home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

સોનામાં ૧૦ ગ્રામના ભાવ રૂ.૨૩૦ વધી રૂ.૧૪૨૦૦

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૫

ઝવેરી બજારોમાં તાજેતરના વિક્રમ ઉંચા ભાવથી પ્રત્યાઘાતી આંચકા આવ્યા પછી આજે બંને કંિમતી ધાતુઓમાં આંચકા પચાવી ભાવો ફરી ઉછળ્યા હતા. સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૂ.૧૩૯૭૦ વાળા આજે રૂ.૨૩૦ વધી મોડી સાંજે રૂ.૧૪૨૦૦ રહ્યા હતા. ચાંદીના ૯૯૯ના કિલોના ભાવો રૂ.૧૯૭૧૦ વાળા આજે રૂ.૪૪૦ ઉછળી મોડી સાંજે રૂ.૨૦૧૫૦ આસપાસ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૨૧થી ૨૨ ડોલર વધી ઔંશના છેલ્લે ૯૨૨ ડોલર રહ્યાના સમાચારો હતા.

બિસ્કિટમાં રૂ.૨૩૦૦ વઘ્યા ઃ ચાંદીના ભાવ રૂ.૨૦ હજારની સપાટી પાર કરી ગયા

વિશ્વ બજારમાં વિવિધ કારણોસર આજે અન્ય ચલણો સામે ડોલરના ભાવો ઘટતાં સોનામાં ફંડોની લાવલાવ વઘ્યાના સમાચારો હતા. શેરબજારો ઘટતા ંરોકાણકારો સોના તરફ વળી રહ્યા છે અને આગળ ઉપર વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૦૦૦ ડોલર થઈ જવાની શકયતા સૂત્રો બતાવી રહ્યા હતા, વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવો પણ ૧૨.૪૪ ડોલરવાળા વધીને ૧૨.૮૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર વધતાં અને મુંબઈમાં હાજર ભાવો કરતાં આયાત પડતરો નોંધપાત્ર ઉંચી રહેતાં કંિમતી ધાતુઓમાં નવી આવકો ટાંચી રહી હતી અને હાજરમાં ફરતા માલની અછત રહી હતી, મુંબઈમાં આવા સંજોગોમાં આજે નવી વેચવાલીના અભાવે સોના તથા ચાંદીના ભાવો ઉછળતા રહ્યા હતા. જો કે ઉંચા ભાવોએ નવી માંગ ધીમી રહેતાં વેપારો પાંખા રહ્યા હતા. મુંબઈમાં આજે ૯૯.૯૦ના સોનાના ભાવો રૂ.૧૪૦૩૫ થી વધી છેલ્લે રૂ.૧૪૨૬૦ રહ્યા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો જે બુધવારે મોડી સાંજે ૧૬૩૯૦૦ રહ્યા હતા તે આજે ઉછળી મોડી સાંજે ૧૬૬૨૦૦ રહ્યા હતા. આમ સોનાના બિસ્કિટના ભાવો આજે રૂ.૨૩૦૦ ઉછળ્યા હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો ઘટી છેલ્લે રૂ.૪૮.૬૫થી ૪૮.૭૦ આસપાસ મોડી સાંજે રહ્યા હતા.

Copyright   © Gujarat Samachar