ધારેશી
પાસે પ્રવાસીઓની બસ પલ્ટી ખાઈ ગઈ ઃ ૧૧ ઘાયલ ભુજ,તા.૫ લખપત
તાલુકામાં ધારેશીના જોખમી વળાંક પાસે ખાનગી બસ પલ્ટી ખાઈ જતાં ૧૧ મુસાફરો ઘવાયા
હતા. તેઓ વડોદરાથી કચ્છના પ્રવાસન સ્થળોની યાત્રાએ આવ્યા હતાં, એ દરમિયાન
અકસ્માત સર્જાયો હતો. વડોદરાનાં
પ્રવાસીઓ નારાયણ સરોવરથી માતાના મઢ જતાં હતા અને અકસ્માત સર્જાયો ઃ એક ગંભીર લખપત
તાલુકાના ધારેશી ગામથી અંદાજે એકાદ કિ.મી. દૂર જોખમી વળાંક
પર ગઈકાલે રાત્રિના ૧૦ વાગ્યે ખાનગી લકઝરી બસ પલ્ટી ખાઈ જતાં પ્રફુલ્લ અંબાલાલ (ઉ.વ.૩૦)ને
વઘુ ઈજા થતાં સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ભુજ ખસેડાયા હતાં. જયારે અન્ય ૧૦ ઈજાગ્રસ્તોમાં
રમેશ મોદી (ઉ.વ.૪૦), ગોપાલ ચતુરભાઈ (ઉ.વ.૩૦), ચંદુભાઈ ઈશ્વરભાઈ (ઉ.વ.૩૪),
નારાણભાઈ દામજીભાઈ (ઉ.વ.૪૫), નયનાબેન, પ્રફુલ્લભાઈ (ઉ.વ.૨૮), દેવડાભાઈ અલ્પેશભાઈ
(ઉ.વ.૫), જશોદાબેન રમેશભાઈ (ઉ.વ.૪૦), હીરા ગોવંિદ (ઉ.વ.૪૦), વિનોદ
કેસુર (ઉ.વ.૪૦), સેતુલ પ્રફુલ્લ (ઉ.વ.૪) ને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રીફર
કરાયા હતાં. આ બનાવના તપાસનીશ અભેરાજસંિહે
જણાવ્યું હતું કે, વડોદરાની જી. ૬ એકસ - ૯૧૧૯ ખાનગી લકઝરીમાં વડોદરા તરફના
૫૦ જેટલા યાત્રાળુઓ વડોદરાથી નારાયણસરોવર દર્શન કરી માતાના મઢ દર્શનાર્થે
જતાં ધારેશીના જોખમી વળાંક પાસે બસ પલ્ટી ખાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં
ફરીયાદી પ્રફુલ્લ અંબાલાલ (ઉ.વ.૩૦) ને વઘુ સારવાર માટે ભુજ રીફર કરાયો હતો. |