home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

પોલીસ દ્વારા દલિત બાળકીની મારપીટની ઘટના
દેશમાં બાળકોનું શોષણ અત્યંત શરમજનક બાબત ઃ સોનિયા ગાંધી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૫

ઉત્તરપ્રદેશના ઇટાવામાં મામૂલી ચોરીના આરોપસર પોલીસ દ્વારા માત્ર છ વર્ષની બાળકીની નિર્દયતાપૂર્વક મારપીટ કરવાની ઘટનાના અંગે આક્રોશ વ્યક્ત કરતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે દેશમાં બાળકોનું હજુપણ શોષણ થઇ રહ્યું છે, જે અત્યંત શરમજનક બાબત છે.

તમામ કાયદાઓ છતાં ભારતમાં હજી પણ થઇ રહેલા બાળકોના શોષણને કારણે આપણું માથુ શરમથી ઝૂકી ગયું છે

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા સોનિયા ગાંધીએ આ પ્રકારના શોષણ સામે બાળકોને રક્ષણ આપવા માટે કડકમાં કડક કાયદાની જરુરિયાત વ્યક્ત કરી હતી. સોનિયાએ જણાવ્યું હતું કે બાળક ઇશ્વરની ભેટ સમાન છે, અને અનેક કાયદાઓનું અસ્તિત્વ છતાં ભારતીય બાળકો પર હજી પણ અત્યાચાર થઇ રહ્યા છે જેના કારણે આપણું માથુ શરમથી ઝૂકી ગયું છે. ગાંધીએ ઉમેર્યું હતું કે આ પ્રકારના બર્બર અત્યાચાર વિરુદ્ધ આપણે સૌએ અવાજ ઉઠાવવો જોઇએ.

કાર્યક્રમ દરમ્યાન સોનિયા ગાંધીએ એમપણ જણાવ્યું હતું કે બાળઅધિકારોને રક્ષણ માટે રચાયેલા રાષ્ટ્રીય પંચ (એનસીપીસીઆર)એ એ ખાતરી આપવાની જરુર છે કે બાળકોના રક્ષણ માટે ઘડવામાં આવેલા કાયદાઓનું બરાબર પાલન થઇ રહ્યું છે કે નહિ. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના ઇટાવામાં માત્ર રુ.૨૮૦ની ચોરીના કથિત આરોપસર પોલીસ અધિકારીઓએ માત્ર છ વર્ષની દલિત બાળકીની ગુનો કબુલવા માટે નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી, બાદમાં ઉત્તરપ્રદેશ સરકારે આ ઘટનામાં એક પોલીસ અધિકારીને ડિસમીસ કર્યો હતો, જ્યારે બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.

સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું કે વિશ્વમાં ભારત સૌથી વઘુ બાળકોની સંખ્યા ધરાવતો દેશ છે, દેશમાં તેમની સંખ્યા અંદાજે ૪૦ કરોડની છે, અને આ બાળકો દેશના ભવિષ્ય માટે જવાબદાર છે. મહિલાઓ પોતાના પગ પર ઉભા રહીને જ બાળકો અને પરિવારની સારી દેખભાળ રાખી શકે છે એમ જણાવતા ગાંધીએ કહ્યું હતું કે યુપીએ સરકારે આ પ્રકારની સ્વાવલંબી મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે ઘ્યાન કેન્દ્રીત કર્યું છે.

દેશમાં સ્કૂલ જવાને બદલે કામ પર જતા બાળકોની મોટી સંખ્યા અંગે ચંિતા વ્યક્ત કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે બાળમજૂરી પ્રતિરોધક ધારાને વઘુ અસરકારક બનાવવાની જરુર છે. આ સાથે તેમણે કન્યા ભુ્રણ હત્યા અને બાળલગ્નો અટકાવવાના પ્રયાસો પણ તેજ કરવાની જરુરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમ્યાન મહિલા અને બાળ વિકાસ પ્રધાન રેણુકા ચૌધરીએ પણ નાગરિકોને કન્યા ભુ્રણ હત્યા અટકાવવા અપીલ કરી હતી.

Copyright   © Gujarat Samachar