home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

સફાઈ બાબતે નગરપાલિકાની બેદરકારીનું પરિણામ
આણંદમાં ઝાડા-ઉલટીનો વાવર ઃ બે વૃદ્ધાનાં મોત

આણંદ,તા.૫

આણંદ શહેરના ગુજરાતી ચોક સ્થિત પોલસન ડેરી રોડ ઉપર આવેલી શંકરભાઈની ચાલી રોગચાળાના ભરડામાં આવી ગઈ છે. આ ચાલીમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળતાં બે વૃઘ્ધ મહિલાઓના કરૂણ મોત નીપજ્યાં છે જ્યારે ૧૨ જેટલા વ્યક્તિઓને શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ગટરના પાણી પીવાના પાણીની પાઈપ લાઈન સાથે ભળી જતાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. ઝાડા-ઉલ્ટીની લપેટમાં સપડાઈને એક ૬૦ વર્ષના આશરાની વૃઘ્ધાનું અને બીજી ૭૦ વર્ષના આશરાની વૃઘ્ધાનું અચાનક મોત થતાં સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. પાલિકા તંત્ર દ્રારા આ વિસ્તારમાં છેલ્લા ઘણાં વખતથી સફાઈના મુદ્દે દાખવવામાં આવેલી બેદરકારી અને લાપરવાહીના કારણે આ વિસ્તાર રોગચાળાની લપેટમાં સપડાઈ જતાં સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્રના આળસુ વહીવટ પ્રત્યે તીવ્ર રોષની લાગણી ઉઠવા પામી છે તો બીજી તરફ પાલિકા તંત્ર અને આરોગ્ય વિભાગ સબ સલામતની અલબેલ પોકારી રહ્યું છે.

પોલસન ડેરી રોડ પર શંકરભાઈની ચાલીના રહીશો ભોગ બન્યા ઃ ૧૨ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ

આ અંગે વઘુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરના ગુજરાતી ચોક સ્થિત પોલસન ડેરી રોડ ઉપર શંકરભાઈની ચાલી આવેલ છે. આ ચાલીમાં આશરે ૪૨ જેટલા શ્રમજીવી પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણાં વખતથી ગંદકીના ગંધાતા ઢગલાં અને ગટરોના ગંધાતા પાણી જાહેર રસ્તા ઉપર રેલાય છે. આખા વિસ્તારમાં ઠેર-ઠેર બેસુમાર ગંદકી અને ઉભરાતી ગટરોના ગંધાતા પાણીના કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય ઉપર ભયંકર જોખમ ઉભુ થવા પામ્યું હતું. આ વિસ્તારમાં ફેલાયેલી બેસુમાર ગંદકી અને ગટરોના ગંધાતા પાણીની અસહ્ય દુર્ગંધથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્ય હતા. ઘણાં વખતથી આ ચાલીમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને સ્થાનિક નાગરિકો દ્રારા નગરપાલિકા તંત્રમાં અનેક વખત લેખિત રજુઆત કરવામાં આવી હતી પરંતુ પાલિકાનું નઘરોળ તંત્ર સફાઈના મુદ્દે સાવ વામણું પુરવાર થતાં આખરે આ વિસ્તાર રોગચાળાના ભરડામાં આવી જવા પામ્યો છે.

શહેરની શંકરભાઈની ચાલીમાં વસવાટ કરતાં જાગૃત નાગરિકોના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં રોગચાળારૂપી આફત ત્રાટકી છે. આ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીનો રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા બેથી ત્રણ દિવસમાં આશરે ૧૪ જેટલા વ્યક્તિઓ ઝાડા-ઉલ્ટીનો ભોગ બન્યા છે. જેઓને સારવાર અર્થે તુરંત જ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ શંકરભાઈની ચાલીમાં રહેતા બયજીબેન રૂપસંિગ રાણા (ઉ.વ.આશરે ૭૦)ને ગત રાત્રિના સુમારે અચાનક ઝાડા-ઉલ્ટી થવા પામી હતી આથી તેમને સારવાર માટે તુરંત જ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારના લગભગ ૮ઃ૦૦ કલાકના આસપાસના સુમારે તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જ્યારે આ વિસ્તારમાં રહેતા સઈદાબાનુ ફૈયાઝઅલી અન્સારી નામની એક ૬૦ વર્ષની વૃઘ્ધ મહિલાને પણ ગત રાત્રે અચાનક ઝાડા-ઉલ્ટી થવા પામી હતી. જેઓને સારવાર માટે તુરંત જ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોવાનું ખાનગી હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું.

આ ઉપરાંત આ વિસ્તારમાં રહેતા મહંમદ એયાનખાન સલીમખાન પઠાણ (ઉ.વ.૩), રહેનીશબેન જાવેદખાન પઠાણ (ઉ.વ.૫), અનવરખાન સરદારખાન પઠાણ (ઉ.વ.૬૦), હાજરાબેન અબ્દુલભાઈ વ્હોરા, સાયમાબેન ફારૂખભાઈ શેખ અને લીઝાબેન સિદ્દીકભાઈ શેખ સહિત ૧૨ જેટલા વ્યક્તિઓને અચાનક ઝાડા-ઉલ્ટી થવા પામી હતી. આ તમામ વ્યક્તિઓને સારવાર માટે તુરંત જ શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હોવાના અહેવાલ સાંપડ્યા છે. શહેરનો આ વિસ્તાર અચાનક રોગચાળાના ભરડામાં આવી જતાં સ્થાનિક રહીશોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. અહીંના જાગૃત નાગરિકોએ રોષપૂર્વક કહ્યું હતું કે છેલ્લા ઘણાં દિવસોથી આ વિસ્તારમાં ગટરોના ગંધાતા પાણી ઉભરાઈ રહ્યા હતા અને તેના કારણે આખો વિસ્તાર બેસુમાર ગંદકીથી ખદબદી રહ્યો હતો. બેસુમાર ગંદકીના કારણે આ વિસ્તારમાં રોગચાળારૂપી આફત ત્રાટકવાની ભીતીથી થરથર ઘુ્રજી રહેલા સ્થાનિક નાગરિકોએ આ પ્રશ્ને અગાઉ અનેક વખત પાલિકા તંત્રમાં લેખિત રજુઆત કરી હતી પરંતુ પાલિકાના નઘરોળ તંત્રએ સફાઈના મુદ્દે દાખવેલી લાપરવાહીના કારણે આખરે આ વિસ્તાર રોગચાળાના ભરડામાં આવી જવા પામ્યો છે. હજુ તો રોગચાળાના કારણે માત્ર બે જ વૃઘ્ધાના મોત નીપજ્યા છે. પાલિકા તંત્ર દ્રારા યુઘ્ધના ધોરણે અને રોકેટ ગતિએ આ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં નહિ આવે તો અનેક લોકો રોગચાળારૂપી આફતમાં સપડાય તેવી વકી છે.

Copyright   © Gujarat Samachar