સંક્ષિપ્ત
સમાચાર
અડવાણીને
વેબસાઇટ પર મોતની ધમકી
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી, તા. ૫
વિરોધ પક્ષ
ભાજપના નેતા. એલ. કે. અડવાણીએ કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કેે તેમની વેબસાઇટ પર
પાકિસ્તાની આતંકવાદી સંગઠને મોતની ધમકી આપી હતી.
અડવાણીની
નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, અડવાણી પોતાને મળેલી મોતની ધમકીની માહિતી
કેન્દ્ર સરકાર, ગૃહમંત્રાલય અને ગુપ્તચર તંત્રને આપી હતી અને હવે તેમણે સલામતીના પગલા
લેવાના છે.
ગઈકાલે અડવાણીની વેબસાઇટ પર
હરકત ઉલ મુઝાહીદીને મોતની ધમકી આપી હતી જેમાં જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજીના
હથિયારો વડે અગ્રણી નેતાઓને સરળતાથી લક્ષ્ય બનાવી શકાશે. આ અંગે કેન્દ્ર સરકારે અડવાણીને
કોઈ જ પ્રત્યુત્તર નહી આપ્યાનું જણાવ્યું હતું.
યુક્રેનનું
જહાજ ચાંચિયાઓએ મુક્ત કર્યું
(પી.ટી.આઇ.)
ક્વિ, તા. ૫
સોમાલિયાના દરિયાકાંઠા
નજીક ચાંચિયાઓએ યુક્રેનના તોપ અને શસ્ત્રો ભરેલા જહાજનું અપહરણ કર્યું હતું. યુક્રેનના
પ્રમુખે આજે જાહેરાત કરી હતી કે, તે જહાજ ચાંચિયાઓએ મુક્ત કર્યું હતું.
યુક્રેનના
પ્રમુખની યાદીમાં જણાવ્યા મુજબ યુક્રેનના ખાસ ઓપરેશન દ્વારા જહાજની મુક્તિ થઈ હતી.
જહાજને છોડાવવા માટે બાનની કંિમતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. હાલમાં જહાજ
અમેરિકી સેનાની દેખરેખ હેઠળ છે અને મોમ્બાસા તરફ પ્રવાસ કરી રહ્યું છે, કેટલાક
ચાંચિયાઓ આ જહાજમાં જ હોવાનું પણ જણાવ્યું હતું. ચાંચિયાના સરદારે તેમની
મુક્તિની માગણી કરી હતી. જહાજના માલિકે જણાવ્યું હતું કે, ચાંચિયાઓને ગઈકાલે ખંડણીની
રકમ ચૂકવવામાં આવી હતી.
સ્વીડનના ઇઝરાયેલી
રાજદૂત પર પણ જૂતું ફેંકાયું
(પી.ટી.આઇ.)
જેરૂસલેમ, તા. ૫
વિરોધ પ્રગટ કરવા
માટે નેતાઓ પર જૂતા ફેંકવાનું ચલણ વધી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ બુશ અને ચીનના
વડાપ્રધાન જીઆબાઓ તેનો ભોગ બન્યા બાદ હવે સ્વીડન ખાતેના ઇઝરાયેલી રાજદૂત
બેની ડેઝાન પર પણ એક પુરુષ અને મહિલાએ જૂતું અને પુસ્તક ફેંક્યાની ઘટના બની હતી.
ઇઝરાયેલી
રાજદૂત સ્ટોકહોમની એક યુનિવર્સિટીના સમારંભમાં પ્રવચન આપી રહ્યા હતા ત્યારે એક
૩૫ વર્ષીય પુરુષ અને ૨૫ વર્ષીય યુવતીએ જૂતું અને પુસ્તક ફેંક્યા હતા. બંને જણા ગાઝાપટ્ટી
પર થયેલા હુમલાને કારણે આક્રોશ પામ્યા હતા અને ઇઝરાયેલી રાજદૂત તેનો ભોગ બન્યા
હતા.
હોલબુ્રક આવતા સપ્તાહે ભારત આવશે
(પીટીઆઇ)
વોશંિગ્ટન, તા. ૫
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન
માટે ખાસ નિમવામાં આવેલા અમેરિકી રાજદૂત રિચાર્ડ હોલબુ્રક આવતા સપ્તાહે ભારતની
મુલાકાત લઇ કાબુલ મુદ્દે ભારત સરકારના દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરશે.
ભારત,
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મુલાકાત લઇ રહેલા આ ખાસ રાજદૂત પાક-અફઘાન સમસ્યાનાન
નિરાકરણ માટે ત્રણે દેશના અગ્રણી નેતાઓ સાથે ચર્ચા કરશે. જોકે કાશ્મીર સમસ્યા તેમના
એજન્ડામાં નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી.
હોલબુ્રકની
ત્રણે દેસોની મુલાકાત અમેરિકી પ્રમુખનો સંદેશો આપવા માટે કે પ્રવચન આપવા
માટે નહીં પરંતુ ત્રણે દેશોની રજુઆત સાંભળવા માટેની છે તેમ તેના પ્રવકતાએ જણાવ્યું
હતું.
ઉ.પ્ર. પોલીસે છ વર્ષની બાળાને
માર માર્યો
(પીટીઆઇ) ઈટાવા, તા.
૫
સ્થાનિક પોલીસમાં એક છ વર્ષની બાળા
પર ચોરી કરવાના આરોપ હેઠળ થયેલી ફરિયાદ રદ કરીને પોલીસે ફરિયાદ
કરનાર મહિલા પર ખોટી ફરિયાદ નોંધાવ્યા બદલ કેસ કર્યો હતો.
અંજુ
કથેરિયા નામની મહિલાએ છ વર્ષીય કોમલ પર ચોરીની ફરિયાદ કરી હતી. તપાસને અંતે
તે ફરિયાદ ખોટી સાબિત થઇ હતી. બાબાએ રૂપિયા ૨૮૦ ચોર્યાની ફરિયાદ સાથે
તેને જશવંતપુર પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો
હતો. જેને કારણે વિવાદ થતાં સ્થાનિક પીએસઆઇ અને એક અન્ય અધિકારીને સસ્પેન્ડ
કરવામાં આવ્યાં હતાં અને ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરાઇ હતી.
પાક.માં
શિયા મસ્જીદમાં વિસ્ફોટ ઃ ૮નાં મોત
(પી.ટી.આઈ.)
ઇસ્લામાબાદ, તા. ૫
પાકિસ્તાનના પંજાબ
પ્રાંતના ડેરા ગાઝી ખાતે શિયા મુસ્લિમોની વસ્તી ધરાવતાં વિસ્તારમાં આવેલી મસ્જીદ
નજીક થયેલા બોંબ વિસ્ફોટમાં ૮ જણાનાં મોત થયાં હતાં અને ૩૦ ઘાયલ થયાં હતાં. સ્થાનિક
સુત્રોના જણાવ્યા મુજબ મસ્જીદ નજીક એક ધાર્મિક સરઘસ પસાર થયું ત્યારે આ વિસ્ફોટ
થયો હતો. પોલીસ તંત્રના જણાવ્યા મુજબ આ હુમલો ભાગલાવાદી તત્વોએ કર્યો હતો.
આ વિસ્ફોટની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. સ્થાનિક શિયા સંસ્થાના જણાવ્યા
મુજબ તેમણે પોલીસને આપેલી માહિતીમાં હુમલો ત્રાસવાદી હોવાની શંકા વ્યકત કરી
હતી. ફરિયાદ બાદ પણ પોલીસે કોઇ જ સલામતીના પગલાં લીધા નહોતાં.
લેખાનુદાનમાં
નીતિ અંગે જાહેરાત થઈ શકે
(પી.ટી.આઈ.)
નવી દિલ્હી, તા. ૫
કેન્દ્ર સરકારે આજે
જણાવ્યું હતું કે અર્થતંત્રને વેગીલું બનાવવા માટે લેખાનુદાનમાં નિતી વિષયક જાહેરાત
કરવામાં કોઈ બંધારણીય અવરોધ નથી પરંતુ આ સરકાર કઈ જાહેરાતો કરશે તેની
સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગૃહ મંત્રી પી.
ચિદમ્બરમે પત્રકારોને જણાવ્યું હતું કે લેખાનુદાનના સત્રમાં નાણા મંત્રી તરીકે
પ્રણવ મુખરજી હાજર રહેશે. પણ તેઓ શું કરશે તેની તેમને ખબર નથી. બીજી સ્ટીમ્યુલ્સ પેકેજ
જાહેર થશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ફેબુ્રઆરી સુધી
રાહ જુઓ કદાચ એક પેકેજ જાહેર પણ થાય.
કર
માળખાના ફેરફારો અંગેના પ્રશ્નના જવાબમાં પણ તેમણે ફેબુ્રઆરીની ૧૬મી સુધી રાહ જોવાનું
કહ્યું હતું અને ઉમેર્યું હતું કે કશું જ અશકય નથી. ફુગાવાના દર ૫.૦૭ ટકા જેટલો
નીચો ગયા અંગે તેમણે ખુશી વ્યકત કરી હતી.
કાશ્મીરમાં
નવેસરથી હિમવર્ષા અને વરસાદથી ઠંડીમાં વધારો
(પી.ટી.આઇ.)
નવી દિલ્હી, તા. ૫
જમ્મુ અને કાશ્મીરમાં
હિમાપાત અને વરસાદના કારણે રાજ્યમાં દિવસના તાપમાનમાં ઘટાડો નોંધાયો
છે જો કે ઉત્તરના મેદાની પ્રદેશોમાં તાપમાનમાં ૧ ડિગ્રીનો વધારો
જોવા મળ્યો હતો. હિમાચલ પ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
હવામાન
ખાતાના જણાવ્યા પ્રમાણે કાશ્મીર ખીણની આસપાસની પર્વતમાળા, પર્યટન સ્થળો સોનમર્ગ- ગુલમર્ગ,
પહલગામ- શ્રીનગરમાં ભારે હિમવર્ષા થઈ હતી. જવાહર ટનલની આસપાસ વરસાદ અને હિમવર્ષા
થતાં જમ્મુ- શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. શ્રીનગર-
લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના સોનમર્ગ ખાતે ૪ ફૂટ જેટલી બરફવર્ષા થઈ છે અને ગુલમર્ગમાં
પણ આવી જ સ્થિતિ છે. જ્યારે પહલગામમાં ૧ ફૂટ જેટલી બરફની ચાદર છવાઈ ગઈ છે.
વરસાદ
અને હિમપાતના કારણે આ વિસ્તારોમાં તાપમાનનો પારો પણ નીચે આવ્યો હતો. ગઇકાલના
૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સામે આજે શ્રીનગરનું તાપમાન ૭.૬ ડિગ્રી નોંધાયું
હતું. જમ્મુમાં પણ તાપમાનમાં ૫.૭ ડિગ્રીનો ઘટાડો થતા પારો ૧૯.૯ ડિગ્રીએ પહોંચ્યો
હતો.
આ ઉપરાંત કાઝિગંદમાં ૬.૩,
પહલગામમાં ૩, કુપવારામાં ૧.૭ અને કાર્કેનાગમાં ૯.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જો કે શ્રીનગરમાં રાત્રિનું તાપમાન ૩.૪ ડિગ્રી રહ્યું હતું જે ગઈકાલ કરતાં ૩ ડિગ્રી વધારે
હતું. લાહઅલ સ્થિતિના કોલોન્ગમાં લધુત્તમ તાપમાન -૭ ડિગ્રી જ્યારે કિન્નુર જીલ્લાના
કલ્યા ખાતે -૩.૬ ડિગ્રી નોંધાયું હતું. ઠંડા પવનોના કારણે હિમાચલ પ્રદેશમાં
પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
રાવણ-સીતા
નૃત્યના મુદ્દે હરભજનને કોર્ટની નોટિસ
(પીટીઆઈ)
ચંદીગઢ, તા. ૫
એક ટેલિવિઝન રીયાલીટી
કાર્યક્રમમાં રાવણ-સીતા નૃત્યનાટક બદલ માફી માંગ્યાના ત્રણ મહિના પછી પણ આ મુદ્દાએ
ક્રિકેટર હરભજન સંિહનો કેડો મૂક્યો નથી. ચંદીગઢની એક સ્થાનિક અદાલતે શિખોની
લાગણી દુભાવવા બદલ હરભજન સામે સમન્સ દાખલ કર્યો છે.
આ
સમન્સ ફર્સ્ટક્લાસ જ્યુડિશ્યિલ મેજીસ્ટ્રેટ રજનીશે હરભજન, અભિનેત્રી મોનાસંિહ અને સંલગ્ન મનોરંજન
ચેનલ સામે એક સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર અને વકીલ અરવંિદ ઠાકુર તેમજ વિશ્વ હંિદુ
પરિષદના પ્રવક્તા વિજયસંિહે દાખલ કરેલી અરજીના આધારે દાખલ કર્યા
છે. તેમણે એવી દલીલ કરી હતી કે આ ત્રણેય પક્ષોએ રાવણ-સીતા નૃત્ય નાટક દ્વારા
લોકોની ધાર્મિક લાગણી દુભાવી છે. તેમણે એવો આરોપ પણ મુક્યો હતો કે
હરભજન, મોનાસંિહ અને મનોરંજન ચેનલે આઈપીસીના ધારા ૨૯૮ (ધાર્મિક લાગણી
દુભાવવી) અને કલમ ૧૨૦-બી (ષડયંત્ર) અંતર્ગત અપરાધ કર્યો છે. આ ટીવી કાર્યક્રમ
રજુ કરાયાના થોડા જ સમયબાદ અકાલ તખ્તે હરભજનને માફી માંગવા જણાવ્યું હતું. તેણે
જણાવ્યું હતું કે કપાળમાં તિલક કરીને રાવણના વેશમાં એક મહિલા સાથે જાહેરમાં નૃત્ય કરવું
એ ખરેખર ઘૃણાસ્પદ કૃત્ય હતું અને શિખ સમુદાય આ ઘટનાને સાંખી લેશે નહીં.
અકાલ
તખ્તના આવા કડક વલણબાદ હરભજને તુરંત જ માફી માગી હતી અને આવી ઘટના ભવિષ્યમાં
ફરીથી નહીં ઘટે તેની ખાતરી પણ આપી હતી. જો કે અરવંિદ ઠાકુરે જણાવ્યું હતું કે
હરભજને માફી માંગવા માટે અદાલતમાં આવવાનું ટાળ્યું હોવાથી તેની સામેનો આ
મુદ્દો હજુ પુરો થયો નથી.
બચ્ચન પરિવારે
અભિષેકનો ૩૩મો જન્મદિન ન્યુયોર્કમાં ઉજવ્યો
(પી.ટી.આઇ.)
મુંબઇ, તા.૫
અભિનેતા અભિષેક બચ્ચને પોતાની
૩૩મી વર્ષગાંઠ આજે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં પોતાના પરિવાર સાથે ઉજવી હતી.
મઘ્ય
પ્રદેશના જંગલોમાં મણિરત્નમની ફિલ્મ ‘રાવણ’નું શૂટંિગ આટોપી અભિષેક પોતાની
પત્ની ઐશ્વર્યા રાય સાથે ઐશ્વર્યા અભિનીત અંગ્રેજી ફિલ્મ ‘પંિક પેન્થર-૨’ના પ્રિમિયર માટે
ન્યુયોર્ક ગયો હતો. દરમિયાન અભિષેકના પિતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને માતા
જયા બચ્ચન દાવોસ અને લંડનમાં હતાં તે પણ અભિષેકના જન્મદિનની ઉજવણી માટે
ન્યુયોર્ક પહોંચ્યાં હતાં.
અભિષેક હાલમાં
તેની ફિલ્મ ‘દિલ્હી-૬’ રજૂ થાય તેની રાહંમાં છે, તેને આશા છે કે, રાકેશ
ઓમપ્રકાશ મેહરા દિગ્દર્શિત આ ફિલ્મ સફળ રહેશે. વીસમી ફેબુ્રઆરીના આ ફિલ્મ
રજૂ થવાની છે.
અભિષેક અભિનીત છેલ્લી
ફિલ્મ ‘દોસ્તાના’ ઠીક ઠીક ચાલી હતી, ફિલ્મ સમિક્ષકોએ આ ફિલ્મમાં તેના અભિનયને
તેનો સૌથી સારો અભિનય ગણાવ્યો હતો.
વર્ષ
૨૦૦૦માં જેપી દત્તાની ‘રેફ્યુઝી’ ફિલ્મથી કરિના કપૂર સાથે પોતાની અભિનયની
કારકિર્દી શરૂ કરનારા અભિષેકની આ ફિલ્મ નિષ્ફળફ રહી હતી અને ત્યારબાદ અભિષેક
અભિનીત લાગલગાટ ૧૬ ફિલ્મ પણ ધબાય નમઃ થઇ ગઇ હતી.
આખરે
મણિરત્નમની ફિલ્મ ‘યુવા’માં તેણે કરેલી નકારાત્મક ભૂમિકા વખણાઇ હતી અને બાદમાં
આવેલી ફિલ્મ ‘બન્ટી ઔર બબ્લી’થી તેને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો.
વર્ષ ૨૦૦૭માં અભિષેકે ઐશ્વર્યારાય સાથે લગ્ન કર્યા હતાં.
અભિ-એશની
જોડીવાળી અગાઉની બે ફિલ્મ ‘ઢાઇ અક્ષર પ્રેમ કે’ અને ‘કુછના કહો’ નિષ્ફળ રહી
હતી પણ લગ્ન બાદની મણિરત્નમની ફિલ્મ ‘ગુરૂ’ ખૂબ સફળ રહી હતી. હવે બંને ‘રાવણ’માં
સાથે દેખાશે.
ત્રાસવાદીઓ
માટે અલગ જેલ સ્થાપવાની સુપ્રીમની તરફેણ
(પીટીઆઇ)
નવી દિલ્હી, તા. ૫
કેદીઓથી
છલોછલ ભરેલી જેલોમાં સલામતિની ચંિતા દૂર કરવાના હેતુથી સુપ્રીમ કોર્ટે દરેક
રાજ્યોમાં આતંકવાદીઓ માટે અલગ જેલો ઊભી કરવા અંગેના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી
છે.
દેશના મુખ્ય ન્યાયાધીશ કે
જી બાલાકૃષ્ણન અને ન્યાયાધીશ પી સથાશિવમને સમાતી ખંડપીઠે જણાવ્યું હતું કે દેશના
દરેક રાજ્યોમાં આતંકવાદીઓ માટે અલગ જેલો હોવી જોઇએ. જેલમાંથી નાસી
છૂટવામાં આતંકવાદીઓને જેલના કર્મચારીઓની મદદ મળે છે તેવા આરોપના
જવાબમાં ખંડપીઠે આમ જણાવ્યું હતું. જોકે દેશભરની જેલોની કામગીરીની દેખરેખની
કેન્દ્ર સરકાર પાસે સત્તા હોવી જોઇએ તેવી ભલામણ અંગે અદાલતે સહમતી દર્શાવી
નહોતી. ખંડપીઠે જણાવ્યું હતું કે જે તે જેલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર
દેખરેખ રાખવાની જવાબદારી સંલગ્ન રાજ્યની છે.
આ
અગાઉ વકીલ ડી કે ગર્ગે જણાવ્યું હતું કે ૨૬મી નવેમ્બરના રોજ મુંબઇમાં થયેલા આતંકવાદી
હુમલાઓ બાદ કેન્દ્ર સરકારે આતંકવાદ સામે લડવા માટે એક વિશેષ કેન્દ્રીય દળ
રચવાનો નિર્ણય કર્યો છે અને આ સાથે આતંકવાદીઓ માટે અલગ જેલ ઊભી કરવી જોઇએ
તેવું પણ સરકાર માને છે.
ખંડપીઠે આતંકવાદીઓ
માટે અલગ જેલો ઊભી કરવા અંગે સહમતિ દર્શાવતા વકીલે જણાવ્યું હતું કે જેલમાં આતંકવાદીઓની
સંખ્યા પ્રમાણમાં ઓછી નવી જેલો ઊભી થાય તો તેનો હેતુ પાર પડશે.
ખંડપીઠે
વઘુમાં જણાવ્યું હતું કે સૌથી મોટી મુશ્કેલી એ છે કે દરેક રાજ્યોની જેલોમાં
તેની ક્ષમતા કરતાં વધારે કેદીઓને રાખવામાં આવ્યા છે અને જ્યાં સુધી
આ સંદર્ભે કોઇ પગલાં નહીં ભરાય ત્યાં સુધી સ્થિતિમાં સુધારો આવશે
નહીં.