખ ડોલર
મિલ્સ૧.૫૦ લાખ ડોલર

શ્રીલંકા

કાપુગેડેરા૧.૫૦ લાખ ડોલર
વિરરત્ને૫૦ હજાર ડોલર
કુલાસેકરા૧ લાખ ડોલર
તુષારા૧ લાખ ડોલર

વેસ્ટ ઇન્ડિઝ

એડવર્ડઝ૧.૫૦ લાખ ડોલર
રોચ૫૦ હજાર ડોલર
પોલાર્ડ૬૦ હજાર ડોલર
સ્મિથ-ટેલરહજુ અનિશ્ચિત

બાંગ્લાદેશ

મોર્તઝા૫૦ હજાર ડોલર
અશરફુલ૭૫ હજાર ડોલર
શકીબ૭૫ હજાર ડોલર
તમીમ૫૦ હજાર ડોલર
Copyright   © Gujarat Samachar