home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > રાષ્ટ્રીય >

બજારમાં કેરીનું આગમન થયંુ, પણ ભાવ એક ડઝનના રૂા. એક હજાર

મુંબઈ,તા. ૫

મુંબઈનાં ફળ બજારોમાં કેરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં મધમીઠી કેરીનું વિપુલ ઉત્પાદન થાય છે. એટલે કોંકણથી આફુસ અને પાયરી શહેરમાં છેલ્લા એકાદ સપ્તાહથી મળવા લાગી છે. જોકે કેરીનો એક ડઝનનો ભાવ અતિ ઊંચો હોવાથી અત્યારે તેની ખરીદી પણ ઓછી છે.રાજ્ય સરકારના ખેતીવાડી અને બાગાયત વિભાગના ડિટેક્ટર પી. ફીરકેએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં આફુસ અને પાયરીનો એક ડઝનનો ભાવ એક હજાર (૧૦૦૦) રૂપિયા જેટલો અતિ ઊંચો હોવાથી તેનું વેચાણ ઓછું છે. આમ તો મુંબઈમાં ગુડી પડવાના તહેવાર દરમિયાન કેરીનું વેચાણ શરૂ થાય છે. જોકે ગયા વરસે ચોમાસાની મોસમ વહેલી પૂરી થઈ ગઈ હતી. સાથોસાથ શિયાળો પણ પ્રમાણમાં વહેલો થયો હતો. પરિણામે કેરીનો પાક વહેલો તૈયાર થઈ ગયો છે. વળી આ વર્ષે કેરીનો પાક પણ પ્રમાણમાં સારો થયો હોવાથી ખેડૂતોને પણ સારા ભાવ મળશે.

કોંકણ વિસ્તારની આફુસ અને પાયરીનું આગમન થઈ ગયું પણ, ઊંચા ભાવ હોવાને કારણે હાલ એટલી ખરીદી નથી

કેરીના એક વેપારીએ એવી માહિતી આપી હતી કે હાલ શહેરની ક્રાફર્ડ મારકેટ, માટુંગા મારકેટ અને પ્રાર્થનાસમાજની ફળ બજારમાં આફુસ અને પાયરીનું વેચાણ થઈ રહ્યું છે. હા, થોડાં ઘણાં ગ્રાહકો કેરી ખરીદે છે ખરા, પરંતુ કેરીનો ભાવ ઘણો ઊંચો હોવાથી થોડા અમીર પરિવારો જ ખરીદે છે. મઘ્યમ વર્ગના કુટુંબોએ કેરીના ભાવ ઘટે ત્યાં સુધી રાહ જોવી પડશે.કોંકણ કૃષિ વિદ્યાપીઠના કે. એચ. પૂજારીએ જણાવ્યું હતું કે અગાઉની મોસમમાં વરસાદની મોસમ થોડીક મોડી પૂરી થઈ હતી. એટલે આંબાના વૃક્ષો પરના મોરને ઘણું નુકસાન થયું હતું.

Copyright   © Gujarat Samachar