home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

પેટલાદમાં ખેતરમાંથી પોલીસે રૂા. ૧.૧૧ લાખનો દારૂ ઝડપ્યો

આણંદ,તા.૫

પેટલાદ શહેરના કલાલ પીપળ નજીક આવેલ એક રાયડાના ખેતરમાંથી ગત રાત્રિના સુમારે પેટલાદ શહેર પોલીસે રૂા.૧.૧૧ લાખની કંિમતનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

બુટલેગર લિયાકતઅલી ભાગી ગયો ઃ ખેતર કાઉન્સિલરનું હોવાનું જાણવા મળ્યું

આ વિદેશી દારૂનો જથ્થો પેટલાદના કુખ્યાત બુટલેગર લિયાકતઅલી મલેકે રાયડાના ખુલ્લા ખેતરમાં ઉતાર્યો હતો. દરોડા સમયે પોલીસને અચાનક આવી ચઢેલી જોઈ બુટલેગર લિયાકતઅલી મલેક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પેટલાદ શહેર પોલીસ મથકના પી.આઈ. વાય.જે.રાણાને ગત રોજ એક ગુપ્ત બાતમી મળી હતી કે પેટલાદના કુખ્યાત બુટલેગર લિયાકતઅલી અમનમીયા મલેકે શહેરના કલાલ પીપળ નજીક આવેલ એક દરગાહ પાસેના રાયડાના ખુલ્લા ખેતરમાં પરપ્રાંતીય વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે. એવી મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટલાદ શહેર પો.સ.ઈ. એમ.ડી.પુવારે ગત રાત્રિના લગભગ ૯ઃ૩૦ કલાકના આસપાસના સુમારે તેમના સહાયકો સાથે ઉક્ત બાતમીવાળા સ્થળે ઓચંિતો દરોડો પાડ્યો હતો. પોલીસને અચાનક આવી ચઢેલી જોઈ કુખ્યાત બુટલેગર લિયાકતઅલી મલેક ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. પોલીસે રાયડાના ખુલ્લા ખેતરમાં તપાસ હાથ ધરતાં પરપ્રાંતીય વિદેશી દારૂની જુદી-જુદી બનાવટની ૩૧ પેટી મળી આવી હતી. જેની અંદાજિત કંિમત રૂપિયા ૧.૧૧ લાખ જેટલી થવા જાય છે. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને ફરાર બુટલેગર લિયાકતઅલી મલેકને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી હતી.

પેટલાદમાંથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થા સંદર્ભે પેટલાદ શહેર પોલીસે વઘુ તપાસ હાથ ધરતાં જે ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો તે ખેતર પેટલાદ નગરપાલિકાના કાઉન્સીલર અસ્લમબેગ મિરઝાનું હોવાનું ખુલવા પામ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અસ્લમબેગ મિરઝા અગાઉ બનાવટી ચલણી નોટોના પ્રકરણમાં પણ ઝડપાયેલો હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે અને ગત રાત્રિના સુમારે કુખ્યાત બુટલેગર લિયાકતઅલી મલેકના પકડાયેલા વિદેશી દારૂના જથ્થામાં કાઉન્સીલર અસ્લમબેગ મિરઝાની પણ સંડોવણી છે કે કેમ તે અંગે પેટલાદ શહેર પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

Copyright   © Gujarat Samachar