બાબરીઘ્વંસ માટે કલ્યાણસંિહને મુસ્લિમો ક્યારેય માફ નહિ કરે(પીટીઆઇ)
લખનૌ, તા.૫ ભાજપના ભૂતપૂર્વ નેતા
કલ્યાણસંિહ સાથે હાથ મિલાવવા બદલ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસંિહ યાદવની
ઉગ્ર ટીકા કરતા સપાના સાંસદ શફીક-ઉર-રહેમાન બર્કએ જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ
ઘ્વંસમાં ભજવેલી ભૂમિકા બદલ મુસ્લિમો ક્યારેય કલ્યાણસંિહને માફ નહિ કરે. કલ્યાણ
સાથેના સબંધોને પગલે સપાના અનેક મુસ્લિમ નેતાઓ નારાજ થયા છે. સપાના
બળવાખોર સાંસદ બર્કની સાફ વાત ઃ મુલાયમ-કલ્યાણ મિત્રતાથી પક્ષમાં નારાજગી ઉત્તરપ્રદેશની
મોરાદાબાદ બેઠક પરથી ત્રણ વખત ચૂંટાયેલા સપાના સાંસદ બર્કએ કલ્યાણસંિહ
સાથે જોડાણ કરવાના મુલાયમના પગલાની આકરી ટીકા કરી હતી. બર્કએ જણાવ્યું હતું કે બિનસાંપ્રદાયિક
હોવાનો દાવો કરતા મુલાયમસંિહ યાદવ કેવી રીતે કલ્યાણ સાથે હાથ મિલાવી
શકે ? તેમણે ઉમર્યું હતું કે બાબરી ઘ્વંસ બદલ મુસ્લિમો ક્યારેય કલ્યાણસંિહને માફ
નહિ કરી શકે. યાદવ નેતાઓ પર મુસ્લિમોને
મૂર્ખ બનાવ્યાનો આક્ષેપ કરતા સપાના સાંસદ બર્કએ આક્ષેપ કર્યો હતો કે મુલાયમસંિહ
પોતાના કાર્યકાળ દરમ્યાન મુસ્લિમોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ રહ્યા
હતા. તેમણે એમપણ જણાવ્યું હતું કે કલ્યાણસંિહ હંમેશા કહે છે કે અયોઘ્યામાં બાબરી મસ્જિદ
તોડી પાડવા બદલ પોતે ગર્વ અનુભવે છે. સમાજવાદી
પાર્ટીના ટોચના નેતા અને મુસ્લિમ અગ્રણી બર્કએ સ્વીકાર્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં
મોરાદાબાદની ટીકીટ મેળવવા માટે તેઓ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી સહિત
તમામ પક્ષોના સંપર્કમાં છે. બર્કએ જણાવ્યું હતું કે તેઓ આગામી ચૂંટણી અપક્ષ ઉમેદવાર
તરીકે લડશે, પણ જો કોઇ રાજકીય પાર્ટી તેમને ટીકીટ ઓફર કરશે તો તેઓ એ અંગે વિચાર
કરશે. સપાના સ્થાપક સભ્ય મોહમ્મદ આઝમ ખાનની સપા પ્રત્યેની નારાજગી અને તેઓ બસપમાં
જોડાયા હોવાના અહેવાલો અંગે બર્કએ સ્વીકાર્યું હતું કે તેઓ સપાના તમામ મુસ્લિમ નેતાઓ
સાથે સંપર્કમાં છે. મુસ્લિમો પ્રત્યેનો મુલાયમનો
પ્રેમ એક પ્રકારનું તરકટ હોવાનું જણાવતા સપાના બળવાખોર સાંસદ બર્કએ કહ્યું હતું
કે જો તેમને (મુલાયમ)ને મુસ્લિમો પ્રત્યે થોડું પણ સન્માન હોય તો તેમણે પાર્ટીનું નામ,
ધારાસભ્યો, સાંસદોના નામ ઉર્દુમાં પણ લખવા જોઇએ. |