home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

શ્રીરામ સેનેનો ફતવોઃ વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રેમની અભિવ્યક્તિ કરનારાં છોકરા-છોકરીઓને પરણાવી દેવાશે

(પી.ટી.આઇ.) બેંગ્લોર, તા.૫

મેંગ્લોરના પબ પર હુમલો કરનારી ‘શ્રીરામ સેને’ વિશેનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં એ જ સંસ્થાએ વેલેન્ટાઇન ડે નિમિત્તે નવી ધમકી જારી કરી છે. પબ પર હુમલાના કેસમાં જામીન પર છૂટેલા ‘શ્રીરામ સેને’ના સ્થાપક પ્રમોદ મુતાલિકે કહ્યું છે કે તેમના કાર્યકરો વેલેન્ટાઇન ડેની ઉજવણીના વિરોધમાં હોટેલ, હોસ્ટેલ અને કોલેજ સહિત સર્વત્ર વિરોધ પ્રદર્શન કરશે. એ દરમિયાન જે લોકો ડેટંિગ કરતા કે પ્રેમની અભિવ્યક્તિ કરતા ઝડપાશે તેમને એકબીજા સાથે પરાણે પરણાવી દેવામાં આવશે.

કંકુ અને મંગળસૂત્રથી સજ્જ એક-એક ગોર લઇને શ્રીરામ સેનેની પાંચ ટુકડીઓ બેંગલોરમાં ફરશે

તેમણે કહ્યું કે ‘શ્રીરામ સેને’ કર્ણાટક સરકારને વેલેન્ટાઇન ડેની ઉજવણી પર પ્રતિબંધ મુકવા વિનંતી કરશે. એ હેતુથી એક આવેદનપત્ર ગવર્નર, મુખ્ય મંત્રી અને ગૃહમંત્રીને સુપ્રત કરવામાં આવશે. કાર્યકરો કાયદો પોતાના હાથમાં લેશે નહીં એવી ચોખવટ પણ કરવામાં આવી છે.

‘શ્રીરામ સેને’ દ્વારા પાંચ ટુકડીઓ રચવામાં આવી છે. તે છૂપા કેમેરા સાથે ૧૪ ફેબુ્રઆરીના રોજ શહેરમાં ફરશે. દરેક ટુકડી સાથે એક ગોર પણ હશે, જે કંકુ અને મંગળસુત્રથી સજ્જ હશે. તેમનાં લગ્ન રજિસ્ટર કરાવી દેવાની ધમકી પણ મુતાલકે આપી છે.

શ્રીરામ સેને સામે પગલાં લેવાની માગણી કરનાર કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરી પર પ્રહાર કરતાં મુતાલિકે કહ્યું હતું કે મહાનગરોમાં મહિલાઓ પર બળાત્કાર કે બીજા અત્યાચારના બનાવો બને છે ત્યારે મંત્રી કેમ કંઇ બોલતાં નથી?

પોતાની સંસ્થાની કામગીરી રાજકીય હેતુપ્રેરિત નહીં હોવાનું જણાવીને મુતાલિકે કહ્યંુ છે કે ‘આ દેશના નાગરિક તરીકે જે કંઇ પણ અભદ્ર થાય તેને અટકાવવાની મારી લોકશાહી ફરજ છે.’ સેનેના કાર્યકરો છેલ્લા દસ વર્ષથી વેલેન્ટાઇન ડેની ઉજવણી અટકાવવા માટે પ્રયત્નશીલ છે અને કર્ણાટકના પાંચ જિલ્લામાં તેમને સફળતા મળી છે, એવું મુતાલિકે જણાવ્યું હતું.

પોતાની પર ૫૩ કેસ હોવાનું ગૌરવભેર જણાવનાર મુતાલિકને એક પત્રકારે પૂછ્‌યું કે પુખ્ત વયનાં ન હોય એવાં છોકરા-છોકરીઓને શી રીતે પરણાવશો? ત્યારે મુતાલિકે જવાબ આપ્યો હતો કે તેમને અમેે કાઉન્સેલંિગ માટે પોલીસના હવાલે કરી દઇશું.

રેણુકા ચૌધરીએ કહ્યું હતું કે કુંવારા મુતાલિક પ્રેમમાં શું સમજે? તેના જવાબમાં મુતાલિકે કહ્યું કે ‘બ્રહ્મચારી છું એનો મતલબ એવો નથી કે હું પ્રેમમાં સમજતો નથી.’

Copyright   © Gujarat Samachar