home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >
તળાજા અને ખૂંટવડાના બોરડી ગામે રહેણાંકી મકાનમાં ચોરી

(ફેક્સ) તળાજા,મહુવા,તા.૫

તળાજા અને ખૂંટવડા પંથકમાં બોરડી ગામે રહેણાંકી મકાનમાં ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. બોરડી ગામે એક પખવાડિયામાં ચોરીનો ત્રીજો બનાવ બનતા લોકો ચંિતાતુર બની ગયા છે.

તળાજામાં દાડિયાન આપવાના પૈસા તસ્કરો ચોરી ગયા બોરડી ગામે એક પખવાડિયામાં ચોરીનો ત્રીજો બનાવ

આ અંગેની પોલીસના સાધનો દ્વારા પ્રાપ્ય વિગત અનુસાર તળાજામાં આવેલ દાત્રડની વાડી તરીકે ઓળખાતી વાડી વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા અને છગનભાઈ ગોવંિદભાઈ કાતરિયા (ઉ.વ.૬૧)એ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ રાત્રીના સમયે પોતાના મકાનમાં નીચે આવેલ રૂમના દરવાજાના નકુચા તોડી પ્રવેશ કરી કોઈ તસ્કરો ઘરમાં રાખેલ દાડિયાને દેવાના જે પૈસા રાખ્યા હતા તે ચોરી ગયા હતા. આ અંગે પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે. તસ્કરોએ ઉપરના માળે તેઓ સૂતા હતા તે દરવાજાના આગળથી આગળિયા મારીને બંધ કરી દીધા હતા. આથી મકાનમાલિક જાગ્યા ત્યારે બહારથી દીધેલ દરવાજો નહીં ખૂલતા પડોશીને બોલાવવા પડ્યા હતા.

જ્યારે ખૂંટવડા પંથકના બોરડી ગામે રહેતા વલ્લભભાઈ રાઘવભાઈ બલદાણિયા પોતાના પરિવાર સાથે ગઈ કાલે ખેતરે કામ અર્થે ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ સંદર્ભે વલ્લભભાઈએ ખૂંટવડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ નાના એવા ગામમાં છેલ્લા એક પખવાડિયામાં ચોરીનો ત્રીજો બનાવ બન્યો હતો. આથી ગ્રામજનો ચંિતાતુર બની ગયા છે.

Copyright   © Gujarat Samachar