જમ્મુની સ્કાઉટસ કેડેટો સીમરન અને આશીમા કહે છે ઃ
ભારત
જેવા દેશની અમર અખંડિતતા સામે પાકિસ્તાનનો આતંકવાદ હારી ગયો
અમદાવાદ,
જમ્મુ
અને કાશ્મીરના સ્કાઉટસ અને ગાઈડસની કેડેટો સીમનર આર્ય અને આશીમા ટંડન કહે છે, ‘ભારતના
સૌથી સુંદર રાજ્ય જમ્મુ અને કાશ્મીરને પડાવી લેવાના નાપાક પાકિસ્તાનના ઇરાદા
ક્યારેય પણ સફળ નહીં થાય કારણ કે ભારત જેવા મહાન દેશની અખંડીતતા અમર છે.’
જમ્બોરી-૨૦૦૯માં
ભાગ લેવા આવેલી જમ્મુ અને કાશ્મીરની કેડેટોનો આતંકવાદને સણસણતો જવાબ
ગુજરાત
યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ભારત સ્કાઉટસ અને ગાઇડસના જમ્બોરી-૨૦૦૯ના કાર્યક્રમમાં
ભાગ લેવા આવેલ જમ્મુ અને કાશ્મીરની સીમર અને આશીમા કહે છે, ‘જમ્મુ અને કાશ્મીરના
લોકોએ પાકિસ્તાનના આતંકવાદને હરાવી દીધો છે અને તેની સૌથી મોટી
સાબિતી એ છે કે આ રાજ્યમાં ખુબ જ સફળતાથી અને લોકશાહીથી વિધાનસભાની ચૂંટણી
યોજાઈ ગઈ.
જમ્મુમાં કે.સી. પબ્લીક સ્કૂલમાં
ભણતી સીમરન અને આશીમાના કહેવા મુજબ ચૂંટણી પછી તો આતંકવાદીઓને ધોબીપછાડ
જેવો જાકારો મળ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં તો સ્કૂલના વિદ્યાર્થીઓ આતંકવાદીઓને
સૌથી મોટા કાયરો ગણે છે.
આશીમા કહે
છે ‘જમ્મુ અને કાશ્મીરના લોકોને આતંકવાદ સામે લડતા ભારતના વીર અને બહાદૂર
જવાનો માટે ખૂબ જ ગર્વ છે. યસ વી આર પ્રાઉડ ઓફ ધી એન્ટાયર ઇન્ડિયન આર્મી. જમ્મુ
અને કાશ્મીરમાં લોકો આર્મી અને પોલીસના આતંકવાદ સામે લડતા કમાન્ડોઝને ખુબ
જ માન આપે છે.
સીમરને ખૂબ જ રસપ્રદ
વાત એ કરી કે જમ્મુ અને કાશ્મીરમાં સ્કૂલોમાં છોકરાઓ કરતા છોકરીઓ ખૂબ જ વધારે
છે. એટલું જ નહીં પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતમાં પણ છોકરીઓની સંખ્યા વધારે
છે. આનું કારણ એ છે કે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં લોકોએ આતંકવાદીઓના ફતવાઓને
સખ્ત જાકારો આપ્યો છે. આતંકવાદીઓએ એવો ફતવો બહાર પાડ્યો હતો કે છોકરીઓને
સ્કૂલોમાં ન મોકલવી. પરંતુ લોકોએ આ ફતવાનો જડબેસલાક જવાબ આપ્યો અને હવે તો
એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે દરેક ઘરમાંથી છોકરીઓ સ્કૂલોમાં ભમવા માટે જોડાઈ
છે અને આતંકવાદી સંગઠનો હાથ ઘસતા રહી જાય છે. એટલું જ નહીં પરંતુ હવે તો લોકોએ
દરેક ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવોની ઉજવણી પણ શરૂ કરી દીધી છે.
સીમરન
અને આશીમાએ મક્કમતાથી કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો દરેક નાગરીક પોતાને ભાતીય
નાગરીક જ ગણાવે છે અને ભારતની અખંડિતતાને ખુબજ માન આપે છે.