રોયને
ટોચના પદ પર ગોઠવવા બદલ સરકારને ફટકાર મહારાષ્ટ્ર
પોલીસના વડા તરીકે રોયની નિમણૂક હાઇકોર્ટે રદ કરી(પી.ટી.આઇ.)
મુંબઇ, તા.૫ મહારાષ્ટ્રના પોલીસ
વડા તરીકે એ.એન. રોયને ટકાવી રાખવાના રાજ્ય સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે.
બોમ્બે હાઇકોર્ટે આજે રોયની આ પદ પરની નિમણૂંકને જ રદબાતલ કરી હતી.
આ સાથે જ હાઇકોર્ટે ચાર અઠવાડિયામાં નવા ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ)ની નિમણૂંક
કરવાનો મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો. આર.આર.
પાટિલે નિમણૂક વખતે ભેજુ જ નહોતું દોડાવ્યું ચાર અઠવાડિયામાં નવા ડીજીપી હાઇકોર્ટના
મુખ્ય ન્યાયમૂર્તિ સ્વાતંત્ર કુમાર અને એસ.એ. બોબડેની ડિવિઝન બેન્ચે ચુકાદામાં
જણાવ્યું હતું કે ડીજીપીની પોસ્ટ માટે રોયની પસંદગી મનસ્વી રીતે કરીને સમાનતાના
બંધારણીય સિઘ્ધાંતનું અને સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન
કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના ડીજીપી
તરીકે અનામી રોયની નિમણૂંકને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલે ગયા વર્ષે જ રદબાતલ
ઠેરવી હતી. ટ્રીબ્યુનલના આદેશને મહારાષ્ટ્ર સરકાર અને ખુદ રોયે હાઇકોર્ટમાં
પડકાર્યો હતો. આજે હાઇકોર્ટે પણ રોયની નિમણૂંકને રદ કરતો ચુકાદો આપ્યો
હતો. હાઇકોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી
કે આજના આદેશમાં એ.એન. રોય તેમ જ ટોચની પોસ્ટ મેળવવાની રેસમાં જે ઓફિસરો
છે તેમની પાત્રતા પ્રતિબંિબિત નથી થતી. રાજ્ય
સરકારે એ.એન.રોયને ડીજીપીની પોસ્ટ પર બેસાડયા ત્યારે કયા આધારે તેમની પસંદગી
કરવામાં આવી તેનું કારણ નહોતું જણાવ્યું. એ વખતના નાયબ મુખ્ય પ્રધાન આર.આર.
પાટિલે અપોઇન્ટમેન્ટની ફાઇલ ઉપર એવો શેરો માર્યો હતો કે કાયદો અને વ્યવસ્થાની
જાળવણી માટે રોયની નિમણૂંક થઇ છે. આ બાબત હાઇકોર્ટની બેન્ચે એવી ટકોર કરી હતી કે
નાયબ મુખ્ય પ્રધાન પાટિલે ભેજું દોડાવ્યા વિના જ રોયની નિમણૂંક કરી હોય
એવું લાગે છે. કારણ ત્રણ સિનિયર ઓફિસરોની ઉપરવટ જઇ રોયને આ પદ ઉપર ગોઠવવા
પાછળ કાયદો અને વ્યવસ્થાના રક્ષણનું કારણ આવી જ ન શકાય. એ.એન.
રોયની નિમણૂંક એસ.એસ. વિર્ક (૧૯૭૦ના આઇપીએલ બેચના) સુપ્રકાશ ચક્રવર્તી અને જેડી વિરકર
આ ત્રણેય સિનિયર ઓફિસરોની ઉપરવટ જઇને કરવામાં આવી હતી. આથી રોયની નિમણૂંકને
આ ઓફિસરોએ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલ (કેટ)માં પડકારી હતી. કેટ દ્વારા રોયની
નિમણૂંકને અયોગ્ય ગણાવવામાં આવી હતી. હાઇકોર્ટે
આજના ચુકાદામાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે રોયને ડીજીપી બનાવતી વખતે સુપ્રીમ કોર્ટની
ગાઇડ લાઇનનું પણ પાલન કરવામાં નહોતું આવ્યું. પ્રકાશસંિહના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ
નિર્દેશ આપ્યો હતો કે આ જાતની ટોચની પોસ્ટ ઉપર નિમણૂંક કરતા પહેલાં યુનિયન
પબ્લિક સર્વિસ કમિશને લાયક ઓફિસરોની એક પેનલ બનાવવી જોઇએ અને એમાંથી એકની પસંદગી
સરકારે કરવી જોઇએ. પરંતુ રોયની નિમણૂંક વખતે મહારાષ્ટ્ર સરકારે આ માર્ગદર્શિકાનું
પાલન નહોતું કર્યું. સરકારે કયા આધારે નિર્ણય લીધો કે પોલીસ વડાની પોસ્ટ
માટે એએન રોય જ સૌથી લાયક છે? ખોટી ઉતાવળ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વહીવટી ધારાધોરણને નેવે મૂકીને અને સમાનતાના બંધારણિય સિઘ્ધાંતનું
ઉલ્લંઘન કરીને મનસ્વી રીતે રોયને ટોચના પદ ઉપર ગોઠવી દેવામાં આવ્યાં હતાં.
સરકારી વકીલની વિનંતીને લીધે હાઇકોર્ટે
આજના ચુકાદાનો અમલ બે અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો હતો. જોકે ચાર અઠવાડિયામાં
નવા ડીજીપીની કોઇપણ હિસાબે નિમણૂંક કરી હોવાની સરકારને તાકીદ કરી હતી. |