સફાઈ
કામના કોન્ટ્રાક્ટના વિરોધમાં મજદુર કોંગ્રેસ આંદોલન કરશે ભાવનગર,
ગુરૂવાર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા
સફાઈનાં ખાનગીકરણનો નિર્ણય સામે અખિલ ભારતિય સફાઈ મજદુર કોંગ્રેસે સખ્ત વિરોધ
કર્યો હતો. એટલું જ નહીં જો આ નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવામાં નહિ આવે તો
મનપા સામે આંદોલનનું રણશંિગુ ફેંક્યુ હતું. બેરોજગાર
સફાઈ કામદારો તથા વારસાઈ નોકરીનાં પ્રશ્ને જલદ આંદોલનની ચીમકી મહાપાલિકા
દ્વારા નવાપરા વોર્ડમાં પ્રાયોગિક ધોરણે સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેનો
સફાઈ કામદારો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં સફાઈ
કામદાર સંઘે આંદોલનના હાંકલા પડકારા કરી પાછળથી મંત્રણાના નામે પાણીમાં
બેસી જતા કામદારો સંઘથી નારાજ થયા હતાં. દર વખતે સફાઈ કામદાર સંઘ
વાટાઘાટોના નામે સમાધાન કરી લે છે અને ગાજે તેટલા વરસતા નથી તેથી બહુમત કામદારોમાં
સખત નારાજગી જન્મી હતી. ભાવનગર મહાનગર
સેવા સદનમાં કાયમી ભરતી કરવા બાબતે પત્ર પાઠવી ડ્રેનેજ વિભાગ તથા સફાઈ કામદારની
ભરતીની ભાવનગર શહેર અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસ દ્વારા માંગ કરેલ હતી. જે
પત્રનો આજ દિવસ સુધી કોઇ પ્રત્યુત્તર આવેલ નથી અને ઉલ્ટાનું ભાવનગર
મહાનગર સેવા સદન દ્વારા નવાપરા વોર્ડમાં ખાનગીકરણ કરવાનો જે અવ્યવહારૂ નિર્ણય કરવામાં
આવેલ છે તેનાથી કચડાયેલ અનુસૂચિત જાતિનાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા અસંખ્ય
કામદારોની રોઝી રોટી છીનવી લેવામાં આવેલ છે. જ્યારે
ભાવનગર પ્રગતિનાં પંથે હોય અને ઝડપી વિકાસની ઝંખના કરતું હોય ત્યારે આવી અવ્યવહારૂ
ખાનગીકરણની પ્રક્રિયા તાકીદે અટકાવવામાં નહી આવે અને અખિલ ભારતીય સફાઈ મઝદુર
કોંગ્રેસના બેરોજગાર સફાઈ કામદારોને કાયમી પ્રકારે નોકરી ઉપર લેવામાં નહી આવે
તો ઉગ્ર ઉપવાસ આંદોલન તેમજ આગળની કાર્યવાહી અંગે ઝલદ કાર્યક્રમો આપવામાં
આવશે. |