ફુગાવાનો
દર ઘટી ૫.૦૭ ટકા ૧૧ મહિનાની નીચી સપાટીએ (પી.ટી.આઇ.)
નવી દિલ્હી, તા. ૫ શાકભાજી
અને ફળફળાદિ તેમજ ચોક્કસ ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવઘટાડાના કારણે ફુગાવાના
દરમાં બે સપ્તાહ પછી પુનઃ ઘટાડો નોંધાયો હતો. ૫.૦૭ ટકાએ પહોંચેલા
ફુગાવાના દરથી રીઝર્વ બેન્ક દ્વારા તેના ચાવીરૂપ દરોમાં વઘુ કપાતની આશા સર્જાઈ
હતી. અગાઉના બે સપ્તાહમાં ટ્રક ચાલકોની હડતાળના કારણે ફૂગાવા દર વઘ્યો હોવાનું
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું. રીઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર ફુગાવાનો દર માર્ચ-
૨૦૦૯ સુધીમાં ત્રણ ટકાની નીચે પહોંચી જશે. અર્થશાસ્ત્રીઓ પણ આ મતને ટેકો આપી
રહ્યા છે. ફુગાવાનો દર ૧૧ મહિનાની નીચી સપાટીએ આવ્યો છે. રીઝર્વ
બેન્ક પાયારૂપ રેપો અને રીવર્સ રેપોરેટ ઘટાડે તેવી શક્યતા ઃ ફ્યુઅલ ભાવકાપથી ફુગાવો
હજુ નીચે જશે જથ્થાબંધ ભાવોના
ફેરફારથી અપાતો ફુગાવાનો દર જાન્યુઆરી ૨૪ તારીખે પૂરા થયેલા સપ્તાહ માટે ૦.૫૭
ટકા ઘટીને ૫.૦૭ ટકાએ પહોંચ્યો હતો. ૧૦મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ માટે ફુગાવાનો
દર ૫.૬૦ ટકા હતો, જે બીજા સપ્તાહે વધીને ૫.૬૪ ટકા થયો હતો. નવ ફેબુ્રઆરી,
૨૦૦૮ના દિવસે ફુગાવો ૪.૯૮ ટકા હતો. શાકભાજી,
ફળ ઉપરાંત કોફી અને ખાંડસરી જેવી ખાદ્ય ચીજવસ્તુઓ અને લોખંડ તેમજ એલ્યુમિનિયમ જેવી
ધાતુઓના ઉત્પાદનોના ભાવઘટાડાની અસર ફુગાવાના દર પર થઈ હતી. ફુગાવાનો
દર ઘટવાના પરિણામે રિઝર્વ બેન્ક આગામી સમયમાં ચાવીરૂપ દરો ઘટાડાશે તેવી
આશા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર વૈશ્વિક નાણાંકીય મંદીની
અસર હેઠળ ભારતીય અર્થતંત્રના વિકાસની ધીમી પડેલી ગતિને વઘુ ઝડપી બનાવવા રીઝર્વ
બેન્ક તેના રેપો અને રીવર્સ રેપો રેટમાં ૫૦ બેઝીસ પોઇન્ટનો ઘટાડો આગામી દિવસોમાં
કરી શકે છે. સરકારે ૨૮ જાન્યુઆરીએ રાંધણગેસના
ભાવમાં બાટલાદીઠ રૂા. ૨૫ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરદીઠ અનુક્રમે રૂા.
પાંચ અને બેનો ઘટાડો જાહેર કરતાં ફુગાવાનો દર ઘટવાનું વલણ ચાલુ રહેશે તેમ
મનાય છે. ફુગાવાના દરમાં વર્તમાન ઘટાડો શાકભાજીના ભાવમાં ૨.૭ ટકા તેમજ ફળના ભાવમાં
૧.૨ ટકાના ઘટાડાની અસર છે. ઘાતુઓના ભાવમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
બેઝિઝ ધાતુઓ અને મિશ્ર ધાતુઓનો ભાવ ૬.૧ ટકા, લોખંડ અને સ્ટીલના ભાવ
૮.૩ ટકા તેમજ બિનલોહ ધાતુઓના ભાવ ૭.૯ ટકા ઘટ્યા હતા. કોફી પાવડર અને ખાંડસરીના
ભાવમાં એક- એક ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ઉનના વસ્ત્રોના ભાવ બે ટકા ઘટ્યા હતા. જો
સપ્તાહ દરમ્યાન મોંઘી થયેલી મહત્ત્વની ચીજવસ્તુઓમાં ઓઇલ કેક (૧૧ ટકા), ચાવવાની
સુગંધયુક્ત તમાકુ (૮ ટકા), રેપસીડ અને સરસિયાનું તેલ (૪ ટકા), બેબી ફૂડ (૩ ટકા)
તેમજ આયાતી તેલ અને ખાંડ (એક ટકા)નો સમાવેશ થાય છે. કાગળ અને કાગળ ઉત્પાદનોના
જૂથમાં કાગળ માવાના ભાવમાં ૧૮ ટકાનો વધારો થયો હતો. ફ્યુઅલ
ઇન્ડેક્સમાં પણ નેપ્થા (૧૫ ટકા) તેમજ ફરનેસ ઓઇલ અને લાઇટ ડીઝલ ઓઇલ (બે- બે ટકા)ના
ભાવ તીવ્રપણે વધવાથી ૦.૬ ટકાનો વધારો થયો હતો. નાણા
મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે, પેટા જૂથ તરીકે ટેક્સ્ટાઇલ્સ જૂથમાં સુતરાઉ કાપડ, સુતરાઉ
તાર, શણના કાપડનો ભાવ વધેલા હોવાથી ફૂગાવો બેવડા આંકમાં રહ્યો હતો. રીઝર્વ
બેન્કના જણાવ્યા અનુસાર માર્ચ- ૨૦૦૯ સુધીમાં ફુગાવો ઘટીને ત્રણ ટકાની નીચે પહોચશે. |