home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

નકસલવાદ સામે લડવા માટે લોકોને શસ્ત્રો ન અપાય ઃ સુપ્રીમ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૫

છત્તીસગઢમાં નક્સલવાદને દાબી દેવા માટે સામાન્ય લોકો કે સલવા જુડુમ જેવી સંસ્થાના સભ્યોને શસ્ત્રો આપી શકાય નહીં તેમ સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું.

છત્તીસગઢમાં લોકોને હથિયારો આપવાની માનવઅધિકાર પંચની ભલામણ અંગે સુપ્રીમનું મંતવ્ય

સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ કે. જી. બાલાક્રિષ્નન અને પી. સત્યશીવમની બનેલી બેંચે જણાવ્યું હતું કે તેઓ નકસલવાદની સમસ્યાથી અજાણ નથી પરંતુ રાજ્ય સરકાર લોકોને નકસલવાદ સામે લડવા માટે પ્રોત્સાહિત કરી શકે નહિ. સામાન્ય માણસને શસ્ત્રો આપવાથી સ્થિતિ વઘુ જોખમી બને. કાનુની સત્તાઓ આપ્યા સિવાય કોઈને શસ્ત્રો આપી શકાય નહીં. નકસલવાદથી પ્રભાવિત વિસ્તારમાં રહેલા લોકોને કાયમ ભયભીત થઈને રહેવું પડે છે તે અંગે ચંિતા વ્યક્ત કરતા સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે,સામાન્યમ ાણસમાં સરકારનો પક્ષ લેવો કે નકસલવાદીઓનો તે અંગે દ્વિધા હોય છે. છત્તીસગઢ સરકાર તરફે દલીલો કરતાં સરકારી વકીલે જણાવ્યુંં હતું કે, નકસલવાદીઓ છત્તીસગઢમાં સમાંતર સરકાર ચલાવી રહ્યા છે.

છત્તીસગઢ સરકારે એક્સન ટેક રીપોર્ટ સુપ્રિમ કોર્ટમાં રજૂ કર્યા બાદ સુપ્રિમો કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે છત્તીસગઢમાં સલવા જુડુમ દ્વારા વ્યક્તિઓને જીવતા સળગાવાયાની ઘટના બાદ પણ પોલીસ ફરિયાદ નહિ થતી હોવાની ઘટનાઓ અંગે ઘ્યાન દોર્યું હતું અને લોકોને શસ્ત્રો આપવા માટે ભલામણ કરી હતી.

સુપ્રિમ કોર્ટનો દ્રષ્ટિકોણ હતો કે સામાન્ય લોકોને શસ્ત્રો આપવાને બદલે સરકારે નકસલવાદ સામે લડવા માટે કેન્દ્ર સરકારે મંજૂર કરેલી યોજનાાં નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ.

Copyright   © Gujarat Samachar