તળાજા
પાલિકાની એમ્બ્યુલન્સમાં દર્દીનાં બદલે તેલના ડબ્બાની હેરફેર
તળાજા,
તા.૫
તળાજા નગરપાલિકાની એમ્બ્યુલન્સ
વાનમાં ચીફ ઓફિસર સીંગતેલ ડબ્બાની હેરફેર કરતા પકડાતા ચકચાર મચી હતી. દર્દીઓના
બદલે સીંગતેલ ડબ્બા ફેરવવાનો ધંધો કરતા ચીફ ઓફિસરને ભાજપનાં પદાધિકારીઓ
છાવરતા હોવાની ફરિયાદ ઉઠી હતી.
ચીફ
ઓફીસર પટેલ ૪૦ ડબ્બા સીંગતેલ ફેરવતા હતાં લોકોને કિલો તેલ લેવું હોય તો વિચાર
કરવો પડે છે
સામાન્ય માણસોને એક
કિલો તેલ ખરિદવું હોય તો દસ વખત વિચાર કરવો પડે છે ત્યારે તળાજા નગરપાલિકાના
ચીફ ઓફિસર સીંગતેલનો એક ડબ્બો નહિ પરંતુ ૪૦-૪૦ ડબ્બા એમ્બ્યુલન્સમાં ફેરવીને વાડીમાં
જથ્થો ઉતારતા તેનું રોજકામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સવાલ એ ઉભો
થાય છે કે એક સાથે ૪૦ ડબ્બા સીંગતેલ ક્યાંથી ખરિદ્યું કોના માટે ? ચીફ ઓફિસર તેલનો
ધંધો કરે છે ? જાણવા મળ્યા મુજબ કોઇ કામના બદલામાં આ સીંગતેલ ભ્રષ્ટાચારના
રૂમમાં લેવામાં આવ્યું હોવાનું તેમજ તેમાં જિલ્લાના એકાદ બે અધિકારીના
નામો ચર્ચાય રહ્યા છે. ભાજપનાં પણ કેટલાક પદાધિકારી સામે આંગળી સીંધાઈ
રહી છે. જિલ્લા ક્લેક્ટરે ચીફ ઓફિસર સામે તપાસ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઇએ તેવી
લોકોમાંથી માંગ ઉઠી હતી.
તળાજામાં આજરોજ
સવારનાં ૧૦ કલાકે તળાજાનાં ચીફ ઓફિસર એમ.બી. પટેલ પોતાના તથા સગાના ઘરકામ માટે
તેલના ડબ્બા નં. ૪૦ સીંગતેલ તળાજામાં આવેલ એક ઓઇલ મીલમાંથી ખરીદી કરીને તળાજા
નગરપાલિકાના ટેમ્પા દ્વારિ ડિસ્પોપ્લાનથી એમ્બ્યુલન્સ દ્વારા એક વાડીના ઓરડામાં ઉતારવામાં
આવ્યો હતો. આ અંગેની જાણ થતા નગરસેવક મુસ્તાક મેમણ દ્વારા મામલતદાર તથા પંચાલ
ના. મામલતદાર સ્ટાફ દ્વારા આ તેલ ડબ્બાઓ અંગે રોજકામ કરવામાં આવ્યું હતું. આની
જાણ થતા તળાજા નગરસેવકો મોટાભાગના ઉપસ્થિત રહ્યા હતાં.
અમદાવાદ
ખાતે આ શીંગતેલ લેનારના નામ એમ.બી. પટેલ તળાજા ચીફ ઓફિસર રહે. અમદાવાદ
૭ ડબ્બા, હરિભાઈ અમથાભાઈ ૯ ડબ્બા, બાબુભાઈ રેવાદાસ ૯ ડબ્બા, અમથારામ જે. પટેલ ૮
ડબ્બા, દશરથભાઈ બી. પટેલ ૭ ડબ્બા કુલ કંિમત રૂા. ૩૮,૦૦૦ જેવું થાય. આ અંગે બીલો
રજુ કરતા ચીફ ઓફિસરને રોજકામ કરી મુદ્દો પરત કરી દેવામાં આવ્યો. સરકારી વાહનનો
ઉપયોગ કર્યો તે વાંધો એમ લાગી રહ્યો છે. આમા પણ મોટું રાજકારણ ખેલાય રહ્યું
છે.