મહુવા પંથકમાં પરપ્રાંતિય દારૂ પ્રકરણમાં બે શખસ પાસામાં
(ફેક્સ) મહુવા,તા.૫
મહુવા
પંથકમાંથી ઝડપાયેલા પરપ્રાંતિય દારૂ પ્રકરણમાં ગારિયાધારના બે શખસ વિરૂદ્ધ પાસાનું
વોરન્ટ ઈસ્યુ કરાતા બંનેને નવસારી અને છોટા ઉદેપુરની જેલમાં મોકલી અપાયા હતા.
ગારિયાધારના
બે શખસ પૈકીના એકને નવસારી અને બીજાને છોટા ઉદેપુરની જેલમાં મોકલી અપાયા
આ
અંગેની પોલીસના સાધનો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર મહુવા તાબેના નેસવડ ગામ પાસેથી
થોડા દિવસ અગાઉ પોલીસે પરપ્રાંતિય દારૂની ડીલીવરી કરવા માટે આવેલી જીપ ઝડપી
લીધી હતી. જીપની છતમાં બનાવાયેલ ખાનામાથીં જુદીજુદી બ્રાન્ડના પરપ્રાંતિય
દારૂની ૧૭૦ બોટલ મળી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન આ દારૂનું પગેરું
ગારિયાધાર તરફ નિકળ્યું હતું. જેમાં ગારિયાધારના નવાગામ રોડ પર રહેતા જેરામ
હરજીભાઈ પટેલ (ઉ.વ.૫૦) અને મફતનગર વિસ્તારમાં રહેતા નીલેષ મનજીભાઈ પરમાર (ઉ.વ.૪૫)નું
નામ ખૂલ્યું હતું.
જેના અનુસંધાને
જિલ્લા કલેક્ટરે પાસાનુ વોરન્ટ ઈસ્યુ કરતા મહુવાના ઈન્ચાર્જ પીઆઈ આર.જી. રાણા, ડી.એમ.
બારોટ અને પી.આર. ગોહિલે ગારિયાધાર જઈ બંને શખસોની ધરપકડ કરી જેરામને
નવસારી જેલમાં અને નીલેષને છોટાઉદેપુરની જેલમાં પાસા તળે મોકલી આપ્યા હતા.