home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

વણસોલ-સૂંઢા ગામ પાસે
મલકાના વહેળામાં એક માસથી સંિચાઈ પાણી બંધ કરાતા રોષ

નડિયાદ, તા. ૫

મહેમદાવાદ તાલુકાના વણસોલ (સુંઢા) ગામ નજીક આવેલા મલકાના વહેળામાં એક માસથી સંિચાઈનું પાણી એકાએક બંધ કરી દેતાં આ વિસ્તારના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રવિ પાક માટે હાલ પાણીની પુષ્કળ જરૂરિયાત હોવાનું જણાવતાં ખેડૂતો દ્વારા સત્વરે પાણી આપવામાં આવે એવી માંગણી કરાઈ છે.

ત્રણ હજાર એકર જમીનમાં રવીપાક માટે પાણીની જરૂરિયાત હોવા છતાં બંધ કરી દેવાયું

વણસોલ(સુંઢા) નજીક મલકાનો વહેળો આવેલો છે. જેમાં પાણી આવતાં વિસ્તારના ખેડૂતો સંિચાઈની સગવડ મેળવી શકે છે. આ વિસ્તારમાં અન્ય કોઈ રીતે સંિચાઈનું પાણી મળી શકે તેવી શક્યતાઓ ઓછી છે. આ સંજોગોમાં મલકાના વેળાના પાણીનો ખેડૂતોને આધાર રાખવો પડે છે. આ આધારે જ આ વિસ્તારના ખેડૂતો ખેતીપાક પકવતા હોય છે. ખાસ કરીને શિયાળુ પાક માટે આ પાણીનો જ મુખ્ય આધાર કરાય છે. પરંતુ હાલ પાણી બંધ કરી દેવાતાં ખેડૂતો મુંઝવણભરી પરિસ્થિતિમાં મુકાયા છે. આ અંગે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર વણસોલ ગામમાં લગભગ પાંચ હજારની વસ્તી છે. જેમાં મુખ્યત્વે ખેડૂતો છે. અંદાજિત ત્રણ હજાર એકર જમીનમાં શિયાળુ ઘઉંનુું વાવેતર કરાયું છે. વળી, ગામના પશ્ચિમ વિભાગ બાજુની મોટાભાગની જમીન મલકાના વેળા પાસેથી પસાર થાય છે. આ વેળામાં ચોમાસાથી માંડી અત્યાર સુધી પાણી આવતું હતું, અને રવિ સિઝન ન લેવાય ત્યાં સુધી પાણીની આશા સાથે વિસ્તારના ખેડૂતોએ ઘઉંનુંવાવેતર કર્યું હતું. હવે હાલ જ્યારે પાણીની અત્યંત જરૂરિયાત છે ત્યારે છેલ્લા એક મહિનાથી અચાનક આ વેળામાં પાણી બંધ કરી દેવાયું છે. જેને કારણે ખેડૂતોમાં ચંિતાની લાગણી વ્યાપી છે. ઘઉંનો હાથવગો બનેલો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ પણ કેટલાંક ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઈ છે. શિયાળુ પાકને નુકશાન ન થાય અને ખેડૂતોને તેમની મહેનત તેમજ ખર્ચનો પુરેપુરો ફાયદો મળે તે માટે શક્ય તેટલા સત્વરે પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને આ વેળામાં પિયતનું પાણી છોડવામાં આવે તેવું વિસ્તારનો જગતતાત ઈચ્છી રહ્યો છે.

Copyright   © Gujarat Samachar