પરિણીતાએ
કાંડા પર કાપો મારીને ફિનાઈલ ગગટાવી
ભુજ,તા.૫
આદિપુરમાં
પરિણીતાએ અકળ કારણોસર હાથના કાંડા ઉપર ચેકો મારીને બાદમાં ફિનાઈલ ગટગટાવી
લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી.
જો
કે પરિણીતાએ પોતે હાથમાં કાપો નહીં માર્યાનું અને ભુલથી ફિનાઈલ પીવાઈ ગયાનું જણાવ્યું
વિગત
મુજબ આદિપુરનાં ૪ બી, પ્લોટ નં. ૫૫, મકાન નં. ૯માં રહેતી ચંદાબેન ગોરધનદાસ
ઠાકરાણી નામની ૨૮ વર્ષીય પરિણીતાએ ગઈકાલે બપોરે સવાબે વાગ્યાના અરસામાં પોતાના
ઘરે ડાબા હાથના કાંડા ઉપર તિક્ષ્ણ હથિયારથી ચેકો મારીને બાદમાં ફિનાઈલ પી લીધી
હતી. જેથી પરિણીતાને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
તપાસનીશ
હે.કો. અનિલ જોશીએ જણાવ્યું હતું કે, યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. જો કે
પરિણીતાએ પોતે હાથમાં કાપો નહીં માર્યાનું ભુલથી દવાને બદલે ફિનાઈલ પીવાઈ
ગયાનું નિવેદનમાં જણાવ્યું છે. વઘુ તપાસ ચાલુ છે.