home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

આદિપુરના સંઘડ ગામે કૌતુક વચ્ચે ગભરાટ
આકાશમાંથી ધાતુની નાની ડબ્બી જેવો ધગધગતો ટુકડો ખાબકયો

ભુજ, તા. ૫

આદિપુરના સંઘડ ગામે આજે સવારે સર્કિટ સાથેની ધાતુની નાની ડબ્બી જેવો ધગધગતો ટુકડો આકાશમાંથી આવી પડતા દોડધામ મચી ગઇ હતી. કોઇ વિમાનમાંથી આ ટુકડો અળગો થઇને નીચે પડયાના અનુમાન સાથે તપાસના ચક્રોગતિમાન કરાયા છે.

વરાળ નિકળતા ટુકડા ઉપર પાણી છાંટતા જ ભડકો થયો ને ઘુમાડો નિકળ્યોઃ વિમાનમાંથી પડયાનું અનુમાન

વિગત મુજબ આદિપુર તાલુકાના સંઘડ ગામે આવેલા મકવાણાવાસમાં આજે સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં એક મકાનના ફળિયામાં ધડાકાભેર ધાતુની ડબ્બી જેવો ટુકડો ખાબકયો હતો. મકાનમાં રહેતી મહિલાએ ભયભીત થઇને આસપાસના લોકોને બોલાવ્યા હતા અને તપાસ કરતા બાકસથી થોડી મોટી સાઇઝની ધાતુની લાલચોળ ડબ્બીમાંથી વરાળ વછૂટી રહી હતી.

પરિણામે ગભરાટ અને કૌતુક સાથે આ ધાતુના ટુકડાને ઠંડો પાડવા પાણી છાંટતા જ ઘુમાડો નીકળવા સાથે તડ તડ અવાજ આવવા લાગ્યો હતો. ગામના સરપંચે આ અંગે તુરંત જ આદિપુર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બાદમાં આર્મીની ટીમ અને ફોરેનિસક સાયન્સ લેબ.ની ટુકડીએ પણ સંઘડ ગામે દોડી આવીને ધાતુની બળી ગયેલી ડબ્બી કબ્જે લઇ તપાસ હાથ ધરી હતી. જો કે તપાસમાં સાંજ સુધી કંઇ વાંધાજનક નીકળ્યું નહીં હોવાનું તપાસનીશ જમાદાર આંબાભાઇએ જણાવીને ઉમેર્યું હતું કે, કોઇ વિમાનમાંથી આ ધાતુનો ટુકડો પડયો હોવાની શકયતા છે.

બીજી તરફ સંઘડ ગામના સરપંચ દેવજીભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, ગામના મકવાણાવાસમાં પડેલા ધગધગતા પદાર્થ ઉપર લોકોએ પાણી નાખતા જ મોટો ભડકો થયો હતો. કોઇ જાન - માલની નુકશાની થઇ નથી. પરંતુ આ પદાર્થ કોઇ ઘાસચારા કે ભુંગા પર પડયો હોત, તો દુર્ઘટના સર્જાવાની શકયતા હતી. આ પદાર્થ વિમાનમાંથી જ પડયો હોવાની પૂરી શકયતા છે.કૌ

Copyright   © Gujarat Samachar