મુંબઈ
ત્રાસવાદી હુમલામાં જીવતા પકડાયેલા કસાબના ડીએનએ ‘કુબેર’
પર મળેલા લાઈફજેકેટ સાથે મેચ થયા(પી.ટી.આઈ.)
મુંબઈ, તા. ૫ મુંબઈમાં ૨૬મી નવેમ્બરે
થયેલા ત્રાસવાદી હુમલામાં જીવતો પકડાયેલો ત્રાસવાદી અજમલ કસાબ એમવી કુબેર
નામની બોટ મારફત મુંબઈ આવ્યો હોવાની સાબિતીમાં વઘુ એક પૂરાવો ઉમેરાયો છે. કુબેર
બોટમાંથી મળી આવેલ લાઈફ જેકેટ રની ઈમ્પ્રીન્ટ સાથે કસાબના ડીએનએની ઈમ્પ્રીન્ટ પણ મળતી
આવે છે. કસાબે મુંબઈ આવવા માટે કુબેર
બોટનો ઉપયોગ કર્યાનો સબળ પૂરાવો મળ્યો ફોરેન્સીક
શાખાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે લાઈફજેકેટ પરના પરસેવાનું પૃથક્કરણ કરવામાં
આવ્યું હતું અને તે કસાબના પરસેવા સાથે મળતું આવ્યું હતું. આ પુરાવો તપાસનીશ અધિકારીઓ
માટે મહત્ત્વનો છે. તપાસ અધિકારીઓએ
જણાવ્યું હતું કે કસાબ અને બીજા નવ ત્રાસવાદીઓ ગુજરાતની કુબેર બોટ દ્વારા મુંબઈના
દરિયાકિનારા નજીક પહોંચ્યા હતા. ત્યારબાદ કુબેર બોટ દરિયામાં ત્યજી દેવાયેલી
હાલતમાં મળી આવી હતી. જેમાં જીપીએસ સીસ્ટમ સાથેનો સેટેલાઈટ ફોન મળી આવ્યો હતો. અન્ય
ત્રાસવાદીઓના ડીએનએ ટેસ્ટ પણ ચકાસણી હેઠળ છે. કાલિના ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં
થઈ રહેલાં આ ટેસ્ટના પરીણામો ટૂંકમાં જાણવા મળશે. તપાસ
કરી રહેલાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રાસવાદીઓએ મુંબઈમાં
પ્રવેશ્યા પછી ટેક્સીમાં પણ બોમ્બ મૂક્યાં હતાં. છત્રપતિ શિવાજી રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ
પર હૂમલા કરવામાં કસાબ અને તેના સાથીદાર ઈસ્માઈલ ખાનનો હાથ હતો અને કામા હોસ્પિટલ
તેમજ પોલીસ વાન પર હુમલો કરીનેએટીએસના વડા હેમંત કરકરે સહિત ત્રણ પોલીસ અધિકારીઓની
હત્યા પણ તેણે જ કરેલી. ગીરગાંવ ચોપાટી નજીકથી કસાબની ધરપકડ કરવામાં આવી હતી
ત્યારથી તે પોલીસ કસ્ટડીમાં જ છે. પાકિસ્તાનના
ફરિદકોટનો રહેવાસીએવાકસાબ સામે પોલીસે ૧૨ કેસ દાખલ કર્યા છે. હાલમાં
તે ૧૩મી ફેબુ્રઆરી સુધી પોલીસ કસ્ટડીમાં છે તેની પર કુબેરના કેપ્ટનની હત્યાનો
પણ આરોપ છે. |