પાલિતાણામાં
૩૧૦ કિલો મચ્છી ભરેલી રીક્ષા સાથે એક ઝડપાયો (ટ્રંકકોલ)
પાલિતાણા,તા.૫ પાલિતાણામાં ૩૧૦
કિલો મચ્છી ભરેલી રીક્ષા સાથે એક શખસને પાલિતાણા રૂરલ પોલીસે ઝડપી લઈ ધોરણસરની
કાર્યવાહી કરી હતી. રૂરલ પોલીસ પેટ્રોલંિગમાં
હતી ત્યારે ચેકીંગ દરમિયાન બંને મળી આવી આ
અંગેની પોલીસના સાધનો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર પાલિતાણા રૂરલના પીએસઆઈ ખસિયા,
હેકો ધાંધલ્યા વગેરે પેટ્રોલંિગમાં હતા ત્યારે બપોરે બે વાગ્યાના અરસામાં
રીક્ષા (નં. જીજે-૭ઝેડ-૩૮૬૫)ની તલાસી લેતા તેમાંથી શેત્રુંજી ડેમમાથી ચોરાઉ ૩૧૦ કિલો
મચ્છી મળી આવતા પોલીસે ઓધા ધરમશી વાઘેલાની ધરપકડ કરી આઈપીસી કલમ
૩૭૯, ૧૧૪, ૧૮૮ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. |