થરા
નજીક ટ્રેલર-રિક્ષા અથડાતાં પાંચનાં મોત
થરા,તા.૫
કાંકરેજના
થરા નજીક થયેલા શટલિયા-ટ્રેઇલરના ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા હતા.
આ અંગેની જાણ ૧૦૮ ઇમરજન્સી કરાતા તેણે તુરંત ઘટના સ્થળે આવી ગંભીર ઇજાગ્રસ્તોને થરા
રેફરલમાં ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા ડી.વાય.એસ.પી. તેમજ થરા પી.એસ.આઇ. દેસાઇ
ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પેટ્રોકેમિકલ
ભરીને આવતાં ટ્રેલરનું પાછળનું વ્હીલ રિક્ષા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો ઃ દોઢ
વર્ષના બાળકનો અદભૂત બચાવઃ ત્રણ ગંભીર
થરા
કર્ણાવતીનગર પાસે ચાર વાગ્યાના સુમારે વડા તરફથી રોંગ સાઇડે મુસાફરો ભરી આવતી શટલિયા
રિક્ષા થરા તરફથી પેટ્રોકેમિકલ કોયલ ભરી આવી રહેલ ટ્રેઇલર ના ડ્રાઇવર સાઇડના પાછળના
ટાયર જોસ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શટલિયામાં
બેઠેલા મુસાફરો પૈકી સનોપજી સવાજી ઠાકોર, ુઉ.વ. ૪૫ (નાથપુરા), કિરણ છનાજી ઠાકોર,
ઉ.વ. ૧૦, (ઇન્દિરાનગર-થરા), રેખાબેન કુંવરજી અમથાજી ઠાકોર, ઉ.વ.-૮ (કાશીપુરા)
ના ઘટના સ્થળે ગંભીર મોત થયા હતા. આ અકસ્માત બાદ ટ્રેઇલર ચાલકે વડા તરફ જતા રાહદારી
ધૂલસંિગ હાલાજી ઠાકોર, ઉ.વ.૭૦ વડાને ટક્કર મારતાં તેઓ રોડ સાઇડે ફંગોળાઇને
પટકાતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ જમાલખાન નામના વ્યક્તિએ
૧૦૮ ને કરતાં ઇ.એમ.ટી. મનહર સોલંકી તથા પાઇલોટ ભરતવ્યાસ તુરંત જ ઘટના સ્થળે આવી
પહોંચી ઇજાગ્રસ્તોને થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્ત પૈકી હવીબેન કુંવરાજી
અમથાજી ઠાકોર ઉ.વ. ૪૦ કાશીપુર વાળાને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતમાં
દોઢ વર્ષના એક બાળકનું આબાદ બચાવ થવા પામ્યો હતો.
ફક્ત
નાણાંકીય લાભ ખાટવાની આશયથી થરા પોલિસ અને ટ્રાફિકશાખા દ્વારા ખાનગી વાહનવાળાઓને
અપાતા છૂટા દોર સામે હાજર તમામ લોકો ફિટકાર વર્શાવી રહ્યાં હતા. આ અકસ્માત
બાદ થરા રેફરલમાં પણ લોકોના ટોળે-ટોળા ઘટનાની જાણ થતાં ઉમટી પડ્યા હતા. આ
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ લોકોને પાટણ વઘુ સારવાર માટે રિફર કર્યા હોવાનું
જાણવા મળેલ છે. અકસ્માત સ્થળે મૃતકોના માંસના લોચા રોડ ઉપર વિખરાયેલા પડ્યા દ્રશ્યો
હ્ય્દયને ઘૂ્રજાવી દે તેમ હતાં આ અકસ્માતમાં એક માતા-પુત્રી બંને જણ માટે આ
મુસાફરી અંતીમ મુસાફરી સાબિત થઇ હતી.
આ
અંગે થરા પોલીસે ફસ્ટ ગુના ૨.નં.-૧૧/૦૯ મુજબ અકસ્માતનો ગુનો નોંધી પી.એસ.આઇ.
દેસાઇએ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.