રાજકોટમાં
લાખોની સરકારી જમીન બોગસ દસ્તાવેજોના આધારે વેંચી મારવાના કૌભાંડમાં નાણાંમંત્રીના
સંબંધી સહિત બેની જમીન કૌભાંડમાં ધરપકડ રાજકોટ,
ગુરૂવાર રાજકોટના કોઠારીયા સર્વે
નંબર ૧૪૭ની લાખો રૂપિયાની કંિમતની સરકારી જમીન બોગસ દસ્તાવેજોના આધારે
બારોબાર વેંચી મારવાના કૌભાંડમાં તપાસ કરતી ભકિતનગર પોલીસે આજે રાજયના નાણાં
મંત્રી વજુભાઇ વાળાના સંબંધી પ્રવિણ અમરશી પરમાર અને તે વખતના તેના ભાગીદાર
મનુ ડાંગરની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને આવતીકાલે રિમાન્ડની માગણી સાથે
કોર્ટમાં રજૂ કરાશે. જમીન કૌભાંડ
વિશે અજાણ હોવાનો આરોપીઓનો કક્કોઃ આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ
કરાશે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ,
કોઠારીયા સર્વે નંબર ૧૪૭ની ૪૯૦૦ ચો. વાર જમીનના મુળ માલીક મુંબઇના પ્રિયવંદનાબેન
હતા. સરકારે ૧૯૮૭માં યુએલસીના કાયદા તળે આ જમીનનો કબ્જો સંભાળી લીધો
હતો. ત્યારબાદ કૌભાંડકારોએ પ્રિયવંદનાબેનનું
બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેંચવાનું શરૂ કરી દીઘું હતું જેને કારણે
આ સરકારી જમીન પર હરિઓમ નામની સુચિત સોસાયટી ખડકાઇ ગઇ હતી જેના પર ૨૦૦૫ની સાલમાં
કલેકટર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને તપાસનો આદેશ
અપાયો હતો. તપાસના અંતે તત્કાલીન તાલુકા
મામલતદાર ડોબરીયાએ જમીન પર દબાણ કરાવનાર બે સહિત કુલ છ શખ્સો સામે ગુનો
દાખલ કરાવ્યો હતો. ભકિતનગર પોલીસે તપાસના અંતે અત્યાર સુધી દસ આરોપીની
ધરપકડ કરી હતી. તપાસ કરતી પોલીસે
જણાવ્યું કે આ આરોપીઓની પૂછપરછમાં પડદા પાછળના સૂત્રધારો તરીકે પ્રવિણ
પરમાર અને તેના તે વખતના ભાગીદાર મનુ ડાંગરના નામ ખુલ્યા હતાં જેને કારણે આ
બંને આરોપીની આજે પી.આઇ. એચ. એસ. ઝાલાએ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું
કે પ્રવિણ પરમાર કોટેચા ચોકમાં અને મનોજ ઉર્ફે મનુભાઇ માણસુરભાઇ ડાંગર ગુંદાવાડી-૧૪માં
રહે છે. આ પહેલાં ઝડપાયેલા આરોપીઓ
કે જેની બોગસ કુલમુખત્યારનામામાં સહી છે તેમણે પોલીસ સમક્ષ જણાવ્યું કે તેઓ નાના
માણસો છે અને પગારદારો છે. એક જ ઓફિસમાં બેસતાં પ્રવિણ પરમાર અને મનુ ડાંગરે
તેમને બોગસ કુલમુખત્યારનામામાં સહીઓ કરવાનું કહેતાં કરી હતી બાકી બીજું કશું જાણતાં
નથી. પોલીસે આરોપી પ્રવીણ પરમાર અને
મનુ ડાંગરની પૂછપરછ કરતાં બંનેએ જમીન કૌભાંડ વિશે અજાણ હોવાનો કક્કો ધુંટવાનું
ચાલુ રાખ્યું છે. પોલીસે જણાવ્યું કે કૌભાંડ અંગે વઘુ માહિતી મેળવવા માટે આવતીકાલે
બંને આરોપીના રિમાન્ડ મંગાશે. જાણવા મળ્યા
પ્રમાણે, જે જમીન પર કૌભાંડ આચરાયું તેની કંિમત અંદાજે દોઢ કરોડ રૂપિયા
જેટલી છે. પોલીસે જણાવ્યું કે જે તે વખતે ડિમોલીશન થયું ત્યારે જે મકાનોનું બાંધકામ
ચાલુ હતું અને જે મકાનમાં કોઇ રહેવા આવ્યું ન હતું તે ઉપરાંત જે દુકાનો અને
કોમર્શીયલ બાંધકામ હતું તે તોડી પડાયું હતું જયારે ૧૫ જેટલા મકાનોમાં આજે
પણ લોકો રહે છે. |