home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

લાઇસન્સ રિન્યુઅલ ન થતાં
દિયોદર માર્કેટ સમિતિના વાઇસ ચેરમેન સહિત ત્રણ ડિરેક્ટરો સસ્પેન્ડ

દિયોદર,તા.૦૫

દિયોદર માર્કેટ સમિતીમાં વર્ષમાં અંત સુધીમાં લાયસન્સ રીન્યુ ન કરાવાતાં અગાઉ ખરીદ-વેચાણ વિભાગના બે ડીરેક્ટરો સસ્પેન્ડ થયા બાદ આજ રોજ વહેપારી વિભાગમાંથી ચૂંટાયેલ વા.ચેરમેન સહીત ત્રણ ડીરેક્ટરો આ મામલે સસ્પેન્ડ થતાં દીયોદર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે બંને વિભાગના મળી પાંચ ડીરેક્ટરો લાયસન્સને મામલે ગેરલાયક કરતાં ડીરેક્ટરો લાયસન્સની કામગીરીમાં ઉદાસીનતા સેવતાં હોવાનું બહાર આવવા પામ્યું છે. ત્યારે સસ્પેન્ડેડ ત્રણ સભ્યોએ સભ્યપદ બચાવવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે તે કામગીરી પરિણામ લક્ષી બની રહે છે કે બની રહેશે આવનારો સમય બતાવશે.

લાઇસન્સના મામલે કુલ પાંચ ડિરેક્ટરો સસ્પેન્ડ ઃ ૧૪માંથી પાંચ સભ્યો ગેરલાયક ઠર્યા ઃ સભ્ય પદ બચાવવા દોડધામ

દિયોદર માર્કેટ સમિતીમાં યોજાયેલ ચૂંટણીમાં રાજકારણના ખેલાડીઓ ડીરેક્ટરોમાં ચૂંટાઇ આવ્યા છે ત્યારે દિયોદર માર્કેટ સમિતી પર સમગ્ર તાલુકાની નજર મંડાઇ છે. તેમાંય દિયોદર માર્કેટ સમિતીમાં ખરીદ-વેચાણ વિભાગમાંથી ચૂંટાયેલ શીવાભાઇ અમરાભાઇ ભૂરીયા, પરાગભાઇ બીજોલભાઇ પટેલ લાયસન્સ રીન્યુ ન કરતાં અગાઉ ગેરલાયક કર્યા બાદ માર્કેટ સમિતીના વહેપારી વિભાગમાંથી ચૂંટાયેલ વા.ચેરમેન મૂક્તિલાલ વાઘજીભાઇ શાહ, જ્યંતીલાલ બાપુલાલ દોશી તેમજ ઉમેદજી નવાજી પટેલ નીયત સમય મર્યાદામાં લાયસન્સ રીન્યુ ન કરાવતાં દીયોદર માર્કેટ સમિતીના ભૂતપૂર્વ ચેરમેન કરશનભાઇ દેસાઇએ તા. ૩૧-૭-૦૮ ના રોજ આ ત્રણેય ડીરેક્ટરોએ ૩૧-૩-૦૮ સુધીમાં લાયસન્સ ન મેળવી લાયસન્સની અરજી પણ ન કરી. મે- ૦૮ મહિનામાં લાયસન્સ રીન્યુ કરતાં સમય મર્યાદા બહાર લાયસન્સ રીન્યુ થતાં લાયસન્સના મામલે સહકારી ધારા ધોરણનો ભંગ થયો હોવાની રજુઆત ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરને કરતાં ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નીયામકે ભૂતપૂર્વ ચેરમેનની રજૂઆતને ગ્રાહ્ય રાખી વહેપારી વિભાગમાંથી ચૂંટાયેલ વા.ચેરમેન મુક્તિલાલ.વી.શાહ, જ્યંતીલાલ.બી.દોશી તેમજ ઉમેદજી નવાજી પટેલને ગેરલાયક ઠેરવતાં સમિતીમાં ખરીદ-વેચાણ વિભાગના બે બાદ વહેપારી વિભાગના ૩ ડિરેક્ટરો મળી લાયસન્સના મામલે પાંચ ડીરેક્ટરો સસ્પેન્ડ થતાં સમગ્ર દિયોદર તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સમિતીમાં ૧૪ સભ્યો સામે પાંચ સભ્યો ગેરલાયક ઠરતાં ૯ સભ્યોની સંખ્યા થઇ ગઇ છે. જો કે સસ્પેન્ડેડ વહેપારી વિભાગના ત્રણ ડીરેક્ટરોએ સભ્યપદ બચાવવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે તેઓ સભ્યપદ બચાવી શકે છે કે નહી તે જોવું રહ્યું.

Copyright   © Gujarat Samachar