| ર્લ્લસી
ઁચયી
> Picture gallery |
| |
| મેન ઓફ ધ મેચ ગંભીરે
જબરદસ્ત બેટીંગ પ્રદર્શન કરતાં શ્રીલંકા સામેની ચોથી વન ડેમાં ૧૫૦ રન ફટકાર્યા હતા. ભારતે
આજે શ્રીલંકાને સતત ચોથી વન ડેમાં પરાજય આપીને વિજયી સરસાઈ ૪-૦થી નોંધાવી લીધી
છે. ભારતના પાંચ વિકેટે ૩૩૨ રનના જવાબમાં શ્રીલંકા ૪૮ ઓવરમાં ૨૬૫માં ખખડ્યું હતું.
ભારતે ચોથી વન-ડે ૬૭ રને જીતી લીધી હતી. હવે ભારત હતાશ શ્રીલંકાને આખરી વન ડેમાં પણ
હરાવીને વ્હાઇટવોશ હાર આપવાનું ઘ્યેય રાખશે. કેપ્ટન ધોની આજના વિજય સાથે ભારતના
ક્રિકેટ ઇતિહાસનો પ્રથમ કેપ્ટન બન્યો છે જેની ટીમ સતત નવ વન ડે જીતી હોય. ભારતે ઇંગ્લેન્ડને
૫-૦થી હરાવ્યા પછી હાલની શ્રેણીની ચારેય મેચ જીતી છે. ભારત તરફથી અગાઉ ગાવાસ્કરની અને
ગાંગુલીની કેપ્ટનસી હેઠળની ટીમે સળંગ આઠ-આઠ વિજય મેળવ્યા હતા. |
| |
| ભારત સ્કાઉટસ
એન્ડ ગાઈડસના જમ્બોરી-૨૦૦૯ના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ કાર્યક્રમમાં
ગુરૂવારે સમગ્ર ભારતના કેડેટોની સાંસ્કૃતિક પરેડ યોજાઈ હતી. આ પરેડના પેજન્ટ શોમાં
દરેક રાજયના સ્કાઉટસ અને ગાઈડસે પોત પોતાના રાજયોની આગવી પરંપરા પ્રમાણે મુખ્ય ગ્રાઉન્ડમાં
પરેડ કાઢી હતી. આમાં સૌથી વઘુ આકર્ષક ઓરિસ્સાનું ગુ્રપ હતું. ઓરિસ્સાના કેડેટોએ
ભગવાન જગન્નાથજીના વિશાળ રથ સાથે પરેડ યોજી હતી અને સૌનું ઘ્યાન ખેંચ્યું હતું. અત્રે
ઉલ્લેખનીય છે કે પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથજીની વિશાળ રથયાત્રા નીકળે છે. રસપ્રદ વાત
એ છે કે આ રથ કેડેરોએ પોતે બનાવ્યા હતા. સાંસ્કૃતિક પરેડમાં આ ૨૦ ફુટ ઉંચા રથે
ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ જમ્બોરીમાં સમગ્ર દેશના ૨૯ રાજયોના કેડેટોઓએ ભાગ
લીધો હતો. (તસવીર ઃ ગૌતમ મહેતા) |
|
|
| ચીનમાં રોજગારી
માટે બેકારોનો અભૂતપૂર્વ ધસારો - આર્થિક મંદીના કારણે સમગ્ર વિશ્વમાં બેરોજગારીની
સમસ્યા વઘુ તીવ્ર બની છે. વિકસતા અર્થતંત્ર ચીન અને ભારત પણ તેમાંથી બાકાત નથી. આ તસવીર
ચીનની રાજધાની બેઇજિંગની છે, જ્યાં યોજાયેલા નોકરી મેળામાં હજારોની સંખ્યામાં બેરોજગારોએ
નોકરી મેળવવા જાણે આક્રમણ કર્યું હતું. મધમાખીઓનું ઝુંડ હોય તેમ એક- એક બોક્સ સામે
હજારો બેરોજગાર યુવાનોએ લાઇનો લગાવી હતી. ટેકસટાઇલ્સ, રમકડાના વૈશ્વિક બજારમાં ચાઇનીઝ
માલસામાનનું વેચાણ તળિયે પહોંચ્યું છે. સરકારના દાવા અનુસાર બે કરોડ માઇગ્રેન્ટ કામદારોએ
તેમની નોકરી ગુમાવી છે. |
| |
| ફિલાડેલ્ફિયાનાં
પ્રાણી સંગ્રહાલય ખાતે બે ‘અમુર’ વાઘ બરફમાં રમી રહ્યાં છે. અહીં મૌસમને લગતો એક કાર્યક્રમ
યોજાયો હતો જેમાં તેમણે ભારે આકર્ષણ જન્માવ્યું હતું. |
| |
ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન પીટરસને
વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં મુશ્કેલીમાં મુકાયેલી ટીમને ઉગારતાં શાનદાર ૯૭ રન ફટકાર્યા
હતા. માત્ર ત્રણ રન માટે સદી ચુકી ગયાનો અફસોસ પીટરસનના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. |
| |
દક્ષિણ કોરિયામાં સ્નાતકની પદવી મેળવવાની
ઉજાણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓ એક બીજા પર લોટ અને કયારેક ઈંડા ફેંકીને આનંદ વ્યકત કરે
છે. તસ્વીરમાં અહીંની એક શાળાની વિદ્યાર્થીનીઓ આવી જ ઉજાણી બાદ એક બીજા પરથી લોટ દૂર
કરતી નજરે પડે છે. |
|
| |