અમદાવાદમાં
કચરો, કિચન વેસ્ટ ઉપાડવા માટે નવી નીતિ ઘડાશેઅમદાવાદ,
અમદાવાદ શહેરમાંથી
કચરો ઉપાડવા તેમજ હોટલો અને રેસ્ટોરેન્ટનો કીચન વેસ્ટ ઉપાડવાના કામના ટેન્ડરમાં
કોન્ટ્રાક્ટરના ભાવ, સફાઈ કામગીરી ન કરવા અને આવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને બ્લેક
લિસ્ટ કરવા સહિતના વિવાદો અવાર નવાર થતા રહ્યા છે. આ પ્રકારના વિવાદો નિવારવા
માટે સમાન નીતિ ઘડવામાં આવશે. સફાઈ
કામગીરીને માઠી અસર ન થાય તે માટે વિવાદો નિવારાશેઃ કામગીરી ન કરનારને
બ્લેક લિસ્ટ કરવા ભલામણ અમદાવાદ
શહેરના દરેક ઝોનમાંથી કચરો ઉપડવા તેમજ ભીનો અને કચરો અલગ કરીને ડમ્પંિગ સાઈટ
પર ઠાલવવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ કામગીરી આપવા માટેના ટેન્ડર બહાર
પાડવામાં આવે છે. આવા ટેન્ડરની શરતો, કામગીરીનો પ્રકાર, ભાવ, વગેરે બાબતે કેટલીકવાર
વિવાદ થતા હોય છે. ટેન્ડરની શરતો મુજબ કામગીરી ન કરતા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ
કરવા, અર્નેસ્ટ મની જપ્ત કરવા, વગેરે જેવા પગલાં લેવામાં આવે છે. કેટલીકવાર ટેન્ડર મજૂર
કરાયા પછી કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી કરાતી નથી. આવા સંજોગોમાં નવેસરથી ટેન્ડર બહાર
પાડવા અને મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં ત્રણ-ચાર મહિના થાય છે. આ પરિસ્થિતિમાં
જો સફાઈ કામગીરી ન થાય તો આરોગ્ય સહિતની સમસ્યાઓ સર્જાવાની શક્યતા રહે છે. આ બાબતને
ઘ્યાનમાં લઈને કચરો ઉપડવા અને કીચન વેસ્ટના નિકાલની કામગીરી અંગેના વિવાદો ન
સર્જાય તે માટે સમાન નીતિ ઘડવા માટેના પ્રયાસો કરવામાં આવશે. હોટલ,
રેસ્ટોરેન્ટ, લગ્ન મંડપ, વાડી અને હોલ, કેન્ટીન, તેમજ ખાણી પીણીના ધંધાવાળાના
સ્થળેથી કીચન વેસ્ટ તથા રીસાયકલ કરી શકાય તેવો સૂકો કચરો એકત્રિત કરીને નિયત સ્થળે
પહોંચાડવા માટે ૫ વર્ષ માટેની કામગીરી સોંપવામાં આવી છે. આ હેતુસર ટેન્ડર બહાર
પાડીને બે પક્ષકારોને ૬ મહિના માટે પ્રાથમિક ધોરણે આ કામગીરી સોંપાઈ હતી અને
તે અંગેના સંતોષકારક અહેવાલને આધારે વઘુ સાડા ચાર વર્ષ માટે આ કામગીરી સોંપવામાં
આવશે. પૂર્વ ઝોનમાં બાપુનગર, રખિયાલ, નિકોલ, વગેરે વોર્ડમાંથી કચરો, માટી-પુરણી
ઉપાડીને ડમ્પંિગ સાઈટ પર ઠાલવવા માટે ટેન્ડર મંજૂર કરાયા હતા. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા
સિક્યુરિટી ડીપોઝીટ ભરાઈ નહોતી અને કામગીરી શરૂ કરાઈ નહોતી. આથી અર્નેસ્ટ મની જપ્ત
કરીને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટે હેલ્થ કમિટીએ ભલામણ કરી છે. |