પાલનપુરમાં
ગેરકાયદેસર ચાલતું ગેસ રિફિલીંગ સેન્ટર ઝડપાયું પાલનપુર,તા.૫ રાંધણ
ગેસના ઘરવપરાશના બાટલા વાહનોમાં ફીટ કરી બાટલાઓ નિયમિત ધોરણે સગેવગે કવરાનો
ધંધો ફુલ્યા ફાલ્યો છે. થોડાક સમય પહેલાં પાલનુપરના ઢુંઢિયાવાડી વિસ્તારમાંથી
આવું સેન્ટર ઝડપ્યા બાદ મુખ્ય પુરવઠા નિરીક્ષક પી.એલ.ગઢવીના નેતૃત્વ હેઠળ પુરવઠાની
ચેકંિગ ટીમે પાલનપરના ધનીયાણા ચોકડી પાસે એક ગેરેજની પાછળ ઓચંિતુ ચેકીંગ
હાથ ધરી મારુતિવાન, ફીયાટકાર, ઘરવપરાશના આઠ બાટલા, ઇલેક્ટ્રીક મોટરી સહિત અન્ય
સામગ્રી મળી ૯૫૭૦૪નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારુતિવાન,
ફિયાટકાર-આઠ બાટલા મળી કુલ રૂા.૯૫,૭૦૦ની કંિમતનો જથ્થો સીઝ કર્યો પ્રાપ્ત
માહિતી અનુસાર શહેરના ધનિયાળા ચોકડી વિસ્તારમાં ચોકડીથી પાલનપુર તરફ આવવાના
રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી ઓટોગેરેજ એન્ડ મોટર સર્વિસ ગેરેજના પાછળના ભાગે લાંબા
સમયથી ચાલતા ગેસ રીફીલીંગની માહિતી મળતંા પુરવઠાની ટીમે પી.એલ.ગઢવીની દોરવણી
હેઠળ ચેકીંગ કરતાં ફીયાટકાર ઘરવપરાશના ગેસ સીલીન્ડર આઠ તથા ઇલેકટ્રીક ોટર તેમજ અન્ય
સાધન સામગ્રી મળી કુલ ૯૫૭૦૪ની કંિમતનો જથ્થો સીઝ કરી આરોપીઓ સામે કાયદેસરની
કાર્યવાહી શરુ કરી છે. પાલનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘર વપરાશના રાંધણ ગેસના
બાટલા સમયસર મળતા નથી જયારે કાળા બજારીયાઓને આસાનીથી બાટલા મળી જાય છે. પકડાયેલા
આઠ બાટલા કયાંથી આવ્યાં તેની તપાસ કરી આવા બાટલા આપનારા સામે પગલાં લેવા માંગણી
ઉઠી છે. |