બે
પેટ્રોલ પંપમાં ગેરરીતિ સબબ નવ લાખનો જત્થો સ્થગીત ભુજ,
તા. ૫ જિલ્લા પુરવઠા તંત્રની ટીમે
આજે વાંઢાય - દેશલપર હાઇવે પરના સુદર્શન પેટ્રોલ પંપની અચાનક ચેકીંગ હાથ
ધરતા કુલ ૫,૫૮,૬૨૯ રૂા.નો પેટ્રોલ - ડીઝલનો જથ્થો સીઝ કર્યો હતો. એ જ રીતે
તલવાણા નજીકના પેટ્રોલ પંપમાં ૩.૪૫ લાખનો જથ્થો સીઝ કરાયો હતો. વાંઢામાં
પાસે પંપમાં ૫.૫૮ લાખ તથા તલવાણા નજીક પંપમાંથી ૩.૪૫ લાખના પેટ્રોલ - ડીઝલ સીઝ કરાયા જિલ્લા
પુરવઠા અધિકારી પાડોરે જણાવ્યું હતું કે, વાંઢાય દેશલપર હાઇવે નજીકના સુદર્શન
પેટ્રોલપંપની આજે પુરવઠા ટીમે મુલાકાત લેતા કોઇ હિસાબો ન હતા. પૂરતા પ્રમાણમાં રજીસ્ટરો
તેમજ હિસાબી સાહિત્યો ઉપલબ્ધ ન હતા. તેમજ વેંચાણના સ્થળે ભાવના કોઇ લીસ્ટ ન હોતા
૨૯૩૦ લિટર પેટ્રોલ કંિમત રૂા. ૧ લાખ ૨૮ હજાર ૯૯, ટર્બો ડિઝલ ૮૧૧૩ લિટર કંિમત રૂા. ત્રણ
લાખ એકવાસી હજાર તેમજ સાદુ ડીઝલ ૩૭૩૬ લિટર કંિમત રૂા. ૧,૩૦,૩૪૯ એમ કુલ ૫,૫૮,૬૨૯નો
જથ્થો પુરવઠા તંત્રની ટીમે સીઝ કર્યો હતો. |