home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

(-ઃ વાત વાતમાં ઃ-)

ચીનના ખાનગી ‘જુતાં SMS’ !

લંડન ગયેલા ચીનના વડાપ્રધાન જીઆ બાઓ ઉપર કોઇ તિબેટના માણસે છૂટ્ટું જુતું માર્યું!

જોકે આ સમાચાર ઈંગ્લેન્ડના ટીવી પર લાઇવ પ્રસારિત થઇ ગયા!

પણ ચીનમાં તો આ ઘટનાનો ઉલ્લેખ સુઘ્ધાં થયો નહિ. છતાં, ત્યાંના નાગરિકો એકબીજાને SMS મોકલીને કેવી ગમ્મતો કરતા હશે?...

* * *

તમે ‘તાઓ ઓફ ફિઝિક્સ’ નામના પુસ્તક વિશે સાંભળ્યું છે ને?

- હવે લંડનથી ‘જુતાઓ ઓફ ફિઝિક્સ’ નામની બુક બહાર પડવાની છે!

* * *

ચીનમાં ઠેર ઠેર ‘કુંગ-ફૂ’ ક્લાસીસ ચાલે છે ને?

- પણ તિબેટમાં તો હવે ‘કુંગ-શૂ’ના ક્લાસીસ ચાલુ થઇ ગયા છે!

* * *

ચીનમાં એટલી સખત સરમુખત્યારશાહી છે કે લોકો ડરી રહ્યા છે કે ક્યાંક ‘શુઝ’ ઉપર જ ‘બાન’ ના આવી જાય! પણ એમનો ડર દૂર કરતા રમૂજી SMS ફરવા લાગ્યા છે...

ગુડ ન્યુઝ ઃ ચીન મેં ‘શુ-બાન’ નહીં આયેગા.

વેરી ગુડ ન્યુઝ ઃ અભિનંદન! આપ કે મુંહ મેં ભી ‘શુ-બાન’ નહીં હૈ!

* * *

સરકારી સૂચનાઓ આપવા માટે ચીનમાં SMS નો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે. જુઓ, આ નમૂનો...

- આપણા વડાપ્રધાન ઉપર લંડનમાં કશું જ ફેંકાયું નથી. છતાં શું ફેંકાયું છે એ શોધી લાવનારને એવું કોઇ જુતું ઈનામમાં મળશે નહિ!

* * *

SMS (૧) ઃ આપણા વડાપ્રધાન ઉપર જુતું ફેંકાયું છે એવા સમાચાર પ્રસારિત કરવા બદલ બ્રિટનની ન્યુઝ ચેનલ દિલગીર છે.

SMS (૨) ઃ સોરી, આપણા વડાપ્રધાન ઉપર જુતું ફેંકાયું જ નથી.

SMS (૩) ઃ તો પછી હકીકત શું છે?

SMS (૪) ઃ ઓકે. હકીકત એ છે કે આપણા વડાપ્રધાન ઉપર જુતું ફેંકાયું નથી, એ બદલ બ્રિટનની ન્યુઝ ચેનલ ખરેખર દિલગીર છે!

* * *

ચીનના સરકારી છાપામાં છપાયેલા એક સમાચાર ઃ

‘‘ચીનના માહિતી અને પ્રસારણ વિભાગના પ્રવકતાએ આજે જણાવ્યું હતું કે બુશ ઉપર જુતાં ફેંકવાની ઘટનાને પગલે અમેરિકામાં વેબસાઈટ ઉપર બુશને જુતાં મારવાની ગેઈમ શરૂ થઇ ગઇ હતી. પરંતુ આપણા દેશમાં એવી કોઇ વેબ-ગેઈમ શરૂ કરાશે નહિ, કારણ કે ચીનના ૮૪ કરોડ લોકો પાસે ઈન્ટરનેટની સુવિધા જ નહિ હોવાથી આવી ગેઈમનો કશો અર્થ સરે તેમ નથી...’’

- મન્નુ શેખચલ્લી

Copyright   © Gujarat Samachar