home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > આંતરરાષ્ટ્રીય >

ભારતનો વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત સતત નવ મેચમાં વિજય

કોલંબો, તા. ૫

ભારતે આજે શ્રીલંકાને સતત ચોથી વન ડેમાં પરાજય આપીને વિજયી સરસાઈ ૪-૦થી નોંધાવી લીધી છે. ભારતના પાંચ વિકેટે ૩૩૨ રનના જવાબમાં શ્રીલંકા ૪૮ ઓવરમાં ૨૬૫માં ખખડ્યું હતું. ભારતે ચોથી વન-ડે ૬૭ રને જીતી લીધી હતી. હવે ભારત હતાશ શ્રીલંકાને આખરી વન ડેમાં પણ હરાવીને વ્હાઇટવોશ હાર આપવાનું ઘ્યેય રાખશે. કેપ્ટન ધોની આજના વિજય સાથે ભારતના ક્રિકેટ ઇતિહાસનો પ્રથમ કેપ્ટન બન્યો છે જેની ટીમ સતત નવ વન ડે જીતી હોય. ભારતે ઇંગ્લેન્ડને ૫-૦થી હરાવ્યા પછી હાલની શ્રેણીની ચારેય મેચ જીતી છે. ભારત તરફથી અગાઉ ગાવાસ્કરની અને ગાંગુલીની કેપ્ટનસી હેઠળની ટીમે સળંગ આઠ-આઠ વિજય મેળવ્યા હતા. મુરલીધરને આજે ગંભીરને સ્ટમ્પ આઉટ કરાવીને અક્રમની (૫૦૨) સૌથી વઘુ વન ડે વિક્ટોનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.

શ્રીલંકાનો ચોથી વન-ડેમાં પણ શરમજનક પરાજય ઃ કેપ્ટન તરીકે ધોનીનો વિક્રમ મેન ઓફ ધ મેચ ગંભીરના ૧૫૦ ઃ મુરલીધરને અક્રમનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ધોની તેની પ્રશંસનીય કુનેહ ઉપરાંત કેપ્ટન તરીકે નસીબદાર પણ છે. તેણે આજે સતત ચોથી વખત ટોસ જીત્યો હતો. ભારતે તેની ટીમમાં તેંડુલકરના સ્થાને રોહિત શર્મા અને ઝાહીરખાનની જગાએ ઇરફાન પઠાણને તક આપી હતી. મેન ઓફ ધ મેચ ગંભીરના ૧૪૭ બોલમાં ૧૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથેના ૧૫૦ રન તેમજ ત્રીજા નંબરે બેટંિગમાં ઉતરેલા ધોનીએ ૯૬ બોલમાં ૪ ચોગ્ગા, ૨ છગ્ગા સાથે ફટકારેલા ૯૪ રનની મદદથી ભારતે સતત બીજી વખત ૩૦૦ રનનો આંક વટાવતા ૫૦ ઓવરોમાં ૫ વિકેટે ૩૩૨ રન નોંધાવ્યા હતા. યુવરાજ અને પછીના બોલે જ યુસુફ પઠાણ આઉટ થઇ જતાં ૨૦૭/૪ (૩૪.૪)નો સ્કોર થયો હતો. આ સમયે શ્રીલંકાને વળતી લડત આપવાની તક હતી પણ ગંભીર ઉપરાંત રૈનાએ ૩૭ બોલમાં ચાર ચોગ્ગા એક છગ્ગા સાથે અણનમ ૪૯ રન નોંધાવતા શ્રીલંકા ભારતને સંયમમાં નહોતું રાખી શક્યું. શ્રીલંકાએ મેન્ડીસને પડતો મુકવાની ફરજ પડી હતી. કુલાસેકરાએ ૬૩ રનમાં ૩ વિકેટ ઝડપી હતી. ૩૩૩ રનના પડકાર ઝીલવા ઉપરાંત શ્રીલંકાએ ઇરફાનની બોલંિગમાં ભયજનક જયાસુરિયાને (૨૭) ગુમાવ્યો તે પછી ચમત્કાર જ તેઓને જીતાડી શકે તેમ હતું. રન રેટના દબાણ હેઠળ નિયમિત અંતરે તેઓએ તેમના મુખ્ય બેટ્‌સમેનો દિલશાન (૩૫) જયવર્દને (૨૫) કદામ્બી (૧૦) ગુમાવ્યા હતા. ત્રીજી વન ડેની જેમ સંગકારાએ (૫૬) એકલા હાથે સાથીની તલાશમાં નોંધપાત્ર ઇનંિગ રમી હતી. ૩૩.૪ ઓવરોમાં ૧૭૪ રને શ્રીલંકાએ પાંચમી વિકેટ ગુમાવી તે સાથે પ્રેક્ષકો ઘરે જવા માંડ્યા હતા. ઇરફાને ૩ અને પી. કુમાર-સેહવાગે બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતના ફિલ્ડર પર ૧૮.૨ ઓવર વખતે કોઈ પ્રેક્ષકે કાંઇક ફેંકતા ધોની ટીમને મેદાન બહાર લઇ ગયો હતો. દસેક મિનિટના વિધ્ન બાદ મેચ ફરી શરૂ થઇ હતી. હવે આખરી ડે મેચ ૮ ફેબુ્રઆરીએ રમાશે.

ભારત

-રનબોલ
સેહવાગ કો.જયસુર્યા બો.કુલાસેકરા૦૫૦૮
ગંભીર કો.સંગાકારા બો.મુરલીધરન૧૫૦૧૪૭૧૪
ધોની કો.ફર્નાન્ડો બો.જયસુર્યા૯૪૯૬
યુવરાજ બો.કુલાસેકરા૦૫૦૬
વાય.પઠાણ બો.કુલાસેકરા૦૦૦૧
રૈના અણનમ૪૯૩૭
આર.શર્મા અણનમ૦૪૦૬
વધારાના (લેગબાય ૯, વાઇડ ૧૫, નોબોલ ૧)૨૫
કુલ ૫૦ ઓવરમાં પાંચ વિકેટે૩૩૨

વિકેટનો ક્રમ ઃ ૧-૧૪ (સેહવાગ ૨.૫), ૨-૨૦૨ (ધોની ૩૩.૩), ૩-૨૦૭ (યુવરાજ ૩૪.૩), ૪-૨૦૭ (વાય.પઠાણ ૩૪.૪), ૫-૩૧૦ (ગંભીર ૪૭.૧)

બોલીંગ ઃ કુલાસેકરા ૧૦-૦-૬૩-૩, મહારુફ ૧૦-૦-૬૦-૦, ફર્નાન્ડો ૯-૦-૬૪-૦, મેથ્યુસ ૩-૦-૨૪-૦, મુરલીધરન ૧૦-૦-૬૬-૧, જયસુર્યા ૮-૦-૪૬-૧

શ્રીલંકા

-રનબોલ
દિલશાન કો.યુવરાજ બો.પી.કુમાર૩૮૪૫
જયસુર્યા કો.આર.શર્મા બો.ઇરફાન૨૭૧૬
સંગકારા કો.ગંભીર બો.સેહવાગ૫૬૭૪
જયવર્દને કો.ધોની બો.સેહવાગ૨૮૪૦
કદામ્બી એલબી બો.વાય.પઠાણ૧૦૧૫
કાપુગેડેરા બો.ઓઝા૧૬૨૬
મેથ્યુસ કો.ધોની બો.યુવરાજ૦૬૦૯
મહારુફ કો.આર.શર્મા બો.ઇરફાન૨૮૨૬
કુલાસેકરા અણનમ૩૯૨૨
મુરલીધરન કો.રૈના બો.ઇરફાન૦૦૦૧
ફર્નાન્ડો બો.પી.કુમાર૦૯૧૪
વધારાના (લેગબાય ૩, વાઇડ ૫)૦૮
કુલ ૪૮ ઓવરમાં ઓલઆઉટ૨૬૫

વિકેટનો ક્રમ ઃ ૧-૫૫ (જયસુર્યા ૭.૨), ૨-૭૯ (દિલશાન ૧૨.૧), ૩-૧૪૦ (જયવર્દને ૨૫.૪), ૪-૧૬૩ (કદામ્બી ૩૦.૩), ૫-૧૭૪ (સંગકારા ૩૩.૪), ૬-૧૮૩ (મેથ્યુસ ૩૫.૫), ૭-૨૦૭ (કાપુગેડેરા ૪૦.૧), ૮-૨૨૦ (મહારુફ ૪૨.૩), ૯-૨૨૦ (મુરલીધરન ૪૨.૪), ૧૦-૨૬૫ (ફર્નાન્ડો ૪૭.૬)

બોલીંગ ઃ પી.કુમાર ૯-૦-૩૮-૨, ઇરફાન ૭-૦-૫૮-૩, ઇશાન્ત ૫-૦-૩૯-૦, ઓઝા ૧૦-૦-૩૪-૧, સેહવાગ ૯-૦-૪૩-૨, વાય.પઠાણ ૩-૦-૧૩-૧, યુવરાજ ૫-૦-૩૭-૧.

Copyright   © Gujarat Samachar