સત્યમના નવા સીઈઓ એ.એસ. મૂર્તિ રૂા. ૬૦૦ કરોડની બેંકલોનને મંજૂરી(વાણિજય
પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૫ સત્યમ
કોમ્પ્યુટર સર્વિસિઝ લિ.ના નવા ચીફ એક્ઝિ. ઓફિસર (સીઈઓ) તરીકે એ.એસ.મૂર્તિની નિમણૂક
કરાઈ છે. આ ઉપરાંત કંપનીના ખાસ સલાહકારો તરીકે હોમી ખુશરોખાન અને પાર્થો દત્તાની
નિમણૂક કરાઈ છે. કંપનીએ આ સાથે બેંકો પાસેથી રૂ.૬૦૦ કરોડની બેંક લોન મંજૂરી મેળવવાનું
પણ જાહેર કર્યું છે. બે ખાસ સલાહકારોની
પણ નિમણૂંક ઃ લાર્સન એન્ડ ટુબ્રોએ હિસ્સો વધાર્યો હોવાનો કરેલો ઈનકાર સત્યમના
નવા બોર્ડ ઓફ ડિરેકટર્સની ૪ અને ૫, ફેબુ્ર. ૨૦૦૯ બે દિવસ યોજાયેલી મિટંિગમાં
આ નિર્ણય લેવાય હતા. કંપનીના નવા બોર્ડની આ પાંચમી મિટંિગ સિક્યુરિટીઝ એપેલેટ ટ્રીબ્યુનલના
ભૂતપૂર્વ ઓફિસર અચ્ચુથાનના ચેરમેન પદે યોજાઈ હતી. જેમાં ત્વરિત અમલથી નવા સીઈઓ
તરીકે સત્યમના જ અત્યારે ચીફ ડીલીવરી ઓફીસર એ.એસ.મૂર્તિની પસંદગી કરાઈ હતી.
વર્ષ ૧૯૯૪થી સત્યમ સાથે રહેલા મૂર્તિ અગાઉ કંપનીના હ્યુમન રીર્સોસ હેડ, ઈન્સ્યોરન્સ વર્ટીકલ
હેડ રહી ચૂકયા છે. નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી-વારંગલથી ઈલેકટ્રીકલ એન્જિ. એ.એસ.મૂર્તિએ
ઓટોમેશન સ્કૂલમાં માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝમાં (ટીસીએસ)
જોડાયા હતા. દરમિયાન કંપનીના ખાસ
સલાહકાર તરીકે ટાટા કેમિકલ્સના નિવૃત્ત મેનેજિગ ડિરેકટર અને ટાટા ટીના મેનેજંિગ
ડિરેકટર હોમી આર.ખુશરોખાનની અને અગાઉ મુરૂગપ્પા ગુ્રપ સાથે ડિરેકટર ફાઈનાન્સ રહી ચૂકેલા
અને ડનલોપ ઈન્ડિયા લિ. તેમ જ ઈન્ડિયન એલ્યુમિનિયમ કંપની લિ. સાથે રહેલા પાર્થો એસ.
દત્તાની નિમણૂક કરાઈ છે. સત્યમના
બોર્ડ સભ્ય દિપક પારેખે જણાવ્યું હતું કે, એ.એસ.મૂર્તિ સત્યમના ૧૫ વર્ષથી કર્મચારી
રહી અગ્રણી પદે રહ્યા છે. કંપની વિશે ઉડાણપૂર્વક સમજણ ધરાવવા સાથે વૈશ્વિક ડિલીવરી
માટેની સારી કામગીરી કરી બિઝનેસ યુનિટને આગળ વધારવાની અને હ્યુમન રીસોર્સમાં
કંપનીની ટીમના અસરકારક સંકલન અને સંયુક્ત નિર્ણય લેવાની તેમની ક્ષમતા માટે માન ધરાવે
છે. જે સત્યમ માટે નવરચનાના તબક્કામાં મહત્ત્વનું છે. |