ઠાસરાના
ઓરંગપુર કેનાલ પરના
બાવન વૃક્ષો ગેરકાયદે કાપી
દોઢ લાખમાં વેચી નખાયા
નડિયાદ,
તા. ૫
ઠાસરા તાલુકાના ઓરંગપુરથી
વિસનગરની કેનાલ પરના અંદાજે રુપિયા દોઢ લાખની કંિમતના ૫૨ જેટલા વૃક્ષોની
ગેરકાયદેસર કતલ કરી તેને બારોબાર વેચી મારવામાં આવ્યા છે. આ અંગે વનવિભાગ
દ્વારા તપાસ કરી પોલીસમાં ફરીઆદ નોંધાવવા માટેના ચક્રો ગતિમાન કરવામાં
આવ્યા છે.
વન વિભાગ દ્વારા વૃક્ષને કાપનારા
સામે ફરિયાદ નોંધાવવા ચક્રો ગતિમાન
વિસનગર
પાસેથી પસાર થતી કેનાલની આસપાસ બાવળ સહિત અન્ય મોટા વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા.
થોડા દિવસો પહેલાં ૫૨ જેટલા આ વૃક્ષોની કોઈ ઈસમોએ વન વિભાગની મંજૂરી વિના
કતલ કરી હતી, અને તેને બારોબાર વેચી માર્યા હતા. જેની કેિમત અંદાજે રુપિયા દોઢ
લાખ થાય એમ છે.
બાદમાં ગેરકાયદેસર
વૃક્ષછેદનનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જો કે, આટલા મોટા પાયે વૃક્ષોની
કતલ કરી તેને વેચી મારવાનું કામ સામાન્ય નથી. આથી તંત્રના કોઈ કર્મચારીઓની રહેમનજર
હેઠળ જ આમ વૃક્ષોની કતલ કરી તેને વેચી મારવામાં આવ્યા હોવાનું મનાય છે.
આ
અંગે ખેડા જિલ્લાના વન સંરક્ષક (ડી.એફ.ઓ.)સમક્ષ પણ ઠાસરાના આર.એફ.ઓ.દ્વારા લેખિત
રજૂઆત કરવામાં આવી છે. આથી ટૂંક સમયમાં તપાસના આદેશો આપવામાં આવે એમ
છે. આ બનાવ અંગે પોલીસ મથકે ફરીઆદ નોંધાવવા માટેના પણ ચક્રો ગતિમાન
થયા છે. જો આ અંગે સઘન તપાસ કરવામાં આવે તો બીજી પણ અનેક વિગતો બહાર આવે એમ
હોવાનું ચર્ચાય છે.