home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
કરોડોનું બે નંબરી નાણું પકડાવાની શક્યતા
કડીના ઔદ્યોગિક એકમો ઉપર ઇન્કમટેક્સના દરોડાથી ખળભળાટ

કડી, તા. ૫

કડી ખાતે આજે વહેલી સવારે અમદાવાદ આયકર વિભાગના આશરે ૨૦૦ જેટલા કર્મચારીઓ એસ. આર.પી. જવાનો સાથે કડી ખાતેની કોટન ઈન્ડસ્ટ્રીઝો તેમજ તેમના અન્ય ધંધાના ેકમો અને રહેઠાણો ઉપર દરોડા પાડી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ કામકાજ ઠપ કરાવી સવારથી મોડી સાંજ સુધી તપાસની કામગીરી ચાલી રહી હતી.

૨૦૦ જેટલા કર્મચારીઓ તથા એસ.આર.પી.ના જવાનો સાથે ધંધા અને રહેઠાણો ઉપર એકી સાથે ઇન્કમટેક્સની ટીમો ત્રાટકી

કડી ખાતે સમગ્ર ભારતમાં નામના પામેલ કોટન ઉદ્યોગના વેપાર ક્ષેત્રમાં અચાનક મોટી સંખ્યામાં આયકર વિભાગના કર્મચારીઓ ત્રાટકતાં કડી ખાતેના તમામ કોટન ઉદ્યોગમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. બનાવમાં કડી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન થયાના ૪૮ કાક બાદ કડી ખાતે કોટન ક્ષેત્રે મોટી નામના ધરાવતા એકમો ઉપર વહેલી સવારે અમદાવાદ આયકર વિભાગના કર્મચારીઓ દરોડો પાડ્યો હતો. જેમાં એસ.આર.પી. જવાનો સાથે આવી ચડેલ આયકર વિભાગના ૨૦૦ જેટલા કર્મચારીઓએ કડી નંદાસણ રોડ ઉપર આવેલ (૧) પશુપતિ કોટન ઈન્ડસ્ટ્રીઝ (૨) રાજા ઈન્ડસ્ટ્રીઝ (૩) ડી રાજા ઈન્ડસ્ટ્રીઝ (૪) પટેલ ઓઈલ મીલ એન્ડ જીનીંગ ફેક્ટરી તેમજ કડી છત્રાલ રોડ પર આવેલ (૫) અન્નપૂર્ણા રાઈસ મીલ, ઉદય કોટન ઈન્ડસ્ટ્રીઝ તથા જાનકી કોટન ઈન્ડસ્ટ્રીઝ તેમજ સંતરામ કોમ્પ્લેક્ષ ખાતે આવેલ શ્રીનાથ જ્વેલર્સ તેમજ કડી રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ભાગ્યોદય કોટન મીલના માલિકોના રહેઠાણ એવા (૧) રાજેશ્વરી સોસાયટી, (૨) ગૌતમનગર સોસાયટી, (૩) સરદાર પટેલ સોસાયટી ખાતેના આવાસોમાં પણ દરોડા પાડતા હોહા મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કડી ખાતે વર્ષોથી ધમધોકાર ચાલતા કોટન ઉદ્યોગે સમગ્ર ભારતમાં મોટી નામના મેળવી છે તેવા આ એકમોમાં અત્યાર સુધી આયકર વિભાગના નાનામોટા દરોડા પડ્યા હશે. પરંતુ આટલી મોટી સંખ્યામાં આયકર વિભાગના કર્મચારીઓ અગાઉ આશરે ૨૬ વર્ષ પહેલા ૧૯૮૩માં ત્રાટકી મોટો દરોડો પાડી જંગી બેનામી માલ મિલકત સામે કાયદાની લાલ આંખ કરી હતી. ત્યારબાદ ૨૬ વર્ષ બાદ તાજેતરમાં આયકર વિભાગ, અમદાવાદ દ્વારા અચાનક રહેઠાણ વિસ્તારમાં અચાનક દરોડો પાડતાં કરોડોની નામી બેનામી મિલકત જપ્ત થવાની આશંકા સેવાઈ રહી છે. જોકે કડી ખાતે જેમ એક તિજોરીનું પોલ જેમ તેની ચાવી ખોલી દે તેમ ઉપરના મોટાભાગના એકમોનું એકાઉન્ટનું કામ કરતા સી એ અરવંિદ વોરાના જલધારા સોસાયટી ખાતેના રહેઠાણે પણ આયકર વિભાગના કર્મચારીઓએ ત્યાં પણ દરોડો પાડ્યો હતો. કડી ખાતે અમદાવાદ આયકર વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં જીનર્સ એસોસીએશનના પ્રમુખ દિલીપભાઈ પટેલ તેમજ મંત્રી શૌરીનભાઈ પરીખના રહેઠાણ તેમજ ધંધાકીય એકમો ઉપર દરોડા પાડેલ છે. આમાં એક ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર મહિલા, જિલ્લા પૂર્વ સાંસદ પણ હિસ્સો ધરાવે છે.

Copyright   © Gujarat Samachar