home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

સંજય દત્તને વિદેશ મુલાકાત લંબાવવા સુપ્રીમ કોર્ટની મંજૂરી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૫

બોલીવૂડના અભિનેતા સંજય દત્તને સંયુક્ત રાષ્ટ્રોની કુપોષણ માટેની કામગીરીના ગૂડવિલ એમ્બેસેડર તરીકેની જવાબદારી પૂરી કરવા માટે સુપ્રીમ કોર્ટે તેને વિદેશની મુલાકાત બે સપ્તાહ લંબાવવાની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે દત્ત ૧૯૯૩ના મુંબઈ ખાતે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં હાલ જામીન પર છે.

યુનાઇટેડ નેશન્સના શુભેચ્છક એમ્બેસેડર તરીકે કાર્યક્રમ લંબાતા કરાયેલી અરજી

આ અગાઉ સુપ્રીમ કોર્ટે ૧૪મી જાન્યુઆરીના રોજ તેને ૧૫મી ફેબુ્રઆરી સુધી પરદેશમાં રહેવાની પરવાનગી આપતો આદેશ કર્યો હતો. સંજય દત્તે આ આદેશમાં થોડો ફેરબદલ કરવાની અદાલત સમક્ષ અરજી કરી હતી. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, સંજય દત્ત હાલ યુએનની કુપોષણ માટેની યોજનાના ભાગરૂપે પરદેશમાં છે. આ કાર્યક્રમ અંતર્ગત તેને અમેરિકાની મુલાકાત લેવાની હતી જે બે સપ્તાહ પાછી ઠેલાઈ હોવાથી તેણે તેની પરદેશની મુલાકાતની અવધિ લંબાવવાની અદાલત સમક્ષ રજૂઆત કરી હતી.

મુખ્ય ન્યાયાધીશ કે. જી. બાલાક્રિષ્નનના વડપણવાળી ખંડપીઠ સમક્ષ કરાયેલી દત્તની આ અરજી સામે સીબીઆઇએ વાંધો ઉઠાવ્યો નહોતો. અદાલતે ૧૪ જાન્યુઆરીના રોજ સંજયને યુ.એન.ના ગૂડવિલ એમ્બેસેડર તરીકેની ફરજ બજાવવા માટે ન્યૂયોર્ક જવાની પરવાનગી આપી હતી.

આ અગાઉ સંજયને તેની બે નવી ફિલ્મોના શુટંિગ માટે બેંગકોક, દક્ષિણ આફ્રિકા અને યુ.કે. જવાની પરવાનગી આપવામાં આવી હતી. સંજયને તેના હાલના વિદેશ પ્રવાસમાંથી પરત ફર્યા બાદ ૧૫મી માર્ચ પહેલાં તેનો પાસપોર્ટ સીબીઆઇની વિશેષ ટાસ્ક ફોર્સ સમક્ષ જમા કરાવવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે ૨૭મી નવેમ્બર, ૨૦૦૭ના રોજ સંજયને જામીન આપતી વખતે અદાલતે તેને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા અને પરવાનગી વગર દેશમાંથી બહાર ન જવા જણાવ્યું છે.

Copyright   © Gujarat Samachar