home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

પાકિસ્તાની અધિકારીએ પુરાવા હોવાનો દાવો કર્યો
મુંબઇ હુમલામાં બાંગલાદેશી સંગઠન હુજીની સંડોવણી

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા.૫

મુંબઇના ત્રાસવાદી હુમલાની તપાસ કરનાર પાકિસ્તાની અધિકારીઓ હુમલા માટે બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન હુજીને જવાબદાર ઠેરવે એવી પ્રબળ શક્યતા છે. હુજીએ માત્ર હુમલાનું આયોજન જ નહિ પણ ત્રાસવાદીઓને ટ્રેનીંગ પણ આપી હતી એવા પુરાવા પાકિસ્તાની અધિકારીઓએ મેળવ્યા છે.

હુજીએ હુમલાની યોજના ઘડી હતી અને ત્રાસવાદીઓને ટ્રેનંિગ આપી હતી ઃ ભારતના સ્થાનિક તત્વોની પણ મદદ હોવાનો પાક.અધિકારીઓનો દાવો

મુંબઇના હુમલાઓની તપાસ અંગેના પાકિસ્તાનના અહેવાલમાં આ હુમલાઓને ‘સાઉથ એશિયા સ્થિત અને મઘ્ય-પૂર્વ સુધી નેટવર્ક ધરાવતા આંતરાષ્ટ્રીય સંગઠન’આકાર આપ્યો હોવાનો દાવો કરવામાં આવે એવી શક્યતાઓ છે. પાકિસ્તાનના ટોચના અખબાર ડોને તેના સુત્રોને ટાંકીને આ અહેવાલો પ્રસારિત કર્યા હતા.

અખબારે જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓએ મુંબઇ હુમલામાં પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન હરકત-ઉલ-જેહાદ-અલ ઇસ્લામી (હુજી)ની સંડોવણીના પુરાવાઓ મેળવ્યા છે, એટલું જ નહિ હુમલાઓનું આયોજન અને આતંકવાદીઓને ટ્રેનંિગ આપવામાં પણ હુજીની સંડોવણીના પુરાવાઓ મેળવવામાં આવ્યા છે. પાકિસ્તાની તપાસના અહેવાલમાં આ અંગેના સંદર્ભો રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. અખબારે આશા વ્યક્ત કરી હતી કે આવતા અઠવાડિયે આ અહેવાલ ભારતને સોંપાશે અને જાહેર પણ કરવામાં આવશે.

પાકિસ્તાની અખબારે એમપણ જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓ એવું પુરવાર કરવાના પ્રયાસો કરી રહ્યા છે કે મુંબઇના હુમલાખોરોમાંથી એક આતંકવાદી બાંગ્લાદેશી મૂળનો હતો. અત્યંત ગુપ્તતા હેઠળ તૈયાર કરવામાં આવી રહેલા મુંબઇ હુમલાની તપાસના પાકિસ્તાની અહેવાલમાં એવું ઠસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે મુંબઇનો આતંકવાદી હુમલો માત્ર ભારત-પાકિસ્તાનનો મુદ્દો નથી. પાકિસ્તાની અખબારે સુત્રોને ટાંકતા એમ જણાવ્યું હતું કે મુંબઇ હુમલાની કેટલીક યોજના દુબઇમાં ઘડવામાં આવી હતી અને આ હુમલાઓને આકાર આપવામાં ભારતના સ્થાનિક તત્વોનો પણ ટેકો હતો. પાકિસ્તાની તપાસ અધિકારીઓનું માનવું છે કે ભારતના સ્થાનિક તત્વોની મદદ વિના હુમલાને સફળતાપૂર્વક પાર પાડી શકાય નહિ.

હાલમાં જ બ્રિટન ખાતેના પાકિસ્તાની રાજદૂત વાજીદ શમશુલે દાવો કર્યો હતો કે મુંબઇ હુમલાની યોજના પાકિસ્તાન બહાર ઘડવામાં આવી હતી, તેમના આ નિવેદનને પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ઉતાવળભર્યું ગણાવ્યું હતું.

Copyright   © Gujarat Samachar