એલટીટીઇને
ત્રાસવાદી સંગઠન યાદીમાં દૂર કરવા સમીક્ષા નહિ
(પી.ટી.આઇ.) વૉશંિગ્ટન, તા. ૫ અમેરિકાએ
તાજેતરમાં જણાવ્યું છે કે એલટીટીઇ (લિબરેશન ઓફ તમિલ ટાઇગર્સ ઇલમ)ને આતંકવાદી
સંગઠનોની યાદીમાંથી દૂર કરવાની હાલમાં કોઈ વિચારણા નથી. તમિલ
અમેરિકન સંસ્થાઓની માગણી સંબંધે યુએસ વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા અમેરિકાના
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રોબર્ટ વુડે પત્રકારોને જણાવ્યું હતું કે, એલટીટીઇ અમારા
પરદેશી આતંકવાદી સંગઠનોની યાદીમાં છે. તેને આ યાદીમાંથી દૂર
કરવાની કોઈ પ્રક્રિયા ચાલતી હોય તેવી કોઈ જાણકારી તેમની પાસે નથી. આ અગાઉ તમિલ અમેરિકનોના
એક સંગઠને એલટીટીઇને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી દૂર કરવાની
વિનંતી કરતો એક પત્ર અમેરિકી વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટનને લખ્યો હતો. શ્રીલંકાના
ઉત્તરી ભાગોમાં ચાલી રહેલા નાગરિક યુદ્ધના કારણે તેના નાગરિકોની સ્થિતિ અંગે અમેરિકા
અને યુકેએ ચંિતા વ્યક્ત કરી હતી. એક સંયુક્ત નિવેદનમાં આ બન્ને રાષ્ટ્રોએ શ્રીલંકાની
સરકાર અને એલટીટીઇને કામચલાઉ ધોરણે પણ યુદ્ધ સરકારની સ્થિતિ સ્વીકારવાની વિનંતી
કરી હતી. બ્રિટીશ વિદેશપ્રધાન ડેવિડ મિલિબન્દ સાથે બેઠક બાદ અમેરિકી
વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ‘બંને પક્ષોએ
શ્રીલંકાના નાગરિકોને અને ઇજાગ્રસ્ત લોકોને આ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર નીકળી જવાની
પરવાનગી આપવી જોઈએ.’ શ્રીલંકામાં ચાલી
રહેલા આંતરવિગ્રહના કારણે મુશ્કેલીમાં મુકાયેલા હજારો નાગરિકો અંગે ચંિતા વ્યક્ત કરતા
‘ટોકિયો કો-ચેર્સ’ના નિવેદનને પણ ક્લિન્ટન અને મિલિબન્દે આવકાર્યા
હતા. ઉલ્લેખનીય છે કે ‘ટોકિયો- કો-ચેર્સ’માં નોર્વે, જાપાન, અમેરિકા અને યુરોપીયન
યુનિયનનો સમાવેશ થાય છે. |