|
નાગલપર
પાસેથી ચોરાયેલો ટ્રક મળ્યો ઃ ૮૮ હજારનું ખાતર ગુમ ભુજ,
તા. ૫ અંજાર - મુંદ્રા હાઈવે પરના
નાગલપર ગામ નજીક ટ્રક ચલાક અને કલીનર જમવા ગયા બાદ કોઈ યુરીયા ખાતરની ૩૪૦ ગુણી
સાથેની ટ્રક હંકારી ગયું હતું. જો કે બાદમાં ખાલી ટ્રક રાપર - આડેસર રોડ ઉપર
બીનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. મુન્દ્રાથી
અમદાવાદ જતાં ટ્રકચાલક - કલીનર જમવા ગયા અને કોઈ ખાતરના જથ્થા સહિત ટ્રક
હંકારી ગયું હતું વિગત મુજબ, અમદાવાદનો
ટ્રક ચાલક ઉમેદ કાસમ ચૌહાણ ગત તા.૧લીએ પોતાની ટ્રક નં. જીજે ૧ એવી ૧૭૫૮ માં
મુન્દ્રાથી યુરીયા ખાતરની ૩૪૦ ગુણી ભરીને પરત અમદાવાદ જવા રવાના થયો હતો.
આ દરમિયાન રાત્રે ૮ વાગ્યે ટ્રક ચાલક અને કલીનર નાગલપર પાસેના પેટ્રોલપંપ નજીકની
હોટલે ટ્રક પાર્ક કરીને જમવા ગયા હતાં. એક કલાક બાદ તેઓ જમીને પરત આવ્યા ત્યારે
કોઈ ઈસમો ખાતર ભરેલો આખેઆખો ટ્રક ઉઠાવી ગયું હતું. પરિણામે અંજાર પોલીસ મથકમાં
અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધાવાતા એ.એસ.આઈ. વસરામ ગઢવીએ ખાસ હાથ ધરી
હતી. બીજી તરફ તપાસ દરમિયાન રાપર
આડેસર બાયપાસ રોડ પરતી ટ્રક બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જયારે તેમાંથી યુરીયા
ખાતરની ૩૪૦ થેલીઓ ગાયબ હતી. પોલીસે વઘુ તપાસ હાથ ધરી છે. |