home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

અપુરતા વળતરના મામલે
દિયોદર તાલુકામાં જોહુકમીનો વિરોધ કરતા ખેડૂતોને જેલમાં ધકેલ્યા

દિયોદર,તા.૦૫

દિયોદર તાલુકામાં આખરી તબક્કામાં પહોંચેલ સલાયા-બાડમેરની કામગીરી અસમાન વળતરને મામલે ખેડૂતોએ અટકાવી ચોવીસ કલાકમાં પુરેપુરૂ વળતર આપવાનું આવેદનપત્ર આપવા છતાંય ખેડૂતોને વળતર નહી ચૂકવી ઓ.એન.જી.સી. તરફથી પોલીસની મદદથી જોહુકમી પૂર્વક કામગીરી શરૂ કરી દેતાં આ કામગીરીનો વિરોધ કરતાં ખેડૂતોને જેલ ભેગા કરાયા હતા.

મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરી ફરીથી કામ અટકાવ્યું રોષે ભરાયેલા ખેડૂતોએ ફરીથી ઉગ્ર આંદોલનની ચીમકી આપી

જેથી આ મુદ્દે ખેડૂતો ભારે રોષે ભરાયો હતા તેમજ ખેડૂતોને જેલમાં ધકેલાતાં મહિલાઓ રણચંડી બનીને આ કામગીરી પુનઃ અટકાવી હતી ત્યારે ખેડૂતોને વળતર નહી આપી જોહુકમી પૂર્વક કામગીરી શરૂ કરી વિરોધ કરતાં ખેડૂતોએ કોઇ મોટો ગુનો કર્યો હો.ય તેમ જેલ ભેગા કરાતાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યો છે. તેમજ સમસ્ત ખેડૂત આલમે આસામે ઉગ્ર આંદોલનની ગર્ભીત ચીમકી ઉચ્ચારી છે.

દિયોદર તાલુકામાં ચગાવાડા, લીલાદર, ડુચકવાડા, દેળવાડામાંથી ઓ.એન.જી.સી. ની સલાયા-બાડમેરની કામગીરી આખરી તબક્કામાંથી પસાર થઇ રહી છે ત્યારે આ કામગીરીમાં ખેડૂતોને અસમાન, અન્યાયી વળતર ચૂકવાયું હોવાની રજૂઆતોને અવગણતા આખરે ખેડૂતોને કામગીરી અટકાવવાની ફરજ પડી હતી ત્યારે ખેડૂતોએ ચોવીસકલાકમાં વળતરની માંગણી સાથેનું આવેદનપત્ર મામલતદારને સુપ્રત કર્યું હતું. ત્યારે આવેદનપત્ર બાદ આજરોજ ઓ.એન.જી.સી. ના અધિકારીઓ તરફથી પોલીસની મદદથી જોહૂકમી પૂર્વક કામગીરી શરૂ કરી દેતાં ખેડૂતોએ આ સામે તેઓનો વિરોધ પ્રદર્શીત કરતાં પોલીસે ખેડૂતોએ કોઇ મોટો ગુનો કર્યો હોય તેમ નરસુંગભાઇ જેઠાભાઇ ચૌધરી, લાલજીભાઇ ભેરાભાઇ ચૌધરી, બાબરાભાઇ દેવસીભાઇ પટેલ, નવીનભાઇ જગમાવભાઇ ચૌધરી, વેલાભાઇ દઝાભાઇ ચૌધરી સામે કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગા કર્યા હતા.

ત્યારે પાંચ ખેડૂતોને પોલીસે જેલ ભેગા કરતાં સમસ્ત ખેડૂત આલમમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. દીયોદર તાલુકાનાં ખેડૂતો સરકારી કચેરીઓમાં આજરોજ દોડી આવ્યા હતા અને પોલીસતંત્રની નીતી-રીતી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે ખેડૂતોને પોલીસ ઉઠાવી જતાં મહિલાઓ રણચંડી બની હતી અને બહોળી એકઠી થઇ ગયેલ મહિલાઓએ પાઇપલાઇનની આગળ ઉભી રહી જઇ આ કામગીરીનો વિરોધ કરી આ કામગીરી પુનઃ અટકાવી હતી. પરંતું ખેડૂતોને પોતાની જમીન, પાકોના વળતર માટે કંપનીઓ જોડે ઘર્ષણ કરી તેમજ ઘર્ષણમાં જેલમાં પણ કોઇ મોટો ગુનો કર્યો હોય તેમ જવું પડે તો હવે પછી કોઇપણ કામગીરી માટે પોતાની જમીન આપશે નહી.

Copyright   © Gujarat Samachar