home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

બાળકીની લાશ જ્યાંથી મળી તે મ્યુનિ.
શાળાનો ચોકીદાર રજા ઉપર જતા જેને મુકી ગયો તે શખ્સ લાપતા

અમદાવાદ,

બાપુનગરમાં ફૂલસમાન બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા નિપજાવવાના કિસ્સામાં આ વિસ્તાર, વસતી અને પરિસ્થિતિનો જાણકાર શખ્સ આરોપી હોવાનું પોલીસ મજબૂતપણે માની રહી છે. પોલીસે મોડીસાંજ સુધી કરેલી તપાસ બાદ બાળકીના એક પરિચિતની પૂછપરછ શરૂ કરી છે તો શાળામાં હંગામી ચોકીદાર તરીકે રહેલા અને લાપતા થયેલા શખ્સની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

બાળકીને જ્યાં ગોંધી રાખી બળાત્કાર ગુજારાયો તે સ્થળ શોધતી પોલીસઃ પરિચિતની પૂછપરછ

સંગીતા મારવાડીનો મૃતદેહ જ્યાંથી મળી આવ્યો તે શાળા નંબર ૧૩-૧૪માં ચોકીદાર તરીકે સુરેશભાઈ ગોવંિદભાઈ પાટીલ કાર્યરત હતા. શાળાના વિશાળ પ્રાંગણમાં આવેલા કવાર્ટર્સમાં જ રહેતા સુરેશભાઈ ભત્રીજાની બાબરીની વિધી હોવાથી તા. ૩૧ ડીસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી વતન મહારાષ્ટ્રમાં ગયા છે.

સુરેશભાઈ રજા ઉપર ગયા ત્યારે તેમના એક પરિચિતને હંગામી ચોકીદાર તરીકેની કામગીરી સોંપીને ગયા હતા. આ બનાવ બન્યો તે પછીથી આ હંગામી ચોકીદાર એવો શખ્સ લાપતા બની ગયો છે. મૃતદેહ શાળાના શૌચાલયમાંથી મળતા પોલીસને હંગામી ચોકીદાર ઉપર શંકા છે. પરંતુ, પોતાની અવેજીમાં મુકાયેલા શખ્સ અંગેની માહિતી સુરેશ પાટીલ જ આપી શકે તેમ હોવાથી પોલીસે તેમને તાબડતોબ પરત અમદાવાદ બોલાવ્યા છે.

બીજી તરફ, પોલીસે બાળકી અને તેમના પરિવારની નજીકના અને આ વિસ્તારના અમુક શખ્સો ઉપર નજર રાખવાનું શરૂ કર્યું છે. પોલીસે એક એવા શકમંદની પૂછપરછ પણ શરૂ કરી છે કે જે આ બાળકીના પરિવારનો સ્વજન છે. આ શખ્સે પોતે બાળકી લાપતા બની ત્યારે નાગરવેલ હનુમાન વિસ્તારમાં પોતાના બહેનને ત્યાં ગયો હોવાની વાત કરી છે. પોલીસ તમામ બાબતો તપાસી તપાસ આગળ ધપાવી રહી છે.

પોલીસ એટલું સ્પષ્ટપણે કહે છે કે, બાળકીનો મૃતદેહ જ્યાંથી મળ્યો છે તે સ્થળે બળાત્કાર ગુજારવામાં આવ્યો નથી. આ સંજોગોમાં બળાત્કાર ગુજારાયાનું અથવા તો બાળકીને જ્યાં ગોંધી રાખવામાં આવી તે સ્થળની તલાશ ચાલી રહી છે. આ સ્થળ મળી જાય તો મહત્વની કડી મળી આવે તેમ છે.

Copyright   © Gujarat Samachar