વંથલી
નજીક જિલ્લા પોલીસ વડાએ પાડેલો દરોડો કોઈ દરોડો
પાડવા આવે તો વીજ શોક લાગે એવા ખેતરમાંથી ૨૧ લાખનો દારૂ ઝડપાયો જૂનાગઢ
તા. ૫ વંથલી નજીક નવાગામ ગામની
સીમમાં વાડીમાં સંતાડેલ રૂ।. ૨૧.૫૩ લાખ જેવી માતબર રકમનો વિદેશીદારૂ
પોલીસે પકડી પાડયો હતો. જૂનાગઢના કુખ્યાત બુટલેગર પબા હમીર રબારીનો આ દારૂ
હતો. વાડી ફરતે વીજકરંટ ગોઠવાયો હતો. રેડ દરમ્યાન જમાદારને ઈલે. શોક
લાગતા ઈજા થઈ છે. જૂનાગઢના બુટલેગરે
મંગાવેલો અને જમીનમાં દાટેલો દારૂ પકડાયો વીજશોક લાગતા પોલીસ કર્મી
ઘાયલ બુધવારે રાત્રે જિલ્લા પોલીસવડા
હરિકૃષ્ણ પટેલ, એલ.સી.બીના પી.આઈ.ઝાલા સહિતના સ્ટાફે જૂનાગઢના બુટલેગર પબા હમીરની
વાડીમાં રેડ પાડી હતી. ચાર દિવસ પહેલા દારૂ ઉતારી વાડીમાં ખાડો કરી દાટી
દેવામાં આવ્યો હતો. વાડી ફરતે વીજકરંટ પણ મુકવામાં આવ્યો હતો. પોલીસે
૧૫ ફૂટ પહોળા, આઠ ફૂટ ઉંડા અને ૨૦ ફૂટ લાંબો ખાડો કરી દારૂનો મોટો જત્થો
પકડી પાડયો હતો. જમીનમાંથી ૫૯૮ પેટી દારૂ મળ્યો હતો. વાડી ફરતે ગોઠવાયેલા
વીજતારના કારણે ઈલેકટ્રીક કરંટ લાગતા એલસીબીના જમાદાર લલીત સાદરીયાને ઈજા
થઈ છે. પોલીસે પબા હમીર તેના ભાઈઓ ગલા હમીર અને રાજા હમીર વિરૂઘ્ધ વંથલી પોલીસ
મથકમાં ગુનો દાખલ કર્યો છે. દરમ્યાન
વાડી નજીકથી આજે સવારે કવાલીસકાર નં. જી.જે. ૩ ડીડી ૪૧૪૩માથી પોલીસે ૨૪ પેટી દારૂ
કબ્જે કર્યો હતો. ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો. |